બ્લેક ફંગસ / જો મ્યુકોર્માઇકોસિસ થાય તો દવા ક્યાથી મળશે? જાણો સરકારે શું કરી જાહેરાત
posted on at
- કોરોના બાદ હવે વધી રહ્યો છે બ્લેક ફંગસનો ખતરો
- બ્લેક ફંગસે મચાવ્યો હાહાકાર
- મહારાષ્ટ્ર, દિલ્હી, રાજસ્થાન સહિત બીજા પણ ઘણા રાજ્યોમાં બ્લેક ફંગસનો ખતરો
કોરોના વાયરસ બાદ હવે મ્યુકોર્માઇકોસિસે માથું ઉચક્યું છે. દેશમાં આ વાયરસે ઘણા લોકોને પોતાની ઝપેટમાં લઈ લીધા છે. દેશભરમાં ઘણા રાજ્યોમાં આ વાયરસના ઘણા કેસો સામે આવ્યા છે. તેના માટે જરૂરી દવાઓ કે સારવાર માટે જરૂરી કોઈ પણ વસ્તુઓ કઈ જગ્યા પરથી મળી રહેશે તે માટે સરકારે એક ગાઈડલાઈન જાહેર કરી છે.
સરકારે લોકોને ખાસ જણાવ્યું છે કે મ્યુકોર્માઇકોસિસની દવાઓ સરકારી હોસ્પિટલોમાંથી જ મળશે. જેના માટે તેમણે દવાઓનું ડોક્ટરે લખેલુ પ્રિસ્ક્રિપ્શન લઈને જવાનું રહેશે. સરકારે લોકોને કાળાબજારીઓના ઝાંસામાં ન આવી વધારે પૈસા ખર્ચી દવાઓ ન લેવાનું સુચવ્યું છે.
દેશમાં બ્લેક ફંગસના કેસો આવી રહ્યા છે સામે
કોરોના વાયરસના મહાસંકટના વચ્ચે બ્લેક ફંગસ એક પડકાર બનીને સામે આવી રહ્યો છે. દેશના અલગ અલગ ભાગોમાં તેના ઘણા કેસો સામે આવી રહ્યા છે. ઘણી જગ્યાઓ પર બ્લેક ફંગસના કારણે મોત પણ થઈ છે. ફક્ત મહારાષ્ટ્રમાં જ બ્લેક ફંગસના કારણે 90 લોકો પોતાના જીવ ગુમાવી ચુક્યા છે. દિલ્હી, રાજસ્થાન સહિત અન્ય ઘણા રાજ્યોમાં દરરોજ નવા કેસ સામે આવી રહ્યા છે.
સતત વધતા સંકટની વચ્ચે એઈમ્સ દ્વારા હવે ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવી છે. જે બ્લેક ફંગસની જાણ થયા બાદ અને તેના ઈલાજ સમયે મદદ કરી શકે છે.
કયા દર્દીઓને સૌથી વધારે રિસ્ક?
- જે દર્દીઓને ડાયાબિટીઝની બિમારી છે. ડાયાબિટીઝ થયા બાદ સ્ટીરોયડ અથવા tocilizumab દવાઓનું સેવન કરવામાં આવ્યું છે તેમને આ રોગ થવાનો વધુ ખતરો છે.
- કેન્સરની સારવાર કરાવી રહેલા દર્દીઓ અથવા કોઈ જુની બિમારીઓથી પીડિતા દર્દીઓમાં વધુ રિસ્ક જોવા મળે છે.
- જે દર્દી સ્ટીરોયડ અને tocilizumabને વધુ માત્રામાં લઈ રહ્યા છે.
- કોરોનાતી પીડાતા ગંભીર દર્દીઓ જે ઓક્સિજન માસ્ક અથવા વેન્ટિલેટર દ્વારા ઓક્સિજન સપોર્ટ પર છે.
- એઈમ્સની તરફથી ડોક્ટરોને સલાહ આપવામાં આવી છે કે જે દર્દી બ્લેક ફંગસના શિકાર થવાના રિસ્ક પર છે. તેમને સતત સૂચન કરો, ચેકઅપ કરાવવામાં આવે.
કઈ રીતે બ્લેક ફંગસના લક્ષણોને ઓળખી શકાય?
કોરોના દર્દીઓની સારવાર કરનાર લોકો અથવા ડોક્ટરો માટે આ લક્ષણો બ્લેક ફંગસની ઓળખ કરવામાં સરળતા આપશે
- નાકમાંથી લોહી નીરળવું, નાકમાં પોપડીઓ જામી જવી અથવા કંઈક કાળા રંગનું નિકળવું
- નાક બંધ થવું માથું અને આંખમાં દુખાવો થવો, આંખોની આજુ બાજુ સોજો આવવો, ધુધળુ દેખાવું, આંખોનું લાલ થવું, ઓછુ દેખાવું, આંખોને ખોલવા અથવા બંધ કરવામાં તકલીફ પડવી.
ચહેરા પર સોજો આવવો
- મોઠું ખોલવામાં અથવા કંઈક ચાવવામાં તકલીફ થવી
- આવા લક્ષણની દેખાતા પોતાને દરરોજ ચેક કરો
- દાંત પડી જવા અથવા મોંઠાની અંદર અથવા આસપાસ સોજો આવવો
બ્લેક ફંગસના લક્ષણ દેખાવા પર શું કરવું જોઈએ?
જોઈ કોઈ દર્દીમાં બ્લેક ફંગસના લક્ષણ દેખાય છે તો તેની દેખરેખ કઈ રીતે કરવી જોઈએ? તેના વિષે એઈમ્સે જાણકારી આપી છે.
- કોઈ ENT ડોક્ટરનો તરત સંપર્ક કરો, આંખોના એક્સપર્ટને સંપર્ક કરો અથવા કોઈ એવા ડોક્ટરનો સંપર્ક કરો જે આવા જ કોઈ દર્દીની સારવાર કરી રહ્યા હોય.
- ટ્રીટમેન્ટને દરરોજ ફોલો કરો. જો તમે ડાયાબિટીઝના દર્દી છો તે બ્લડ શુગરને મોનિટર કરતા રહો.
- કોઈ અન્ય બિમારી હોય તો તેની દવાઓ પણ લેતા રહો અને મોનિટર કરતા રહો.
- પોતે જ સ્ટીરોઈડ કે કોઈ અન્ય દવાઓ ન લો. ડોક્ટરની સલાહ પર જ સારવાર કરો.
- ડોક્ટરની જરૂરી સલાહ પર MRI અને CT સ્કેન કરોવો. નાક આંખની તપાસ પણ જરૂર કરો.
મહત્વનું છે કે બ્લેક ફંગસના મામલે અત્યાર સુધી યુપી, દિલ્હી, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશમાં જોવા મળ્યા છે. દિલ્હીમાં મેક્સ, એઈમ્સ, સરગંગારામ અને મુલચંદ હોસ્પિટલમાં આવા મામલા સામે આવ્યા છે. મૂલચંદ હોસ્પિટલમાં આ બિમારીથી પીડિત એક દર્દીનું મોત પણ થઈ ગયું છે. રાજસ્થાને આ બિમારીને પણ કોરોનાની જેમ મહામારી જાહેર કરી છે
No comments:
Post a Comment