કોરોના કહેર : મહારાષ્ટ્ર બાદ આ રાજ્યમાં પણ લૉકડાઉન લંબાવવામાં આવ્યું, મુખ્યમંત્રીએ કર્યું એલાન
posted on at
- લોકડાઉન જ છે છેલ્લો વિકલ્પ
- લોકડાઉનનો નિર્ણય ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી લીધો
- ધીરજ જાળવી રાખવા માટે કરી અપીલ
લોકડાઉન જ છે છેલ્લો વિકલ્પ
વડાપ્રધાન નરેન્દ્રમોદીએ દરેક રાજય સરકારને પોતાની રીતે લોકડાઉન કરવાની મંજૂરી આપી હતી, જેનાં સંદર્ભમાં છેલ્લા વિકલ્પ રૂપે ભારતના ઘણા રાજ્યોમાં લોકડાઉન રાખવામાં આવ્યું છે. ત્યારે બીજી બાજુ બિહાર રાજ્યમાં રહેલ લોકડાઉન હવે લંબાવાયું છે. મુખ્યમંત્રી નીતિશ કુમારે ટ્વિટ દ્વારા માહિતી આપી લોકડાઉન લંબાવ્યું અને લખ્યું કે “લોકડાઉનથી રાજ્યમાં સારા પરિણામ આવ્યા છે, જેનાં પરિણામ રૂપે 10 દિવસ સુધી એટલે કે 25 મે સુધી લોકડાઉન લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
कोरोना महामारी से राहत पहुंचाने के लिए कई कदम उठाए गए हैं। जांच बढ़ी है और आधारभूत संरचना की व्यवस्था की गई है। पिछले वर्ष की तरह इस बार भी दृढ़ इच्छाशक्ति, सकारात्मक सोच के साथ बिहारवासी कोरोना के खिलाफ इस जंग में सफल होंगे। हौसला और धैर्य बनाए रखें। pic.twitter.com/fN19RJFm3n
લોકડાઉનનો નિર્ણય ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી લીધો
વધુમાં તેમણે લખ્યું કે આ નિર્ણય મંત્રીઓ અને બીજા ઉચ્ચઅધિકારીઓ સાથે ચર્ચા કરીને લેવામાં આવ્યો છે. બિહારની સ્થિતિની સમીક્ષા કરી લેવાયલ નિર્ણય એકદમ યોગ્ય છે. આ નિર્ણય લેવામાં બિહારના મુખ્ય સચિવ વિકાસજી, પોલીસ મહાનિર્દેશકની બેઠક યોજી 4.40 વાગ્યે વર્ચ્યુઅલી જાહેર કરાયું. પણ લોકડાઉનનાં સંકેત એક દિવસ પહેલા જ નીતિશ કુમારે આપી દીધા હતા.
ધીરજ જાળવી રાખવા માટે કરી અપીલ
નીતિશ કુમારે વધુમાં લોકોને અપીલ કરી હતી કે કોરોના મહામારીથી બચવા માટે કેટલાય પગલાં લેવામાં આવ્યા છે. ટેસ્ટ વધારવામાં આવ્યા છે અને ઘણી બધી વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે. ગયા વર્ષે જે રીતે આપણે દ્રઢ સકારાત્મકતા સાથે કોરોના સામે લડત લડી હતી તે જ રીતે આ વખતે પણ લડત લડીશું. તમે હિંમત અને ધીરજ રાખજો
ગુજરાત સહિત આખા દેશમાં કોરોના મહામારી કોહરામ મચાવી રહી છે. દેશમાં સતત વધી રહેલા કોરોના વાયરસના કેસ વચ્ચે મોટા ભાગના રાજ્યોમાં સરકારો દ્વારા લૉકડાઉન કરી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. દેશમાં રેકોર્ડબ્રેક કોરોના વાયરસના કારણે મોતની સંખ્યા સતત વધી રહી છે ત્યારે મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારે પણ રાજ્યમાં લાગુ કોરોના વાયરસના પ્રતિબંધોને ફરી લંબાવી દીધા છે.
No comments:
Post a Comment