કોરોના સંકટ વચ્ચે કેન્દ્ર સરકારનું મોટું એલાન, આવતા અઠવાડિયે બજારમાં આવશે કોરોનાની નવી રસી
posted on at
- કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે પ્રેસ કોન્ફરન્સને કર્યું સંબોધન
- સ્પૂતનિકને લઈને આપ્યું મોટું નિવેદન
- આવતા મહિનેથી માર્કેટમાં થશે ઉપલબ્ધ
આ પ્રેસ કોન્ફરન્સમાં મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલ, ડો બલરામ ભાર્ગવ, ICMR અને નીતિ આયોગના સભ્યના જણાવ્યું કે, દેશના 187 જિલ્લામાં ગત 2 અઠવાડિયામાં મામલામાં ઘટાડો નોંધાયો છે. 24 રાજ્યોમાં પોઝિટિવિટી રેટ 15 ટકા છે, જ્યારે 12 રાજ્ય એવા છે. જ્યાં 1 લાખથી લાખથી વધુ કોરોનાના કેસ છે.
સ્પૂતનિકને લઈને આપ્યું મોટું નિવેદન
ડો.વીકે પોલે કહ્યું કે, ભારતમાં રશિયા કોવિડ-19ની વેક્સિન સ્પુતનિક આવી ચૂકી છે. જેનું આગામી અઠવાડિયાથી વિતરણ શરૂ કરવામાં આવશે.
આ વચ્ચે આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, સ્પુતનિક વેક્સિનનું ભારતમાં વેચાણ શરૂ થશે. 2 બિલિયન ડોઝ ભારતમાં આગામી 5 મહિનામાં ઉપલબ્ધ થશે. દેશી અને વિદેશી વેક્સિન બંન્ને ભારતમાં લાગશે. સ્પુતનિકનું ઓક્ટોબર સુધી ભારતમાં ઉત્પાદન થવા લાગશે.
18 કરોડ કોરોના રસી ડોઝ મુકવામાં આવ્યા
ડો. પોલે કહ્યું કે ભારતમાં લગભગ 18 કરોડ કોરોના રસી ડોઝ મુકવામાં આવી ચૂક્યા છે.અમેરિકામાં આ આંકડો આશરે 26 કરોડ જેટલો છે. આ કિસ્સામાં ભારત ત્રીજા સ્થાને છે.તેમણે કહ્યું કે અમને આનંદ છે કે ભારતમાં 45 વર્ષથી વધુ ઉંમરના ત્રીજા લોકો રસી અપાવ્યા બાદ સુરક્ષિત છે. દેશમાં મરેલા કુલ લોકોમાંથી 45 અને વૃદ્ધ લોકો 88 ટકા છે.
ડો.પોલે કહ્યું કે લોકોએ કહ્યું કે કોવોક્સિન અન્ય કંપનીઓને ઉત્પાદન માટે આપવી જોઈએ. મને એમ કહીને ખુશી થાય છે કે ભારત બાયોટેકે આનું સ્વાગત કર્યું છે, અમે તેમની સાથે આ વિશે વાત કરી. આ રસી ફક્ત બીએસએલ 3 લેબમાં જ બનાવી શકાય છે.
દેશમાં 24 કલાકમાં 3.62 લાખથી વધારે કેસ
ભારતમાં 24 કલાકમાં 3.62 લાખથી વધારે કેસ નોંધાયા છે. જ્યારે 4126 લોકોના મોત થયા છે. જો કે કાલની મોતની સરખામણીમાં આજે મોતના આંકડા થોડા ઓછા છે. પણ નવા કેસમાં વધારો નોંધાયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાનુસાર દેશમાં 24કલાકમાં 362,406 નવા કેસ મળ્યા છે. 4,126 લોકોના મોત થયા છે. 3704099થી વધારે એક્ટિવ કેસ છે. ત્યારે અત્યાર સુધીમાં 19382642 લોકો સાજા થયા છે. ભારતમાં થઈ રહેલી મોતે અમેરિકા અને બ્રાઝિલને પાછળ છોડ્યું છે.
અમેરિકા, બ્રાઝિલ બાદ ભારતમાં સૌથી વધારે મોત છે
બુધવારે દેશમાં સૌથી વધારે 4205 લોકોના મોત થયા હતા. જે અત્યાર સુધીમા સૌથી વધારે છે. તો એક દિવસમાં સૌથી વધારે ટેસ્ટ 19,83,804 થયા. ગુરુવાકે કુલ મોતનો આંકડો એક નવા રેકોર્ડે પહોંચ્યો છે. આ આંકડા લગભગ 2 લાખ 58 હજાર થઈ ગયા છે. અમેરિકા, બ્રાઝિલ બાદ ભારતમાં સૌથી વધારે મોત છે. જોકે ડેલી મોતમાં ભારતે આ દેશોને પાછળ છોડ્યુ છે.
દુનિયામાં થઈ રહેલી દર ત્રીજી મોત ભારતમાં
ભારતમાં આ સમયે દર રોજ સૌથી વધારે દર્દી મળી રહ્યા છે અને સૌથી વધારે મોત થઈ રહ્યા છે. જે સમગ્ર દુનિયામાં સૌથી વધારે છે. રોયટર્સના કોરોના ટ્રેકરના મુજબ સમગ્ર દુનિયામાં થઈ રહેલી દર ત્રીજી મોત ભારતમાં થઈ રહી છે. ભારતમાં દર રોજ સરેરાશ 3800 મોત થઈ રહ્યા છે. જ્યારે પુરી દુનિયામાં દર રોજ લગભગ 12 હજાર મોત થઈ રહ્યા છે.
No comments:
Post a Comment