
કોવિશિલ્ડના બે ડોઝ વચ્ચેનું અંતર આટલા સપ્તાહ કરી દેવા ભલામણ, કેન્દ્ર સરકાર લઈ શકે છે મોટો નિર્ણય
posted on at
- કોરોના કોવિશીલ્ડને વેક્સિનને લઇ સરકારી પેનલની રજૂઆત
- સરકારી પેનલ NTAGIની કોવિશીલ્ડને લઇ રજૂઆત
- સંક્રમણથી ઠીક થનારને 6 મહિના બાદ આપવા રજૂઆત
- કોવિશીલ્ડના 2 ડોઝ વચ્ચે 12થી 16 સપ્તાહ કરવા રજૂઆત
- કો-વેક્સિનના 2 ડોઝ વચ્ચેના સમયમાં કોઇ ફેરફાર નહીં
કોવિશિલ્ડના બે ડોઝ વચ્ચે ગેપ વધારવા માટે ભલામણ
ભારતમાં કોરોના વાયરસના વધતાં કેસ વચ્ચે ચાલી રહેલા રસીકરણ અભિયાનમાં હાલમાં બે વેક્સિન લોકોને આપવામાં આવી રહી, કોવિશિલ્ડ તથા કોવેક્સિન. આ બંને વેક્સિનમાં બે બે ડોઝ આપવામાં આવી રહ્યા છે ત્યારે કેટલાય રાજ્યોમાં હાલ પૂરતી વેક્સિનની અછત થઈ રહી છે ત્યારે કેન્દ્ર સરકારની પેનલ દ્વારા કોવિશિલ્ડના બે ડોઝ વચ્ચેના અંતરને વધારવા માટે ભલામણ કરવામાં આવી છે.
12થી 16 સપ્તાહનું અંતર રાખવા આગ્રહ
કેન્દ્ર સરકારના રાષ્ટ્રીય રસીકરણ ટેકનિકલ સલાહ સમૂહ દ્વારા કોવિશિલ્ડના બે ડોઝની વચ્ચે અંતર વધારીને 12થી 16 સપ્તાહ કરી દેવા માટે ભલામણ કરવામાં આવી છે. જોકે કોવેક્સિનના ડોઝમાં બદલાવ મુદ્દે હાલ કોઈ ચર્ચા થઈ રહી નથી. નોંધનીય છે કે ભારતમાં કોરોના વાયરસની બીજી લહેરની વચ્ચે રસીકરણને તેજીથી આગળ વધારવું એ મોટો પડકાર બની ગયો છે. વેક્સિન નિર્માતા કંપની સિરમ ઇન્સ્ટિટ્યૂટ વેક્સિનના ઉત્પાદન માટે સંઘર્ષ કરી રહી છે અને માંગ મુજબ દેશમાં વેક્સિન ઉત્પાદિત થઈ રહી નથી.
સતત વધારવામાં આવી રહ્યું છે બે ડોઝ વચ્ચેનું અંતર
નોંધનીય છે કે ત્રણ મહિનામાં આ ત્રીજી વાર છે જ્યારે કોવિશિલ્ડના બે ડોઝ વચ્ચેનું અંતર વધારવા માટે ચર્ચા કરવામાં આવી રહી છે. પહેલા કેન્દ્ર સરકારે આ રસીના બે ડોઝ વચ્ચે 28 દિવસનું અંતર રાખ્યું હતું જેને બાદમાં લંબાવીને 8 સપ્તાહનું કર્યું હતું. જોકે હવે જો સરકાર પેનલની ભલામણ સ્વીકાર કરે છે તો અંતર વધારીને 12થી 16 સપ્તાહ કરી દેવામાં આવશે.
No comments:
Post a Comment