દેશમાં સંપૂર્ણ લોકડાઉનની માંગ:કોવિડ ટાસ્ક ફોર્સે કહ્યું- સંક્રમણની ચેન તોડવા માટે 15 દિવસનું લોકડાઉન જરૂરી, સરકાર આજે નિર્ણય લે તેવી શક્યતા
બીજી લહેરમાં સંક્રમણની ચેનને તોડવા માટે કોવિડ ટાસ્ક ફોર્સના સભ્યોએ દેશમાં સંપૂર્ણ લોકડાઉન કરવાની માંગ કરી છે.-ફાઇલ- કોવિડ ટાસ્ક ફોર્સે દેશમાં બે અઠવાડિયાનું સંપૂર્ણ લોકડાઉન કરવાની માંગ કરી
- આ મુદ્દે કેન્દ્ર સરકાર સોમવારે નિર્ણય લઈ શકે છે
છેલ્લા 24 કલાકમાં દેશમાં સાડા ત્રણ લાખથી વધુ કોરોના કેસ નોંધાયા છે. આ આંકડો આશરે 50 દેશોમાં એક દિવસમાં મળેલા કેસો કરતા વધારે છે. બીજી લહેરમાં ઝડપી ફેલાઈ રહેલા સંક્રમણની ચેનને તોડવા માટે કોવિડ ટાસ્ક ફોર્સના સભ્યોએ દેશમાં સંપૂર્ણ લોકડાઉન કરવાની માંગ કરી છે. આ સભ્યોમાં એઈમ્સ અને ઇન્ડિયન કાઉન્સીલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)નો સમાવેશ થાય છે. આ મુદ્દે કેન્દ્ર સરકાર સોમવારે નિર્ણય લઈ શકે છે.
સૂત્રોએ ભાસ્કરને જણાવ્યું હતું કે બંને સભ્યો એક અઠવાડિયાથી આ માંગણીઓ કરી રહ્યા છે. ICMRએ અપીલ કરી છે કે કોરોનાની બીજી લહેરની પીક આવવાની બાકી છે. સંસ્થા કહે છે કે આવી પરિસ્થિતિમાં સંક્રમણની ચેનને તોડવા માટે બે અઠવાડિયાનું સંપૂર્ણ લોકડાઉન આવશ્યક છે.
કેન્દ્ર લગાવી શકે છે આંશિક લોકડાઉન
ICMR અને એઈમ્સના અભિપ્રાય અંગે કેન્દ્રએ કોઈ નિર્ણય લીધો નથી. સૂત્રોએ જણાવ્યું છે કે 3 મે પછી કેન્દ્ર તેના પર નિર્ણય લઈ શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જો સંપૂર્ણ લોકડાઉન નહીં થાય તો આંશિક લોકડાઉનની સરકાર જાહેરાત કરી શકે છે.
નિષ્ણાંતે કહ્યું - બીજી લહેર મેમાં સમાપ્ત થઈ શકે છે, પરંતુ નિયમોનું પાલન કરવું પડશે
અશોકા યુનિવર્સિટીના ત્રિવેદી સ્કૂલ ઓફ બાયોસાયન્સિસના ડિરેક્ટર અને વાઇરોલોજિસ્ટ ડો.શાહિદ જમીલે ભાસ્કરને જણાવ્યું હતું કે મે મહીનાના બીજા અઠવાડિયામાં કોરોનાની બીજી લહેરની પીકઆવી શકે છે. હમણાં આપણે કહી શકતા નથી કે કેટલા કેસ સામે આવશે. આ આંકડો દરરોજ 5-6 લાખ કેસનો પણ હોઈ શકે છે. ખરેખર, આ આંકડો કોવિડ બાબતે રાખવામા આવતી સાવધાની અને તેના વ્યવહાર પર આધાર રાખે છે.
ડો.જમીલ માને છે કે જો લોકો કોવિડ માર્ગદર્શિકાનું પાલન કરશે, તો કદાચ મે મહીનાના અંતમાં આપણે બીજી લહેરથી બહાર આવી શકીએ છીએ, પરંતુ જો લોકો આ રીતે જ નિયમોનું ઉલ્લંઘન કરતા રહ્યા તો આ લહેર વધુ લાંબી પણ ચાલી શકે છે.
રાજ્યોએ લોકડાઉન લાદવાનો નિર્ણય લીધો છે
હાલમાં દિલ્હી, રાજસ્થાન, હરિયાણા, ઓડિશામાં સંપૂર્ણ લોકડાઉન છે. મીની લોકડાઉન મહારાષ્ટ્ર અને પંજાબમાં લાગુ કરવામાં આવ્યું છે. યુપીમાં વિકેન્ડ લોડાઉન કરવામાં આવી રહ્યું છે. મધ્યપ્રદેશમાં પણ 7 મે સુધી જનતા કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે.
