અગ્નિપરીક્ષા / આજે મીની લોકડાઉનનો છેલ્લો દિવસ, વેપારીઓની માગ સામે સરકાર શું લેશે નિર્ણય?
posted on at
- મીની લોકડાઉનની સમય મર્યાદા આજે પૂર્ણ,
- ધંધા રોજગારને છૂટછાટ આપવી કે નહિ તેને લઇ આજે નિર્ણય
- અમદાવાદના વેપારીઓ સરકારને કરી રહ્યા છે રજૂઆત
- ધંધા રોજગારમાં હવે છૂટછાટ આપવા રજૂઆત
- કોરોના કેસ ઘટતા હવે છૂટછાટ અપાઈ તેવી માંગ
- મીની લોકડાઉનના કારણે ભાડા કે હપ્તા થઇ રહ્યા છે બાઉન્સ : વેપારી
આજે મીની લોકડાઉનની સમય મર્યાદા પૂર્ણ થઈ રહી છે. ઘંધો રોજગારને છૂટછાટ આપવા કે નહીં તેને લઈને આજે નિર્ણય લેવામાં આવશે. એવાનાં અમદાવાદના વેપારીઓએ સરકારને રજૂઆત કરી છે. આ રજૂઆત ધંધા રોજગારમાં હવે છૂટછાટ આપવા માટે કરવામાં આવી છે. તેમનું કહેવું છે કે કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે માટે હવે ધંધા રોજગારમાં છૂટછાટ આપવા માટે માંગ કરવામાં આવી રહી છે. વેપારીઓનું કહેવું છે કે મીની લોકડાઉનના કરાણે ભાડા કે હપ્તા બાઉન્સ થઈ રહ્યા છે. માટે ધંધા રોજગારમાં છૂટછાટ આપવા વેપારીએઓ સરકાર પાસે છૂટછાટની માંગ કરી છે.
અમદાવાદમાં સતત વધી રહેલા કેસોમાં સતત ઘટાડો
અમદાવાદમાં સતત વધી રહેલા કોરોનાના કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં જે કોરોનાના કેસ 6 હજારથી ઉપર પહોંચ્યા હતા તે હવે 1500ની નીચે આવી ગયા છે. જ્યારે કોરોનાના કહેરથી રાહત એટલા અંશે થઈ શકે છે હવે હોસ્પિટલમાં બેડ પણ મળી રહ્યા છે. આ અગાઉ થોડા દિવસો પહેલા સિવિલ બહાર એમ્બ્યુલન્સની લાઈનો જોવા મળતી હતી. જેનો ભય લોકોના મન ઘર કરી ગયો હતો. પરંતુ હવે કોરોનાના કેસ ઘટતા થોડી રાહત થઈ છે.
મીની લોકડાઉનની સમય મર્યાદા આજે પૂર્ણ
હવે આ રાહત દરમિયાન અમદાવાદના વેપારીઓને લઈને સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં વેપારને છૂટ આપવા માંગ ઉભી થઈ છે. અમદાવાદમાં કોરોના કેસો ઘટ્યાં છે ત્યારે હોલસેલ અને રિટેલ બજારો ખોલવા માંગની ઉભી થઈ છે. બજારો ખૂલે તો જ ઔદ્યોગિક એકમો ધમધમશે. ઓડ ઈવન પદ્ધતિથી બજારો ચાલુ રાખવા સૂચન આપ્યા છે. મર્યાદિત કલાકો માટે પણ બજારો ચાલુ રાખવા છૂટ આપી શકાય છે. મીની લોકડાઉનની સમય મર્યાદા આજે પૂર્ણ થઈ રહી છે. ત્યારે, ધંધા રોજગારને છૂટછાટ આપવી કે નહીં તેને લઇ આજે નિર્ણય લેવાશે. અમદાવાદના વેપારીઓ આ અંગે સરકારને રજૂઆત કરી રહ્યા છે.
No comments:
Post a Comment