બંગાળ ચૂંટણી / બંગાળમાં ટીએમસીની ભવ્ય જીત પર પ્રધાનમંત્રીએ પાઠવ્યાં અભિનંદન, મમતાને આપી આ મદદની ખાતરી
ગુજરાતના ગામડાઓને કોરોનાથી બચાવવા ‘મારુ ગામ કોરોના મુક્ત ગામ’ અભિયાન શરૂ
ગાંધીનગર: ગુજરાતમાં જીવલેણ કોરોના વાઈરસની (Corona Virus) બીજી લહેર તબાહી મચાવી રહી છે. બીજી લહેરમાં શહેરો સાથે નાના-નાના ગામડાઓમાં પણ કોરોના વાઈરસનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. એવામાં રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના ગામડાઓને કોરોના સંક્રમણથી બચાવવા માટે “મારુ ગામ કોરોના મુક્ત ગામ” અભિયાનની શરૂઆત કરી છે.
“મારુ ગામ કોરોના મુક્ત ગામ” અંતર્ગત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ CM ડેશબોર્ડના માધ્યમથી વિવિધ ગામોના સરપંચો સાથે સંવાદ કર્યો હતો. જેમાં કોરોના સંક્રમણને ફેલાતુ અટકાવવાના પ્રયાસો પર ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે જ લોકોને માસ્ક પહેરવા અને કોરોનાના નિયમોનું પાલન કરવા તેમને બિનજરૂરી બહાર ના નીકળવાની અપીલ કરવામાં આવી હતી.
CM વિજય રૂપાણીએ વધુમાં જણાવ્યું કે, “મારુ ગામ કોરોના મુક્ત ગામ” અભિયાન આગામી 15મીં મે સુધી ચાલશે. જે અંતર્ગત કોઈ ગામડુ રસીકરણમાં બાકી ના રહી જાય, તેનું ગ્રામ પંચાયત ધ્યાન રાખે. આ માટે ગુજરાતના સ્થાપના દિવસે મુખ્યમંત્રીએ ગ્રામ પંચાયત, સરપંચો અને TDO-DDOને એક કમિટી બનાવવાની સલાહ આપી છે.
જણાવી દઈએ કે, કોરોના સામેની જંગમાં મહાનગરોની સાથે-સાથે નાના-નાના ગામડાઓમાં રહેલા નાગરિકો જાગૃત થાય અને સાવચેતીના પગલા અનુસરે તેવા ઉદ્દેશ્ય સાથે આ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે.
No comments:
Post a Comment