Search This Website

Sunday, May 30, 2021

કોરોનાથી ડર લાગી રહ્યો હોય તો આ નંબર પર કોલ કરો, અહીં તમારું મનોબળ વધી જશે




કોરોનાથી ડર લાગી રહ્યો હોય તો આ નંબર પર કોલ કરો, અહીં તમારું મનોબળ વધી જશે


કોરોનાને લઈ મનમાં કોઈ પણ અવઢવ હોય તો સરકારે જાહેર કરેલ નંબર પર ફોન કરો


નંબરની જાણકારી સતત તમને દરેક મીડિયામાં મળશે


કોરોના અંગે જાગૃતતા ફેલાવવા આ નંબર જાહેર કરવામાં આવ્યા



કોરોનાને લઈ મનમાં કોઈ પણ અવઢવ હોય તો સરકારે જાહેર કરેલ નંબર પર ફોન કરો

છેલ્લા કેટલાક મહિનામાં સરકારે પ્રિન્ટ, ટીવી, રેડિયો, સોશિયલ મીડિયા સહિત અન્ય પ્લેટ્ફોર્મસ દ્વારા લોકોમાં જાગૃતતા વધારવાનું કામ કર્યું છે. ભારતના નાગરિકો માટે માત્ર હેલ્પલાઈન નંબર જ નહીં, પણ સાથે સાથે લોકોને મહામારી સામે કઈ રીતે લડવું તે અંગે જાગૃત પણ કરવામાં આવ્યા. તેથી જો કોરોનાને લઈ તમારા મનમાં કે તમારા પરિવારના સભ્યોને કોઈ પણ સવાલ હોય તો તેનો યોગ્ય જવાબ તમને નીચે આપેલ નંબર પરથી મળી રહેશે.






નંબરની જાણકારી સતત તમને દરેક મીડિયામાં મળશે

જો તમે આ નંબર યાદ રાખવાનું ભૂલી જશો તો ગભરાવવાની બિલકુલ જરૂર નથી, કારણકે હવે હવે તમને ઘણા બધા માધ્યમો દ્વારા આ નંબરની માહિતી સતત રીતે મળતી રહેશે. જેમ કે જો તમે કોઈ ન્યૂઝ ચેનલ જોઈ રહ્યા છો તો થોડી થોડી વારના અંતરે કે પછી વિરામના સમયે અને ખાસ કરીને પ્રાઇમ ટાઈમના સમયે દરેક ન્યૂઝ ચેનલ પર આ નંબર લોકોને બતાવવામાં આવશે. રાષ્ટ્રીય સ્તર પર જાહેર કરવામાં આવેલા આ નંબરો લોકો સુધી પહોંચાડી કોરોના મહામારી સામે જાગૃતતા ફેલાવવામાં પોતાનું યોગદાન અમારી સાથે તમે પણ આપજો. સરકાર દ્વારા ચાર હેલ્પલાઈન નંબર બહાર પાડવામાં આવ્યા છે. 1075 (કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય), 1098 (કેન્દ્રીય મહિલા એન બાલ વિકાસ મંત્રાલય), 14567(કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય), અને 08046110007 (માનસિક ચિંતામાં મદદ માટે)






કોરોના અંગે જાગૃતતા ફેલાવવા આ નંબર જાહેર કરવામાં આવ્યા

કેંદ્રએ રવિવારે દેશની બધી જ ખાનગી ચેનલો માટે એક દિશાનિર્દેશ જાહેર કર્યા છે અને કહ્યું છે કે દરેક ચેનલો પોતાની સ્ક્રીન પર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ હેલ્પલાઈન નંબર બતાવી કોરોના અંગે જાગૃતતા ફેલાવવા માટે સરકારની મદદ કરે. આ સાથે જ સરકારે કહ્યું કે કેન્દ્ર કોરોના મહામારીને લઈ માત્ર ત્રણ વાતોથી લોકોને જાગૃત કરવા માંગે છે. 1 કોવિડ સારવાર પ્રોટોકોલ 2. કોવિડ માટે યોગ્ય વ્યવહાર 3. રસીકરણ







Source link

No comments:

Post a Comment