
સ્ટીરોઈડ નહીં પણ આ કારણોથી ફેલાઈ રહી છે બ્લેક ફંગસની બીમારી, એમ્સના ડોક્ટર્સે આપી સલાહ
posted on at
- દેશમાં વધ્યા બ્લેક ફંગસના કેસ
- સ્ટીરોઈડ નહીં પણ કોરોનાના નવા સ્વરૂપથી ફેલાઈ રહી છે મહામારી
- એમ્સના ડોક્ટર્સે કર્યા સાવધાન
દેશમાં બ્લેક ફંગસના કેસ ઝડપથી વધી રહ્યા છે ત્યારે એમ્સ દિલ્હીના ડોક્ટર્સનું કહેવું છે કે બ્લેક ફંગસ હવે ડાયાબિટિસ કે સ્ટીરોઈડ સુધી સીમિત રહ્યું નથી,અચાનકથી વધતી દર્દીની સંખ્યા પાછળ કોરોનાના નવા સ્ટ્રેન જવાબદાર છે. જેના કારણે દેશમાં સંકટ જોવા મળી રહ્યું છે.
એક અઠવાડિયામાં દિલ્હીમાં લગભગ 80 દર્દીઓ
દિલ્હી એમ્સમાં છેલ્લા એક અઠવાડિયામાં 75-80 દર્દીઓ બ્લેક ફંગસના કારણે દાખલ થયા છે. દેશમાં તેમની હોસ્પિટલમાં બ્લેક ફંગસના 50 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. એમ્સના ડો. એમવી પદ્માએ કહ્યું કે બ્લેક ફંગસ ઝડપથી વધી રહ્યું છે. તેને અનિયંત્રિત ડાયાબિટિસ અને સ્ટીરોઈડની દવાઓ સાથે જોડીને જોવામાં આવતું હતુ પણ હવે એવું નથી. નવા સ્ટ્રેન પણ તેમાં મદદ કરી રહ્યા છે.
દિલ્હી એમ્સે બનાવી ટાસ્ક ફોર્સ
રોજ વધતા બ્લેક ફંગસના કેસને લઈને દિલ્હી એમ્સે એક ટાસ્ક ફોર્સનું નિર્માણ કર્યું છે જે સતત કેસની દેખરેખ કરી રહી છે. અહીંના ડોક્ટર્સના જણાવ્યા અનુસાર બ્લેક ફંગસના કેસમાં 40 વર્ષથી મોટી ઉંમરના લોકો જોવા મળી રહ્યા છે.
જાણો શું કહ્યું ડો. રણદીપ ગુલેરિયાએ
તેઓએ કહ્યું કે જે લોકોમાં ડાયાબિટીસનું પ્રમાણ અનિયંત્રિત છે અને સાથે તેમને કોરોના થઈ ચૂક્યો છે અથવા તો તેઓ સંક્રમિત છે તેમના માટે બ્લેક ફંગસની શક્યતા વધારે રહે છે. આ સિવાય જેમને ડાયાબિટીસ છે તેમને સ્ટીરોઈડ આપવામાં આવે તો તેનાથી ડાયાબિટીસ વધે છે. જો તેને રોકવા માટે ઈન્સ્યુલિન ન લેવાય તો તે નુકસાન કરી શકે છે.
No comments:
Post a Comment