Search This Website

Thursday, May 6, 2021

શું કોરોનાની ચેન તોડવા માટે આખા દેશમાં લાગશે લૉકડાઉન, કેન્દ્ર સરકારે આપ્યો જવાબ





શું કોરોનાની ચેન તોડવા માટે આખા દેશમાં લાગશે લૉકડાઉન, કેન્દ્ર સરકારે આપ્યો જવાબ












નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસ સંક્રમણ સતત વધી રહ્યુ છે અને રોજ હજારો દર્દીઓના મોત થઇ રહ્યા છે. આ વચ્ચે સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્ર સરકારે કોરોના સંક્રમણ વિરૂદ્ધ નિર્ણાયક લડાઇ લડવાની તૈયારી કરી લીધી છે અને સંક્રમણની ચેન તોડવા માટે આખા દેશમાં 21 દિવસ માટે લૉકડાઉન લગાવવામાં આવી શકે છે. આ સાથે જ એમ પણ કહેવામાં આવી રહ્યુ છે કે લૉકડાઉન દરમિયાન સ્થિતિ સંભાળવા માટેની જવાબદારી સ્થાનિક પોલીસની જગ્યાએ સેનાને આપવામાં આવી શકે છે.

શું આખા દેશમાં લૉકડાઉન લગાવશે સરકાર?

કોવિડ-19ના વધતા કેસ વચ્ચે સવાલ છે કે શું સંક્રમણને રોકવા માટે કેન્દ્ર સરકાર આખા દેશમાં લૉકડાઉન લગાવશે? નીતિ આયોગના સભ્ય અને કોવિડ-19 ટાસ્કફોર્સના અધ્યક્ષ ડૉ. વીકે પૉલને જ્યારે આ સવાલ પૂછવામાં આવ્યો તો તેમણે ખુલીને જવાબ આપ્યો હતો, તેમણે કહ્યુ કે કેન્દ્ર સરકાર સંક્રમણની ચેન તોડવા માટે રાજ્યોને લૉકડાઉનને લઇને દિશા નિર્દેશ આપી ચુકી છે.

29 એપ્રિલે જાહેર કરી હતી ગાઇડલાઇન્સ

વીકે પૉલે કહ્યુ, ‘જ્યારે વાયરસનું સંક્રમણ વધે ચે તો ચેન તોડવા માટે બીજા ઉપાયોની સાથે પબ્લિક મૂવમેન્ટ પર પ્રતિબંધ મુકવામાં આવે છે, જેને લઇને 29 એપ્રિલે એક ગાઇડલાઇન જાહેર કરવામાં આવી હતી, જેમાં સંક્રમણને રોકવા માટે રાજ્યોને આદેશ આપવામાં આવ્યા હતા. વીકે પોલે આગળ કહ્યુ, રાજ્યોને કહેવામાં આવ્યુ હતું કે આપણે ટ્રાન્સમિશનને રોકવાનો છે અને જે વિસ્તારમાં સંક્રમણ દર 10 ટકાથી વધુ છે, ત્યા નાઇટ કરર્ફ્યૂ લગાવવામાં આવે. જોકે, તેને લઇને નિર્ણય રાજ્ય સરકારોએ કરવાનો છે. આ સિવાય સામાજિક, રાજકીય, રમત, ધાર્મિક કાર્યક્રમો પર રોક છે. શોપિંગ કોમ્પલેક્સ, થિયેટર, રેસ્ટોરન્ટ, બાર, સ્પોર્ટ્સ કોમ્પલેક્સ, સ્વીમિંગ પૂલ, ધાર્મિક સ્થળ વગેરેને બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે.

દેશભરમાં 24 કલાકમાં 4.12 નવા કેસ અને 3980 મોત

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં ભારતમાં 4 લાખ 12 હજાર 262 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે, જ્યારે આ દરમિયાન 3980 લોકોએ જીવ ગુમાવ્યો છે. તે બાદ ભારતમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 2 કરોડ 10 લાખ 77 હજાર 410 થઇ ગઇ છે, જ્યારે 2 લાખ 30 હજાર 168 લોકો પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે.


દેશમાં એક્ટિવ કેસ 35 લાખની પાર

આંકડા અનુસાર, દેશભરમાં અત્યાર સુધી કોવિડ-19થી 1 કરોડ 72 લાખ 80 હજાર 844 લોકો સ્વસ્થ થયા છે. જોકે, છેલ્લા કેટલાક દિવસમાં સ્વસ્થ થવાના દરમાં ઘટાડો થયો છે અને આ 81.99 ટકા પર પહોચી ગયો છે. આ સાથે જ એક્ટિવ કેસ સતત વધી રહ્યા છે અને દેશભરમાં 35 લાખ 66 હજાર 398 લોકોની સારવાર ચાલી રહી છે, જે કુલ સંક્રમિતોની સંખ્યાના 16.92 ટકા છે.

No comments:

Post a Comment