
નકલી રેમેડેસીવિરનું વધુ એક કૌભાંડ ઝડપાયું । Another scam of fake remedicivir is caught in banaskantha
posted on at
- બનાસકાંઠામાં ઝડપાયું કૌભાંડ
- આઠ લોકોની પોલીસે ધરપકડ
- નકલી રેમેડેસીવિરનું વધુ એક કૌભાંડ ઝડપાયું
મહત્વનું છે કે અમદાવાદથી ઈન્જેકશન વેચવા માટે આવેલા અને ખરીદવા માટે આવેલા આઠ શખ્સોની ટોળકીને પોલીસે ઝડપી તેમની પાસેથી બે ઇન્જેક્શન, 2 કાર સહિત કુલ 6.22 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
રેમેડેસીવિર ઇન્જેકશનની ઘણી ડિમાન્ડ છે
અત્યારે કોરોના મહામારી ના સમયમાં દર્દીઓની સારવાર માટે રેમડેસીવર ઇન્જેક્શન અને ઓક્સિજનની ભારે અછત સર્જાઇ છે જેના કારણે કેટલાક લાલચી લોકો આવા સમયમાં પણ ઇન્જેક્શન નું કાળા બજાર કરી રહ્યા છે જે બાબતે બનાસકાંઠા જિલ્લા એલસીબીની ટીમ ને પણ ધ્યાને આવતા જ તેઓએ ખાનગી રાહે તપાસ હાથ ધરી હતી અને આજે અમદાવાદ થી હર્ષ ઠક્કર નામનો યુવક ડીસામાં કેટલાક લોકોને ઇન્જેક્શન વેચવા માટે આવતો હોવાની માહિતી મળતાજ વોચ ગોઠવી હતી.
પોલીસે આઠ લોકોની ધરપકડ કરી
જે દરમિયાન ડીસા ના ભોયણ પાસે અમદાવાદ થી આવેલ હર્ષ ઠક્કર અને તેના સાગરીતો અને ડીસા થી ઇન્જેક્શન ખરીદવા માટે આવેલા લોકો મળી કુલ આઠ લોકોને પોલીસે રંગેહાથ ઝડપી પાડયા હતા. પોલીસે આ બાબતે પૂછતાં તેઓ જરૂરિયાતમંદ કોરોના સંક્રમિત દર્દીઓના સગાઓને ટાર્ગેટ કરી 900 રૂપિયા માં આવતું ઇન્જેક્શન કાળા બજાર કરી 30 હજાર રૂપિયામાં વેચાતા હોવાનું જણાવ્યું હતું.
પોલીસે ઝડપાયેલા શખ્સો પાસેથી રેમડેસીવર ઇન્જેક્શન અને બે કાર સહિત કુલ 6.22 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે તેમજ પોલીસે આ તમામ લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઝડપાયેલા લોકોના નામ આ પ્રમાણે છે
(૧) ઇશ્વરભાઇ શંકરભાઇ લુહાર રહે.ઘેસડા તા.થરાદ
(૨) ભેમજીભાઇ વનાભાઇ ચૌધરી રહે.ઘેસડા તા.થરાદ
(૩) આશારામભાઇ શંકરભાઇ લુહાર રહે.ઘેસડા તા.થરાદ
(૪) કીરણભાઇ પોપટભાઇ લુહાર રહે.ચાંદરવા તા.વાવ તથા રેમડેસીવીર ઇન્જેકશનનોનુ વેચાણ કરનાર
(૫) હર્ષ લેખરાજભાઇ ઠક્કર રહે.મ.નં.કે/૨૦૬ વસંતનગર ટાઉન
No comments:
Post a Comment