બે વર્ષથી વધુ ઉંમર ધરાવતા બાળકો પર પણ કોરોના વેક્સીનની ટ્રાયલ, ભારત બાયોટેકને મંજૂરી
નવી દિલ્હી: ભારત કોરોના વાયરસની બીજી લહેરનો સામનો કરી રહ્યો છે, આ સાથે જ વેક્સીનેશનનું કામ પણ ચાલી રહ્યુ છે. એક્સપર્ટ્સે આશંકા વ્યક્ત કરી છે કે જો કોરોનાની ત્રીજી લહેર આવે છે તો તેમાં બાળકો પર પણ પ્રભાવ પડી શકે છે. આ યાદીમાં હવે એક મોટુ પગલુ ભરવામાં આવ્યુ છે.
કોરોના વેક્સીન સાથે જોડાયેલી સબ્જેક્ટ એક્સપર્ટ્ કમિટી (SEC)એ ભારત બાયોટેકની કોવૈક્સીનના 2થી 18 વર્ષના બાળકો ઉપર ટ્રાયલ કરવાની ભલામણ કરી છે, જેની મંજૂરી મળી ગઇ છે.
આ ક્લીનિકલ ટ્રાયલ 525 લોકો પર કરવામાં આવશે, આ દિલ્હી એમ્સ, પટણા એમ્સ, નાગપુરની MIMS હોસ્પિટલમાં થશે. કમિટીની ભલામણ અનુસાર, ભારત બાયોટેકનો ફેઝ 3 ટ્રાયલ શરૂ કર્યા પહેલા ફેઝ 2નો આખો ડેટા ઉપલબ્ધ કરાવવો પડશે.
SECએ ભલામણ કરી હતી કે ભારત બાયોટેકની કોવૈક્સીનની ફેઝ 2, ફેઝ 3ની ક્લીનિકલ ટ્રાયલને મંજૂરી આપી દેવી જોઇએ, જે 2થી 18 વર્ષ સુધીના બાળકો પર કરવામાં આવશે.
મહત્વપૂર્ણ છે કે ભારતમાં અત્યારે બે વેક્સીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, તે માત્ર 18 વર્ષથી વધુ ઉંમર ધરાવતા લોકોને જ રસી લગાવવામાં આવી રહી છે. ભારતમાં સીરમ ઇંસ્ટીટ્યૂટની કોવિશીલ્ડ, ભારત બાયોટેકની કોવૈક્સીન લોકોને લગાવવામાં આવી રહી છે.
ત્રીજી લહેરને લઇ એક્સપર્ટ્સે ચેતવણી આપી
ભારતમાં કોરોનાની બીજી લહેરે વિનાશ વેર્યો છે. આ વચ્ચે એક્સપર્ટ્સે ત્રીજી લહેરની ચેતવણી આપી હતી. ભારત સરકારના ચીફ વૈજ્ઞાનિક સલાહકારે કહ્યુ હતું કે ત્રીજી લહેર આવે છે તો બાળકોનું શું થશે, તેમના પરિવારજનોનું શું થશે, કઇ રીતે તેમની સારવાર થશે, આ વસ્તુ પર અત્યારથી વિચાર કરવાની જરૂર છે.
ત્રીજી લહેરની ચેતવણી બાદ કેટલાક રાજ્યોએ પોતાને ત્યા અત્યારથી જ બાળકો માટે અલગથી હોસ્પિટલ બનાવવા, સ્પેશ્યલ કોવિડ કેર સેન્ટર્સ બનાવવા પર કામ શરૂ કરી દીધુ છે.
No comments:
Post a Comment