મહામારી / કોરોના સામેના જંગમાં ડોક્ટરોની ખોટ ન પડે એટલે પીએમ મોદીએ લીધો આ મોટો નિર્ણય
posted on at
- પ્રધાનમંત્રીએ બોલાવી હાઈ લેવલની બેઠક
- NEET-PG ની પરીક્ષાને ચાર મહિના મોકૂફ રાખવાની જાહેરાત
- આને કારણે મેડિકલ વિદ્યાર્થીઓ હોસ્પિટલમાં સેવા આપી શકશે
કેન્દ્ર સરકારના આ નિર્ણયને કારણે હોસ્પિટલોમાં ડોક્ટરની ખોટ ઓછી થશે તથા સિનિયર ડોક્ટરોનો ભાર હળવો થશે.તથા મોટી સંખ્યામાં કોરોનાના દર્દીઓની પણ દેખરેખ સારી રીતે થઈ શકશે.
કેન્દ્ર સરકારે લીધેલા મહત્વના નિર્ણયો
– NEET-PG ની પરીક્ષાને ચાર મહિના મોકૂફ રાખવાની કરાઈ જાહેરાત
– MBBS વિદ્યાર્થીઓને કોવિડ ડ્યુટીમાં લગાડાશે
– મેડિકલ ઈન્ટર્સને પણ કોવિડ મેનેજમેન્ટની ડ્યુટીમાં તહેનાત કરાશે
કેન્દ્ર સરકારના નિર્ણયોની આ અસર પડશે
– સિનિયર ડોક્ટરોનું ભારણ હળવું થશે
– કોરોનાના દર્દીઓની સારી રીતે દેખરેખ થઈ શકશે
– 100 દિવસની કોવિડ ડ્યુટી કરનાર ડોક્ટરોનું ખાસ સન્માન
NEET-PG ની પરીક્ષા ચાર મહિના મોકૂફ
પ્રધાનમંત્રી દ્વારા લેવામાં આવેલા બીજા નિર્ણયોમાં NEET-PG ની પરીક્ષાને ચાર મહિના ટાળી દેવામાં આવી છે જેને કારણે એમબીબીએસના ફાઈનલ યરના વિદ્યાર્થીઓ કોરોનાના દર્દીઓની સારવાર કરી શકશે તથા સિનિયર ડોક્ટરોની સહાય કરી શકશે.NEET-PG ની પરીક્ષા હવે 31 ઓગસ્ટ 2021 પહેલા નહી યોજાય.
મેડિકલ ઈન્ટર્સને પણ કોવિડ મેનેજમેન્ટની ડ્યુટીમાં લગાડાશે
મેડિકલ ઈન્ટર્સને પણ કોવિડ મેનેજમેન્ટની ડ્યુટીમાં રોકવાનો પણ નિર્ણય લેવાયો છે.એમબીબીએસના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓને હવે ટેલી કન્સલ્ટિંગ તથા હળવા લક્ષણો ધરાવતા દર્દીઓની દેખરેખમાં લગાડ઼વામાં આવશે જેનાથી સિનિયર ડોક્ટરોનો બોજો થોડો હળવો થશે.ઓછામાં ઓછા 100 દિવસની કોવિડ ડ્યુટી કરનાર પ્રોફેશનલ્સને કેન્દ્ર સરકાર વતી પ્રધાનમંત્રી કોવિડ નેશનલ સર્વિસ સન્માન આપવામાં આવશે. તે ઉપરાંત મેડિકલ વિદ્યાર્થીઓ અને પ્રોફેશન્લસને કોવિડ ડ્યુટી પહેલા વેક્સિન આપવામાં આવશે તથા તેમને હેલ્થ ઈન્યોરન્સની પણ સુવિધા આપવાનું કેન્દ્ર સરકારે જાહેર કર્યું છે.
આ પણ વાંચો :- ઇલેક્શન / પરિણામો પછી બંગાળમાં ફરીથી હિંસા ભડકી, ચારના મોત, રાજ્યપાલે પણ વ્યક્ત કરી ચિંતા
Source link
No comments:
Post a Comment