આફતની આહટ / તૌકતેએ તાકાત વધારી : ગણતરીના કલાકોમાં ગુજરાત પર ત્રાટકશે વાવાઝોડું, સૌથી પહેલાં જુઓ ક્યાં ટકરાશે?
ગુજરાતના દરિયાકાંઠા તરફ તૌકતે વાવાઝોડુ તીવ્ર ગતિએ આગળ વધી રહ્યું છે. રાત્રે 8થી 11 વાગ્યાની વચ્ચે વાવાઝોડુ દીવ નજીક ટકરાઈ શકે તેવી સંભાવના છે. ત્યાર બાદ મહુવાથી પોરબંદરની વચ્ચે લૅન્ડ કરશે.તૌકતેએ તાકાત વધારી
ભાવનગરના મહુવાથી પોરબંદર વચ્ચે વાવાઝોડુ લેન્ડ કરશે. હવામાન વિભાગે આપેલી માહિતી મુજબ વાવાઝોડુ જમીન સાથે ટકરાશે ત્યારે 200 કિલો મીટર પ્રતિકલાકની ઝડપ હશે. દરિયામાં 2 મીટર સુધી મોજા ઉછળી શકે છે. એટલે અમરેલી, ભાવનગર, બોટાદ, વલસાડ, નવસારીમાં તૌકતે વાવાઝોડાની વધારે અસર જોવા મળશે. આ ઉપરાંત જૂનાગઢ, ગીર સોમનાથમાં પણ વાવાઝોડાની અસર દેખાશે. અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, સુરત, ગાંધીનગર, પાટણ, બનાસકાંઠા, અરવલ્લીમાં વરસાદ પડવાની આગાહી છે. આ તમામ જિલ્લાઓમાં આજે અને આવતીકાલે ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. તૌકતે વાવાઝોડાને તિવ્રતાને જોતા ગ્રેટ ડેન્ઝર સિગ્નલ જાહેર કરાયુ છે.
સૌરાષ્ટ્રમાં યુદ્ધ સ્તરે તૈયારીઓ
વાવાઝોડાની ગંભીરતાને જોતા રાજ્યભરમાંથી દોઢ લાખથી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે. આકસ્મિક સ્થિતિમાં અસરગ્રસ્તોને તાત્કાલીક સારવાર મળી રહે તે માટે 174 ICU ઓન-વ્હીલ તૈનાત કરાઈ. રાજ્યમાં ભાવનગર, અમરેલી, જૂનાગઢ, રાજકોટમાં સહિતના જિલ્લાઓમાં NDRFની 44 ટીમો બચાવકાર્ય માટે તૈયાર છે. આ ઉપરાંત દીવમાં પણ NDRFની 2 ટીમો બચાવ કાર્યમાં જોડાશે. અમદાવાદના તમામ ફાયરમેનની રજા રદ કરી દેવામાં આવી છે. અને હાલ 4 ટીમ સ્ટેન્ડ બાય રાખી છે. તૌકતે વાવાઝોડાને લઇ PGVCLનું તંત્ર પણ અલર્ટ મોડ પર છે. જ્યારે વાવાઝોડુ ટકરાશે ત્યારે પાવર સપ્લાય સલામતીના ભાગ રૂપે બંધ કરી દેવામાં આવશે. વડોદરાની વાત કરીએ તો વડોદરા કોર્પોરેશને 24 કલાક કંટ્રોલ રૂમ શરૂ કર્યું. આ સાથે જ કોવિડ હોસ્પિટલોમાં વીજળી માટે બેક અપ પ્લાન તૈયાર કર્યો છે.. ભરૂચના દરિયાઈ વિસ્તારમાં 6 જેટલી એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રખાઇ. તો પોરબંદરમાં 2 હજારથી વધુ બોટ પાર્ક કરાઇ છે.
અત્યંત ભયંકર કેટેગરીમાં મુકાયું આ વાવાઝોડું
કોરોના વાયરસ સામે લડતા ગુજરાતના માથે વાવાઝોડાનું ખૂબ જ મોટું સંકટ આવીને ઊભું થયું છે ત્યારે આ વાવાઝોડાએ હવે ગતિ વધારી છે તેજીથી ગુજરાત તરફ તે આગળ વધી રહ્યું છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આ વાવાઝોડાને અતિ ગંભીર કેટેગરીમાં મૂકી દેવામાં આવ્યું છે. આ વાવાઝોડાને કેટેગરી ચારમાં રાખવામાં આવ્યું છે અને આ કેટેગરીમાં 225થી 279 કિમી ઝડપે પવન ફૂંકાય છે. હવામાન વિભાગની આગાહી અનુસાર સોમવારે રાત્રે જ વાવાઝોડું ગુજરાતને ટકરાવાનું છે. ગુજરાતમાં 25 વર્ષ બાદ દરિયાકિનારે 10 નંબરનું સિગ્નલ આપી દેવામાં આવ્યું છે.
No comments:
Post a Comment