- કોવિડ ટાસ્ક ફોર્સે દેશમાં બે અઠવાડિયાનું સંપૂર્ણ લોકડાઉન કરવાની માંગ કરી

સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપી ખાસ સલાહ, કહ્યું કોરોનાને કાબૂમાં લેવા માટે લોકડાઉન અંગે સરકાર વિચાર કરે
posted on at
- દેશમાં કોરોનાની બીજી લહેરનો કહેર
- સુપ્રીમ કોર્ટની કેન્દ્ર સરકારને સલાહ
- લોકડાઉન અંગે સરકાર વિચાર કરે
દેશમાં કોરોના વાયરસની બીજી લહેરને બેકાબૂ કરવા માટે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારને લોકડાઉન અંગે વિચાર કરવાનું કહ્યું છે. રવિવારે રાતે સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે કેન્દ્ર અને રાજ્ય સરકારના સામૂહિક સમારોહ અને સુપર સ્પ્રેડર કાર્યક્રમો પર રોક લગાવવાનો વિચાર કરવા આગ્રહ કરી રહ્યા છીએ. સુપ્રીમ કોર્ટે સરકારને કહ્યું છે કે તેઓ લોક કલ્યાણના હિતમાં અન્ય લહેરના વાયરસ પર અંકુશ મેળવવા માટે લોકડાઉન કરવાનો વિચાર કરી શકે છે.
સ્થિતિ ગંભીર બની રહી છે ત્યારે કડક પગલા જરૂરી
કોરોના વાયરસની બીજી લહેરમાં સ્થિતિની ગંભીરતાને જોતાં સુપ્રીમ કોર્ટે આ કેસમાં કોઈ પણ દર્દીની પાસે કોઈ રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશનું સ્થાનિક પ્રમાણપત્ર કે આઈડી પ્રૂફ ન હોય તો પણ તેને હોસ્પિટલમાં દાખલ કરવા અને જરૂરી દવા આપવાના આદેશ આપ્યા છે. કોઈ પણ હોસ્પિટલ દર્દીને આ સુવિધાઓની મનાઈ કરી શકશે નહીં.
હોસ્પિટલમાં દર્દીને દાખલ કરવા માટે ડોક્યુમેન્ટ સંબંધી નીતિ જલ્દી બનાવાયઃ સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે કેન્દ્ર સરકાર આ સંબંધમાં 2 અઠવાડિયામાં હોસ્પિટલમાં દાખલ થવા સંબંધી રાષ્ટ્રીય નીતિ લાવે. કોર્ટે કહ્યું છે કે આ નીતિ તમામ રાજ્ય સરકારની તરફથી માનવામાં આવશે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જ્યાં સુધી નીતિ તૈયાર થતી નથી ત્યાં સધી કોઈ પણ દર્દીને સ્થાનિક પ્રૂફ વિના પણ અને આઈડી પ્રૂફ વિના પણ હોસ્પિટલમાં દાખલ થવાથી રોકી શકાશે નહીં.
ઓક્સીજનની અછતને લઈને સુપ્રીમ કોર્ટે આપ્યા ખાસ આદેશ
દિલ્હીમાં ઓક્સીજનની અછતને લઈને સુપ્રીમ કોર્ટે આદેશમાં કહ્યું છે કે દિલ્હીની ઓક્સીજનની ખામી 3મેની મધ્ય રાત કે તે પહેલા જ સુધારી લેવાશે. કેન્દ્ર સરકાર ઓક્સીજનના સપ્લાયની વ્યવસ્થા મુદ્દે રાજ્યો સાથે વિચાર વિમર્શ કરી રહી છે. આ સાથે ઈમરજન્સીમાં ઓક્સીજનનો સ્ટોક અને ઈમરજન્સી ઓક્સીજન પૂરો પાડવાને બદલે ડિસેટ્રલાઈઝ કરવામાં આવે.
ઓક્સીજન, વેક્સીનની કિંમત અંગે પણ સુપ્રીમે કેન્દ્રને કરી ટકોર
આ સાથે સુનાવણીમાં સુપ્રીમે કહ્યું કે કેન્દ્ર સરકારે કોરોના વાયરસની વેક્સીનના મૂલ્યને નક્કી કરવું અને સાથે તેની ઉપલબ્ધતા, ઓક્સીજન અને જરૂરી દવાઓની ઉપલબ્ધતા અંગે પણ વિચાર કરવો પડશે. ઉલ્લેખનીય છે કે રાજધાની દિલ્હીમાં ઓક્સીજનની ખામીને લઈને હાહાકાર મચ્યો છે. થોડા દિવસોમાં ઓક્સીજનની ખામીના કારણે અનેક દર્દીના મોત પણ થયા છે.
આ પણ વાંચો :- મહામારી / આ એકમાત્ર ઉપાયથી ભારતમાં કોરોના કાબૂમાં આવી જશે, દુનિયાના ટોચના મહામારી નિષ્ણાંતે ફરી સલાહ આપી
No comments:
Post a Comment