Search This Website

Monday, May 17, 2021

ગુજરાત પર ત્રાટક્યું તાંડવ : અમદાવાદથી આટલા કિમી દૂર છે વાવાઝોડું, દીવ-ઉના, રાજુલામાં મચાવી તબાહી

 


ગુજરાત પર ત્રાટક્યું તાંડવ : અમદાવાદથી આટલા કિમી દૂર છે વાવાઝોડું, દીવ-ઉના, રાજુલામાં મચાવી તબાહી





ગુજરાતમાં તૌકતે વાવાઝોડાનો કહેર


દીવથી પ્રવેશી વાવાઝોડું ભાવનગર પહોંચ્યું


વાવાઝોડુ ધીમી ગતિએ રાજ્યમાં આગળ વધી રહ્યુ છે



અમદાવાદથી 230 કિમી દૂર છે વાવાઝોડું

હવામાન વિભાગ દ્વારા મંગળવારે સવારે 7.30 અપાયેલ અપડેટ અનુસાર વાવાઝોડું અમદાવાદથી દક્ષિણ પશ્ચિમમાં 230 કિમી દૂર છે જ્યારે અમરેલીથી 10 કિમી દૂર છે. વાવાઝોડું ઉત્તર-ઉત્તર તરફ જ આગળ વધવાની શક્યતા છે. સાથે જ જેમ જેમ આગળ વધે તેમ વાવાઝોડું નબળું પડવાની આગાહી કરવામાં આવી છે. હાલ પવનની ગતિ 120 થી 130 કિમી પ્રતિ કલાક છે જોકે આ ગતિ 140 કિમી પ્રતિ કલાક સુધી પહોચી શકે છે.

ગુજરાત પર ત્રાટક્યું તૌકતે

ગઇકાલે રાતથી જ ગુજરાત રાજ્યમાં પ્રવેશ્યા બાદ વાવાઝોડું આખા રાજ્યને ઘમરોળી રહ્યું છે. સોમવારે રાત્રે 9 વાગ્યાની આસપાસ તૌકતે વાવાઝોડાએ ગુજરાતને ટક્કર મારી અને તેજીથી ગુજરાતમાં આગળ વધ્યું. સૌથી વધારે અસર દીવ, અમરેલી, જૂનાગઢ તથા ગીર સોમનાથ જિલ્લામાં જોવા મળી છે. આખી રાત દીવમાં અતિભારે વરસાદ વરસતો રહ્યો. ગુજરાત પર તૌકતે આફત બનીને ત્રાટક્યું છે.

ચાર જિલ્લાઓમાં ભયંકર વરસાદ

નોંધનીય છે કે સોમવારે રાજ્યમાં પ્રવેશ બાદ ધીમે ધીમે વાવાઝોડાની ગતિમાં ઘટાડો થઈ રહ્યો છે. વેરાવળ અને સોમનાથમાં પણ વાવાઝોડાએ તારાજી સર્જી છે. વાવાઝોડા સાથે અનેક વૃક્ષો ધરાશાયી થઈ જવાની ઘટનાઓ સામે આવી છે. સોમનાથ બાદ સૌથી વધારે નુકસાન રાજુલા અને જાફરાબાદમાં થી છે. રાજુલાથી સાવરકુંડલા જવાનો રસ્તો પણ બંધ થઈ ગયો હતો અને વૃક્ષો પડી જતાં રાજુલાથી ભાવનગરનો રસ્તો પણ બંધ હતો. રાજુલામાં 175 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. ઉના અને ગીરમાં અનેક ગામો સંપરવિહોણા બન્યા છે. સોમનાથ, વેરાવળ, ઉનામાં 130 કિલોમીટર સુધીની પવનની ઝડપ જોવા મળી હતી.

દીવમાં મચાવી તબાહી

દીવમાં વાવાઝોડાએ ભયંકર તબાહી મચાવી છે. દીવમાં ભારે પવન સાથે આખી રાત ભયંકર જળબંબાકાર જેવી સ્થિતિ રહી હતી જેના કારણે લોકોમાં દહેશતનો માહોલ જોવા મળ્યો હતો. વાવાઝોડાના કારણે આખા દીવમાં અંધારપટ જેવી સ્થિતિ થઈ હતી અને દીવ સિટીમાં દરિયાનું પાણી ઘૂસી ગયું છે. ઊનામાં પણ વાવાઝોડાએ તારાજી સર્જી છે.

No comments:

Post a Comment