મહામારી / બ્લેક ફંગસની ઓળખ કેવી રીતે કરવી અને સંક્રમિત થવા પર કયા પગલાં ભરવા ? AIIMS એ બહાર પાડી નવી ગાઈડલાઈન
posted on at
કોરોનાને કારણે દેશમાં બ્લેક ફંગસનો ખતરો વધી ગયો છે
બ્લેક ફંગને જોતા એમ્સે કેટલાક દિશાનિર્દેશો જારી કર્યાં
બ્લેક ફંગસની તપાસ બાદ શક હોય તો તરત ઈએનટી ડોક્ટરનો સંપર્ક સાધવો
બ્લેક ફંગસના લક્ષણો
– નાકમાંથી કાળું દ્રવ્ય કે લોહી નીકળવું
– નાક બંધ થઈ જવું
– માથાનો દુખાવો અથવા આંખ દુખવી
-આંખોની આસપાસ સોજો આવવો, ધૂંધળું દેખાવું, આંખો લાલ થવી, આંખોની રોશની જવી, આંખો બંધ કરવા કે ખોલવામાં પરેશાની
– ચહેરો સુન્ન થઈ જવો, ચહેરા પર કરચલીઓ લાગવી
– મોં ખોલવામાં પરેશાની થવી.
એમ્સના દિશાનિર્દેશ અનુસાર બ્લેક ફંગસના લક્ષણો પર નિયમિત દેખરેખ રાખવી જોