
કોરોના / મહામારીમાં ટેક્સપેયર્સને મોટી રાહત, સરકારે ઈન્કમ ટેક્સ રિર્ટન ફાઈલિંગની તારીખ લંબાવી, જાણો નવી તારીખ
posted on at
- લોકો હવે 30 સપ્ટેમ્બર સુધી ઈન્કમ ટેક્સ ફાઈલ કરી શકશે
- કંપનીઓ 30 નવેમ્બર સુધી ઈન્કમ ટેક્સ ચુકવી શકશે
- મહામારીમાં કેન્દ્ર સરકારે ટેક્સપેયર્સને રાહત આપી
કોરોના મહામારીમાં ટેક્સ ચુકવનાર લોકોને કોઈ તકલીફ ન પડે તે માટે કેન્દ્ર સરકારે તારીખ લંબાવી છે. 31 જુલાઈ ઈન્કમ ટેક્સ રિર્ટન ફાઈલીંગની છેલ્લી તારીખ હતી. નાણા મંત્રાલય હેઠળના સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) એ કંપનીઓ માટે ઈન્કમ ટેક્સ રિર્ટન ફાઈલિંગની તારીખ 30 નવેમ્બર સુધી લંબાવી દીધી છે.
કંપનીઓ માટેની સમયસીમા પણ વધારાઈ
સીબીડીટીએ કંપનીઓ માટે પણ ઈન્કમ ટેક્સ રિટર્નની તારીખ 30 નવેમ્બર સુધી લંબાવી દીધી છે. સીબીડીટીએ જારી કરેલા પરિપત્રમાં કહેવાયું કે કેટલીક ટેક્સ કંપનીઓને સમયસીમાનો લાભ આપવામાં આવ્યો છે જેથી કરીને વ્યક્તિગત ટેક્સપેયર્સને આ મહામારીમાં થોડી રાહત મળી શકે.
ઈન્કમ ટેક્સના કાયદા પ્રમાણે, જે લોકોના ખાતાનું ઓડિટ કરવાની જરુર ન થી અને જેઓ સામાન્ય રીતે આઈટીઆર ફોર્મ-1 અને આઈટીઆર ફોર્મ-4 દ્વારા ઈન્કમ ટેક્સ જમા કરાવે છે તેમની ડેડલાઈન 31 જુલાઈ હોય છે. તો કંપનીઓ અને જેમના એકાઉન્ટ ઓડિટ થવા પાત્ર હોય તેમને માટે ડેડલાઈન 31 ઓક્ટોબરની હોય છે.
મહામારીને કારણે ટેક્સપેયર્સને રાહત મળી
સીબીડીટી દ્વારા જારી પરિપત્રમાં કહેવામાં આવ્યું કે કોરોના મહામારીને કારણે સરકારે ટેક્સપેયર્સને રાહત આપી છે. સીબીડીટીએ કર્મચારીઓ દ્વારા માલિકોને ફોર્મ 16 ઈસ્યુ કરવાની ડેડલાઈન પણ એક મહિનો વધારીને 15 જુલાઈ 2021 કરી નાખી છે. તે ઉપરાંત ટેક્સ ઓડિટ રિપોર્ટને ફાઈલ કરવાની છેલ્લી તારીખ પણ વધારીને 15 જુલાઈ 2021 કરી દેવાઈ છે.
No comments:
Post a Comment