Search This Website

Sunday, May 2, 2021

કાલથી હરિયાણામાં એક સપ્તાહનું સંપૂર્ણ લોકડાઉન




કાલથી હરિયાણામાં એક સપ્તાહનું સંપૂર્ણ લોકડાઉન










કોરોનાના વધતા કહેર વચ્ચે હરિયાણાના સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. હરિયાણા સરકારમાં મંત્રી અનિલ વિજે જાહેરાત કરી છે કે, 3 મેથી હરિયાણામાં સાત દિવસ સુધી સંપૂર્ણ લોકડાઉન લાગું રહેશે.

ભારતમાં તરત જ કેટલાક સપ્તાહો માટે લોકડાઉન કરી દો. આ સલાહ વિશ્વવિખ્યાત કોવિડ વિશેષજ્ઞ ડો એન્ટની ફોચીએ આપી છે. તેઓ બિડેન પ્રશાસનના મુખ્ય ચિકિત્સા સલાહકાર પણ છે.

ઈન્ડિયન એક્સપ્રેસને આપેલા વિશેષ ઈન્ટરવ્યુંમાં તેમને ભારતમાં તરત જ કેટલાક સપ્તાહો માટે લોકડાઉન કરવાના સૂચનો આપ્યા છે. લોકડાઉનથી સંક્રમણની ચેન તૂટવાની સંભાવના છે. લોકડાઉનથી ભારતને તાત્કાલિક, મધ્યકાલિન અને લાંબાગાળાના પગલાઓ ભરવાનો રસ્તો મળી જશે. તેમને કહ્યું કે, ભારત ખુબ જ કઠિન અને હતાશાની સ્થિતિમાં છે. આવી સ્થિતિમાં તમને મામલાઓ સંપૂર્ણતા અને તાત્કાલિક ધ્યાન આપવું જોઈએ.

ડો ફોચીએ કહ્યું, હું અત્યાર જાણતો નથી કે, ભારતે હજું કોઈ ઈમરજન્સી મેનેજમેન્ટ સમૂહ બનાવ્યું છે કે નહીં. કેટલાક લોકોએ જણાવ્યું કે, લોકો પોતાની બિમાર માં, બાપ, ભાઈ અને બહેન માટે રસ્તા પર ઓક્સિજન માટે ભટકી રહ્યાં છે. સૌથી પહેલા આપણે તે જોવું પડશે કે, આપણે તરત જ શું કરી શકીએ છીએ. પછી તે કે આપણે આગામી બે સપ્તાહોમાં શુ કરી શકીએ તેમ છીએ. જો આ સંકટને લાંબુ ખેંચવાથી રોકવું છે તો આપણે ચીજોને અનેક તબક્કાઓમાં સમજવી પડશે. ઉદાહરણ તરીકે, હાલના સમયમાં વેક્સિનેશન થઈ રહ્યું છે. તે થવું જ જોઈએ. આવશ્યક છે. પરંતુ રસી લગાવવાથી વર્તમાનમાં હોસ્પિટલોમાં બેડ, દવા અને ઓક્સિજન જેવી તાત્કાલિક સમસ્યા ઉકેલાશે નહીં. જેથી હાલના સમયમાં લોકોની દેખરેખ રાખો. ભારતને એક ઈમરજન્સી ગ્રુપ બનાવવું જોઈએ જે દવા અને ઓક્સિજનની ઉપલબ્ધતા કરાવવાની પ્લાનિંગ કરે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અને બીજા દેશો સાથે વાત કરે.

અમેરિકન વિશેષજ્ઞએ ખુશી વ્યક્ત કરી કે તેમની સરકારે ભારતને દવા વગેરે આપવાનો વચન આપ્યો છે. પરંતુ બીજા દેશોએ પણ ભારતની મદદ માટે આગળ આવવું જોઈએ કેમ કે, ભારત તે દેશ છે જે હંમેશા બીજા દેશોની મદદ કરે છે.

ડો ફોચીએ ચીનનો ઉલ્લેખ કરીને તેને લીધેલા પગલાઓ વર્તમાનમાં ભારતમાં લેવાના સૂચનો આપ્યા હતા. જણાવી દઈએ કે, સંકટના સમયે ચીને ગણતરીના દિવસો અને સપ્તાહોમાં જ કામચલાઉ ઈમરજન્સી હોસ્પિટલો ઉભી કરી દીધી હતી. આખી દુનિયાએ ચીનની આ ક્ષમતાને ખુબ જ અચરજથી દેખી હતી. તે ઉપરાંત ભારત સરકાર પોતાના અન્ય અંગોને કામ લગાવી શકે છે. જેમ કે સેના. અમેરિકાએ પણ નેશનલ ગાર્ડ્સને કો વેક્સિનના વિતરણના કામે લગાવી હતી.

તેઓ કહે છે કે, સૌથી પહેલા ફટાફટ હોસ્પિટલો ઉભી કરવી પડશે. આવી હોસ્પિટલો જેને યુદ્ધના દિવસોમાં સેના ઉભી કરે છે. આ પણ યુદ્ધ જ છે. દુશ્મનનું નામ છે વાઈરસ. વેક્સિનેશનની વાત કરતાં ડો ફોચી કહે છે કે, વેક્સિનેશન ગમે તે સ્થિતિમાં જેટલી ઝડપી બને તેટલી ઝડપી કરવી જોઈએ. આટલા મોટા દેશમાં બે ટકા લોકોને વેક્સિનેશન કરવાથી શું થશે. તેથી વધારેમાં વધારે લોકોને ઝડપીમાં ઝડપી વેક્સિન લગાવવી જોઈએ.

No comments:

Post a Comment