Highlight Of Last Week
- GSEB APP: 25000+ Free Question Bank VSA,MCQ,SA,LA for Standard 10,11,12 Sci and Com and Board Paper
- ગુજરાત ગ્રામીણ ડાક સેવક ભરતી 2023,
- બહુ જલ્દી માર્કેટ આવશે આ કંપનીની ઇલેક્ટ્રિક કાર, જાણો કેટલી હશે કિંમત
- UGVCL Recruitment 2024 for Deputy Superintendent Accounts Posts
- કહેવત માં કાનો, માત્ર જેવું બધું જોડી શકાશે કહેવતો સરખી રીતે લખો...
Search This Website
Sunday, May 23, 2021
મુખ્યમંત્રીએ રાજ્યમાં કોરોના રસીકરણ અંગે કર્યો એક મહત્વપૂર્ણ નિર્ણય
મુખ્યમંત્રીએ રાજ્યમાં કોરોના રસીકરણ અંગે કર્યો એક મહત્વપૂર્ણ નિર્ણય
23-05-2021 | 8:52 pm
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના 10 શહેરોમાં હાલ ચાલી રહેલી 18 થી 45 વય જૂથના લોકોની રસીકરણ કામગીરીમાં રોજના 30 હજાર ડોઝ આપવામાં આવે છે, તે વધારીને આવતીકાલ સોમવારને 24 મે થી એક અઠવાડિયા સુધી રોજના ૧ લાખ ડોઝ આપવાનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં 18 થી 45 ની વય જૂથના યુવાઓનું રસીકરણ ઝડપથી અને વ્યાપક પણે થાય તેમજ વધુને વધુ યુવાઓને કોરોના સામેના આ અમોધ શસ્ત્ર એવા રસીકરણ નો લાભ આપી કોરોનાથી સુરક્ષિત રાખવાના આરોગ્ય રક્ષા ભાવ સાથે મુખ્યમંત્રીએ આરોગ્ય વિભાગને આ ડોઝ એક સપ્તાહ સુધી 1 લાખ ડોઝ રસીકરણ કરવા સૂચવ્યું છે.
યુવા આરોગ્ય હિતકારી આ નિર્ણયથી અગાઉ 30 હજાર યુવાઓના રોજ થતા રસીકરણમાં હવે રોજના એક લાખ યુવાઓને આવરી લેવાશે અને આ નિર્ણયને પરિણામે એક અઠવાડિયામાં અંદાજે 8 લાખ યુવાઓને કોરોના રસીકરણનો લાભ મળતા કોરોના સામે વધુને વધુ યુવાઓ ને રક્ષણ મળશે.
આરોગ્ય અગ્રસચિવ ડૉ. જયંતી રવિના માર્ગદર્શનમાં આરોગ્ય વિભાગે આ રસીકરણ વ્યવસ્થા સુચારુ અને સુઆયોજિત રીતે પાર પડે તે માટેનું આયોજન કર્યું છે.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment