સૌથી મોટા સમાચાર : ગમે ત્યારે અમદાવાદને સ્પર્શસે વાવાઝોડું, પાટણ નજીક નબળું પડી જાય તેવી શક્યતા
posted on at
- તૌકતે વાવાઝોડાને લઇ મહત્વના સમાચાર
- વાવાઝોડુ સૌરાષ્ટ્ર બાદ મધ્ય ગુજરાતમાંથી થશે પસાર
- ગમે તે સમયે અમદાવાદને સ્પર્શશે વાવાઝોડું
ગુજરાતમાં આગળ ધપી રહ્યું છે તૌકતે
તૌકતે વાવાઝોડું પહેલા કરતાં ધીમે ધીમે નબળું પડતું જઈ રહ્યું છે ત્યારે આ વાવાઝોડું હવે ધીમે ધીમે ગુજરાતમાં આગળ વધી રહ્યું છે. વાવાઝોડું ગમે તે સમયે અમદાવાદને સ્પર્શી શકે છે અને સાથે સાથે વડોદરા તથા સુરતમાં પણ પવન સાથે વરસાદ વરસશે. વાવાઝોડાની દિશા અનુસાર તે પાટણના મધ્યમાંથી બનાસકાંઠામાં પ્રવેશ કરશે.
પાટણથી 17 કિમી દૂર નબળું પડી જશે વાવાઝોડું : આગાહી
પાટણથી મધ્યમાં થઈને બનાસકાંઠામાંથી વાવાઝોડું 11થી 12 વાગ્યાની વચ્ચે રાજસ્થાનમાં પ્રવેશ કરશે. વાવાઝોડાને જોતાં રણકાંઠાના વિસ્તારોમાં સ્થળાંતર માટે ટીમો મોકલી દેવામાં આવી છે. રાધનપુર તાલુકાના 127 ગામોમાં થશે સ્થળાંતર પ્રક્રિયા જેમાં કાચા મકાન અને ઝૂંપડાના મકાનમાં રહેતા લોકોનું સ્થળાંતર કરવામાં આવશે. પાટણથી 17 કિ.મી દૂર વાવાઝોડું નબળુ પડવાની શક્યતા છે.
No comments:
Post a Comment