Pages

Search This Website

Wednesday, May 19, 2021

કોરોનાની બીજી લહેરના કહેર વચ્ચે એક સપ્તાહમાં બેગણી રફ્તારથી વધી બેરોજગારી

 


કોરોનાની બીજી લહેરના કહેર વચ્ચે એક સપ્તાહમાં બેગણી રફ્તારથી વધી બેરોજગારી









નવી દિલ્હી: કોરોના મહામારીની બીજી લહેરના પ્રકોપના કારણે એક સપ્તાહમાં ગ્રામીણ બેરોજગારી લગભગ બેગણી થઈ ગઈ છે, કારણ કે ગામડાઓમાં સ્વૈચ્છિક લૉકડાઉન અને વધી રહેલા પોઝિટિવ કેસોએ આર્થિક ગતિવિધી પર રોક લગાવી દીધી છે.

સેન્ટર ફૉર મૉનિટરિંગ ઈન્ડિયન ઈકોનૉમી (CMIE)ના આંકડાથી જાણી શકાય છે કે, 16મીં મેના રોજ પૂરા થતાં અઠવાડિયામાં ગ્રામીણ બેરોજગારી વધીને 14.34 ટકા પર પહોંચી ગઈ છે. જે 9મીં મેના પૂરા થતા સપ્તાહમાં 7.29 ટકા હતી. જેના કારણે ગ્રામીણ બેરોજગારી સપ્તાહના ઉચ્ચતમ સ્તરે પહોંચી ગઈ છે.

જો શહેરી બેરોજગારીની વાત કરીએ તો, ગત સપ્તાહની સરખામણીમાં આ અઠાવાડિયે 3 ટકાના વધારા સાથે તે વધીને 14.71 ટકા પર પહોંચી ગઈ છે. જ્યારે રાષ્ટ્રીય બેરોજગારીનો દર 8.67 ટકાથી વધીને 14.45 ટકા થઈ ગયો છે. જ્યારે કોરોનાની બીજી લહેર વચ્ચે નોકરીઓની તંગીને ઉજાગર કરે છે.

એક્સપર્ટનું માનીએ તો, આગામી સપ્તાહમાં રાષ્ટ્રીય બેરોજગારી દરમાં વૃદ્ધિ જોવા મળી શકે છે. જાન્યુઆરીથી લઈને એપ્રિલ વચ્ચે 1 કરોડ લોકો બેરોજગાર થઈ ચૂક્યાં છે.ndia Unemployment

CMIEના આંકડા અનુસાર, રોજગારી દર અને લેબર ફોર્સ પાર્ટીસિપેશન દરમાં ઘણી કમી આવી છે. અખિલ ભારતીય સ્તર પર રોજગારીનો દર 16મીં મેના રોજ સમાપ્ત સપ્તાહમાં ઘટીને 34.67 ટકા થઈ ગયો. જે એક સપ્તાહ પહેલા 37.72 ટકા હતો. આ દરમિયાન ગ્રામીણ રોજગારી દર 39.84 ટકાથી ઘટીને 36.26 ટકા રહી ગયો છે.

અર્થશાસ્ત્રીઓના મતે, હાઈ પોઝિટિવિટી રેટ અને શહેરોમાં આંશિક લૉકડાઉનના કારણે રોજગારીની તકોમાં કમીએ લોકોને પોતાના ગામ જવા માટે મજબૂર કર્યા છે. જો કે ગ્રામીણ વિસ્તારોમાં આવકના પૂરતા અવસર નથી. આ સિવાય ગ્રામીણ વિસ્તારોમાં પણ સ્વૈચ્છિક લૉકડાઉન અને સ્વયંભૂ કરફ્યુ જેવા પ્રતિબંધોએ લોકોને બેરોજગાર બનાવ્યાં છે.

For Best View Please Open This Website In CHROME / OPERA Browser

No comments:

Post a Comment