Search This Website

Monday, May 24, 2021

મોટાભાગના લોકો નથી જાણતા રાત્રે ક્યા પડખે સૂવું જોઈએ ? ડાબે કે જમણે ?

 

મોટાભાગના લોકો નથી જાણતા રાત્રે ક્યા પડખે સૂવું જોઈએ ? ડાબે કે જમણે ?


માનવીના શરીર માટે આવેગોનૉ ખૂબ જ મહત્વ છે તેમા ઊંઘ અને આરામ નો પણ સમાવેશ થાય છે જો તેને જરૂર મુજબ આપણે આપણા શરીરને ના આપીએ તો ઘણી બધી મુશ્કેલીઓ સર્જાઇ શકે છે શરીર માટે ઉંઘ નુ ખૂબ જ મહત્વ છે પણ ઊંઘવા માટે ની સાચી રીત આપણે જાણતા નથી હોતા આજે અમે અહીં તમને કયા પડખે સુવું જોઈએ તેની માહિતી આપવાના છીએ  તો સમગ્ર બાબતો ધ્યાનથી વાંચવી.


દરેક માનવીની રાત્રે ઊંઘતી વખતે પડખા ફેરવવાની આદત હોય છે તો રાત્રે મોટાભાગના બધા વ્યક્તિઓ બંને પડખે સુતા હોય છે તો ડાબે પડખે  વધુ હિતાવહ કે જમણે પડખે વધુ હિતાવહ ? દરેક મિત્રોને જણાવી દઈએ કે ડાબે પડખે સુવાથી વધુ ફાયદો થતો હોય છે 


ડાબે પડખે સુવાથી થતા ફાયદા.


- ડાબે પડખે સુવાથી મોટો ફાયદો આપણી પાચન ક્રિયા પર થતો હોય છે આપણા શરીરનો બધો જ ખોરાક સૌપ્રથમ અન્નનળીથી જઠર માં ભેગો થતો હોય છે અને તેઓ વલોવાતો હોય છે અને આપણું જઠર આપણા શરીરમાં ડાબી બાજુ હોય છે જો ડાબા પડખે સુવામાં આવે તો તેમાં બધો જ ખોરાક વ્યવસ્થિત રીતે પાચન થતો  હોય છે માટે જો ડાબા પડખે સુવામાં આવે તો આપણે ભોજન બાદ ખોરાક પચાવવામાં સૌથી મોટી રાહત મળી રહે છે 


-   ડાબા પડખે સુવાથી આપણા શરીરમાં નાના આંતરડાંમાં રહેલો ખોરાક મોટા આંતરડામાં સરળતાથી જતો હોય છે જેથી કરીને સમગ્ર રાત્રી દરમિયાન આ પ્રક્રિયા ચાલતી હોય છે અને સવારે વહેલા  પેટ સાફ થઈ જાય છે 

- આપણા શરીરમાં હૃદય નું સ્થાન ડાબી બાજુ છે તે તમામ મિત્રોને ખબર જ છે માટે જો ડાબા પડખે સુવામાં આવે તો હૃદયમાં લોહીનું પરિભ્રમણ સારી રીતે થતું જોવા મળે છે અને તે લોહી આપણા મગજ સુધી પૂરેપૂરો સ્વસ્થ હોય છે માટે હૃદયની તકલીફો પણ આવી નાની-નાની બાબતોથી દૂર થતી હોય છે અને ભવિષ્યમાં કોઇ મોટી તકલીફ ન આવે તે માટે મદદ મળતી હોય છે 


- આપણા શરીરમાં જો એસિડિટીની તકલીફ હોય ગેસની તકલીફ હોય કબજિયાતની તકલીફ હોય તો ડાબા પડખે સુવું જોઈએ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ ના નિયમ મુજબ આપણા શરીરની ક્રિયા એવી રીતે થતી હોય છે કે આ તમામ રોગોમાં રાહત મળતી હોય છે અને સવારે પેટ સાફ થતું હોય છે માટે જો એસિડિટીની તકલીફ હોય ગેસની કે કબજિયાતની તકલીફ હોય તો તેવા વ્યક્તિ હંમેશા ડાબા પડખે સુવાની ટેવ પાડવી જોઈએ 


- રાત્રે સુતા હોય કે દિવસે સુતા હોય એક જ પડખે સૂઈ રહેવું એ હંમેશા શક્ય નથી માનવીનું શરીર ચંચળ હોય છે માટે આપણે વારાફરતી પડખાં ફેરવતા હોય છે પણ જો દરેક વ્યક્તિ ધ્યાન રાખે તો જમણા પડખા કરતા ડાબા પડખે સુવાની ટેવ વધુ રાખે તો ફાયદો થતો હોય છે વધુમાં વધુ ડાબા પડખે સુવાથી આપણા શરીરને ઘણા બધા ફાયદાઓ આપતી હોય છે એક જ પડખે સૂઈ રહેવું શક્ય નથી પણ વધુ સમય જો ડાબા પડખે સુવામાં આવે તેવું આપણે પોતે જ ટેવ પાડી શકીએ છીએ 




https://www.anjonews.com/2021/05/ratre-suva-ni-rit.html



મોટાભાગના લોકો નથી જાણતા રાત્રે ક્યા પડખે સૂવું જોઈએ ? ડાબે કે જમણે ?

No comments:

Post a Comment