
મહામારી / કોરોના પર કેન્દ્રની નવી ગાઈડલાઈનમાં નાગરિકોને મળી સૌથી મોટી આ છૂટ, જાણો અન્ય જાહેરાતો
posted on at
- કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોના અંગે પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી
- કોરોના પર કેન્દ્ર સરકારે નવી ગાઈડલાઈન
- એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા માટે હવે RTPCR ટેસ્ટની જરુર નહીં
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોના અંગે પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી હતી. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું કે રાજ્ય વાઈઝ કોરોનાના કેસો ઘટી રહ્યાં છે.26 રાજ્યોમાં પોઝિટિવિટી રેટ 15 ટકા છે. તો 6 રાજ્યમાં 5 થી 15 ટકા કેસ છે. મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, ઝારખંડ, તંલેગાણા, ચંદીગઢ, લદ્દાખ, દમણ અને દીવ,લક્ષ્યદીપ તથા નિકોબારમાં પ્રતિદિન કેસો ઘટી રહ્યાં છે.
રાજ્ય સરકારોએ વેક્સિનનો બીજો ડોઝ લગાડનાર લોકોને પ્રાથમિકતા આપવી જોઈએ
કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભુષણે મંગળવારે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે વેક્સિનનો બીજો ડોઝ લગાડનાર લોકોને રાજ્ય સરકારોએ પ્રાથમિકતા આપવી જોઈએ. લોકો બીજો ડોઝ લેવાની પ્રતિક્ષામાં છે તેથી આ વાતને સૌથી પહેલા મહત્વ આપવું જોઈએ.
એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા માટે આરટીપીસીઆર ટેસ્ટની જરુર નથી
ભુષણે જણાવ્યું કે હવે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા માટે આરટીપીસીઆર ટેસ્ટની કોઈ જરુર નથી. એટલું જ નહીં પરંતુ કોઈ દર્દી હોસ્પિટલમાંથી રિકવર થઈ રહ્યો હોય તો પણ આટીપીસીઆર ટેસ્ટ કરાવવાની કોઈ જરુર નથી.
હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થવા માટે આટીપીસીઆર ટેસ્ટ કરાવવાની કોઈ જરુર નથી.
સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે પ્રેસ કોન્ફરન્સમાં આ જાણકારી આપી હતી.મંત્રાલયે જણાવ્યું કે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થવા માટે આટીપીસીઆર ટેસ્ટ કરાવવાની કોઈ જરુર નથી. પુણેનું ઉદાહરણ આપતા મંત્રાલયે જણાવ્યું કે પુણેમાં નાઈટ કર્ફ્યુ બાદ 15 દિવસમાં કડક લોકડાઉનની અસર જોવા મળી છે. મુંબઈમાં કન્ટ્રોલ રુમ બનાવાયા હતા. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું કે જેટલા પણ કોરોના ટેસ્ટના રિઝલ્ટ આવતા હતા તે ટેસ્ટ રિઝલ્ટને કન્ટ્રોલ રુમમાં મોકલાયા હતા. દર્દીઓને જ્યારે હોસ્પિટલની જરુર હોય ત્યારે એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઈ જવામાં આવે છે. મુંબઈમાં 800 એસયુવી બનાવાઈ છે.
24 કલાકમાં 3.29 લાખ નવા મામલા
ભારતમાં કોરોનાનો કહેર યથાવત છે. જો કે રોજ સામે આવનારા નવા મામલામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ગત 24 કલાકમાં 3.29 લાખ નવા મામલા સામે આવ્યા છે. ગત દિવસોની સરખામણીએ લગભગ 37 હજાર ઓછા છે.
મહારાષ્ટ્રમાં 30 માર્ચ બાદ સૌથી ઓછા કેસ
રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જારી આંકડા અનુસાર મહારાષ્ટ્રમાંસ સોમવારે કોરોના વાયરસના 37, 236 નવા મામલા સામે આવ્યા છે. જે બાદ કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 51,38,973 થઈ ગઈ છે. હાલ રાજ્યમાં 5, 90,818 એક્ટિવ કેસ છે. જેમની સારવાર ચાલી રહી છે. 549 લોકોના મોત બાદ કુલ મોતનો આંકડો વધીને 76398 થઈ ગયો છે. અત્યાર સુધી કુલ સાજા થનારા દર્દીની વાત કરીએ તો આ સંખ્યા 44,69,425 થઈ ગઈ છે. ગત એક દિવસમાં 61, 607 લોકો સાજા થઈ ચૂક્યા છે.
No comments:
Post a Comment