
જો લૉકડાઉન નહીં થાય તો સ્થિતિ વધુ બગડશે, ગુજરાતના ડોક્ટરનું ચોંકાવનારું નિવેદન
posted on at
- કોરોના વાયરસનો કહેર
- કેસ ઘટ્યા પણ ડોક્ટર્સ ચિંતિત
- સ્થિતિમાં નથી આવ્યો સુધારો
ઉલ્લેખનીય છે કે,રાજ્યના મહાનગરોની સાથોસાથ ગ્રામ્ય વિસ્તારોમાં પણ સ્થિતિ અત્યંત ખરાબ થઇ છે. ત્યારે જાણીતા ડો.વસંત પટેલની VTV ન્યૂઝ સાથે વાતચીત કરી હતી.
ગુજરાતમાં 15 દિવસનું લૉકડાઉન જરૂરી છે
ડો.વસંત પટેલે જણાવ્યું હતું કે, સરકારે 15 દિવસનું લોકડાઉન કરવું જોઇએ. સાથે જ તેમણે એવું પણ કહ્યું હતું કે, હોસ્પિટલ ઉભી કરાઇ છે પણ સામે સ્ટાફ નથી.
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 12,820 નવા કેસ નોંધાયા છે તો સંક્રમણના કારણે 153 લોકોના મોત નિપજ્યા છે. આ સાથે જ 11,999 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 4,52,275 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે.
5 દિવસના રાષ્ટ્રિય લોકડાઉનની ટાસ્ક ફોર્સે કરી ભલામણ
કોરોના વાયરસ સંક્રમણની બીજી લહેરે દેશમાં કોહરામ મચાવ્યો છે ત્યારે દેશમાં રોજ નવા રેકોર્ડ બની રહ્યા છે. શુક્રવારની વાત કરીએ તો કોરોનાના નવા દર્દીની સંખ્યા 4 લાખનો આંક પાર કરી ચૂકી હતી. આ વધતા આંકને જોઈને ટાસ્ક ફોર્સે કેન્દ્ર સરકારને 15 દિવસના રાષ્ટ્રિય લોકડાઉનની ભલામણ કરી છે. આ અંગે આજે સરકાર નિર્ણય લઈ શકે છે.
છેલ્લા 24 કલાકમાં 140 દર્દીઓના મોતથી ખળભળાટ
ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 140 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 7648 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 747 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 1,47,499 પર પહોંચ્યો છે.
ઉત્તર ગુજરાતના મહેસાણાએ ચિંતા વધારી
કોરોનાનો પ્રકોપ દરરોજ વધી રહ્યો છે. ત્યારે ગત 24 કલાકમાં નોંધાયેલા કોરોનાના કેસમાં અમદાવાદ સુરત બાદ મહેસાણા જિલ્લામાં ચિંતાજનક આંકડો નોંધાયો છે. ઉત્તર ગુજરાતના મહેસાણામાં પણ કોરોના કહેર જોવા મળી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. ગત 24 કલાકમાં અહીં 492 નવા કેસ નોંધાયા હતા.
અત્યાર સુધીમાં 1,25,73,211 લોકોને અપાઇ રસી
સારા સમાચાર એ છે કે, રાજ્યમાં અત્યાર સુધીમાં 1,25,73,211 લોકોનો કોરોનાની રસી આપવામાં આવી છે.
સુરત અને અમદાવાદમાં કોરોના બેકાબૂ
ગુજરાતમાં રસીકરણની કામગીરી ચાલુ હોવા છતાં બીજી તરફ પરિસ્થિતિ બેફામ છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 4616 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 55 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 1309 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 347 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 497 કેસ, જ્યારે ગ્રામ્યમાં 439 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 397 કેસ અને ગ્રામ્યમાં 127 કેસ નોંધાયા છે.
No comments:
Post a Comment