મહામારી / મોટી રાહત ! આ રાજ્યમાં કોરોનાની પડતી, સતત ચોથી વાર નામ પૂરતા નોંધાયા કેસો
posted on at
- દિલ્હીમાં સતત ચોથા દિવસે કોરોનાના કેસોમાં ઘટ્યાં
- ચોવીસ કલાકમાં કોરોનાના ફક્ત 3231 કેસો
- 233 લોકોના મોત
- પોઝિટિવિટી રેટ ઘટીને 5.50 ટકા થયો
દિલ્હીમાં પોઝિટિવિટી રેટમાં પણ સુધારો થયો છે અને તે 5.50 ટકા પર પહોંચી ગયો છે. સતત ચોથી વાર દિલ્હીમાં કોરોનાના નવા કેસો 5000 કરતા ઓછા રહ્યાં છે. દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સતેન્દ્ર જૈને જણાવ્યું કે દિલ્હીમાં પ્રશંસનીય રીતે સ્થિતિ સુધરી રહી છે પરંતુ અમારો ધ્યેય લક્ષ્ય નમૂનાના સંક્રમિત દરને બે ટકા સુધી લાવવાનો છે.
બ્લેક ફંગસ માટે બનશે ત્રણ સ્પેશિયલ સેન્ટર
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે દિલ્હી સરકારની ત્રણ હોસ્પિટલોમાં બ્લેક ફંગસની સારવાર માટે વિશેષ કેન્દ્ર બનાવાઈ રહ્યાં છે. કેજરીવાલે અધિકારીઓ તથા વિશેષજ્ઞોની બેઠકમાં બ્લેક ફંગસના મુદ્દે ચર્ચાવિચારણા કર્યા બાદ આ જાહેરાત કરી હતી.
22 રાજ્યમાં સંક્રમણનો દર 15 ટકાથી વધારે
સરકારે કહ્યુ કે 8 રાજ્યોમાં કોવિડના એક લાખથી વધારે મામલા સામે આવ્યા છે અને 22 રાજ્યમાં સંક્રમણનો દર 15 ટકાથી વધારે છે. મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, દિલ્હી, બિહાર, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં કોરોનાના મામલામાં ઘટાડો નોંધાયો છે અને સંક્રમણ દરમાં ઘટાડો થયો છે. 199 જિલ્લામાં કોરોનાના સંક્રમણના દરમાં ગત 2 અઠવાડિયાથી ઘટાડો થયો છે.
દેશમાં પહેલી વાર એક દિવસમાં સૌથી વધારે કોરોનાની તપાસ કરાઈ
દેશમાં પહેલી વાર એક દિવસમાં સૌથી વધારે કોરોનાની તપાસ કરાઈ છે. એક દિવસમાં 20.08 લાખ સેમ્પલની તપાસ કરવામાં આવી છે. જેમાં 13.31 ટકા સેમ્પલ સંક્રમિત મળ્યા છે. 3 દિવસ પહેલા આ દર 19 ટકા સુધી નોંધાયી હતી પરંતુ આ હવે આંકડા ઝડપથી નીચે આવી રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને કહ્યુ કે સરકારની પ્રતિદિન 25 લાખ ટેસ્ટની તૈયારી કરી રહી છે.
No comments:
Post a Comment