મહામારી / શું લૅબમાં બનાવાયો છે કોરોના વાયરસ, સૌથી મોટા ઍક્સપર્ટનું જાણો નિવેદન
posted on at
- મહામારી નિષ્ણાંત એન્થની ફાઉચીનું નિવેદન
- કોરોના કુદરતી બીમારી હોવા પર વ્યક્ત કરી શંકા
- અમેરિકાના સૌથી મોટો મહામારી નિષ્ણાત છે એન્થની ફાઉચી
કોરોનાનું મૂળ પકડવું જરુરી-ડોક્ટર એન્થની ફાઉચી
તાજેતરના એક ઈન્ટરવ્યુમાં એન્થની ફાઉચીએ જ્યારે પૂછાયું કે શું તમને ખાતરી છે કે કોરોના વાયરસ કુદરતી રીતે પેદા થયો છે ત્યારે તેમણે જવાબ આપ્યો કે મને આ વાતનો વિશ્વાસ નથી. મને લાગે છે કે આ બાબતની તપાસ થવી જોઈએ કે ચીનમાં એવું તે શું થયું કે જેનાથી કોરોના વાયરસ આવ્યો.
કોરોના કોઈ પ્રાણીમાંથી માણસમાં ફેલાયો
ડોક્ટર એન્થની ફાઉચીએ જણાવ્યું કે અત્યાર સુધી જેમણે તપાસ કરી છે તેમના જણાવ્યાનુસાર કોરોના કોઈ પ્રાણીમાંથી ફેલાયો છે અને પછી માણસોમાં ફેલાયો છે. પરંતુ આ બીજું કંઈ પણ હોઈ શકે છે. આપણે આ વાતની તપાસ કરાવવાની જરુર છે જેથી કરીને આપણે વાયરસનું મૂળ પકડી શકીએ.
વુહાન લેબના 3 શોધકર્તા બિમાર પડ્યા હતા
એક અમેરિકન ગુપ્ત રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે દુનિયામાં કોરોનાની મહામારી ફેલવાના લગભગ એક મહિના પહેવા વુહાન લેબના 3 શોધકર્તા બિમાર પડ્યા હતા. અમેરિકન અખબાર વોલ સ્ટ્રીટ જર્નલના સમાચાર મુજબ વુહાન ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીના 3 શોધકર્તા નવેમ્બર 2019માં બીમાર પડ્યા હતા અને તેમને હોસ્પિટલની મદદ માંગી હતી.
આ ખાનગી રિપોર્ટમાં વુહાન લેબના બિમાર શોધકર્તાઓની સંખ્યા, તેમના બીમાર પડવાના સમય અને હોસ્પિટલ જવા સાથે જોડાયેલી વિસ્તૃત જાણકારી આપવામાં આવી છે. આશા વ્યક્ત કરાઈ રહી છે કે ખાનગી રિપોર્ટની માહિતી તે દાવાની તપાસ કરવા માટે ભાર મુકશે જેમાં વુહાન લેબથી કોરોના વાયરસ ફેલાયાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. આ રિપોર્ટ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની તે બેઠકના એક દિવસ પહેલા આવ્યો જેમાં ડબ્લ્યૂએચઓના કોરોના વાયરસના ઉદ્ગમ અંગે આગળના તબક્કાની તપાસ પર ચર્ચાનો અંદાજો છે.
તપાસને લઈને ગંભીર છે બાયડન પ્રશાસન
અમેરિકન સિક્યોરિટી કાઉન્સિલના પ્રવક્તાએ વોલ સ્ટ્રીટ જર્નલના આ સમાચાર પર કોઈ ટિપ્પણી નથી કરી પરંતુ તેમણે કહ્યુ કે બાયડન પ્રશાસન કોરોના વાયરસના ઉદ્ગમની તપાસને લઈને ગંભીર છે. આની પહેલા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની એક ટીમ મહામારી સાથે જોડાયેવલા તથ્યોને શોધવા વુહાન ગઈ હતી. જો કે બાદમાં ડબ્લ્યૂએચઓએ કહ્યુ હતુ કે આ સાબિત કરવા માટે પૂરતા તથ્યો નથી કે કોરોના વુહાનની લેબમાંથી દુનિયામાં ફેલાયો.
No comments:
Post a Comment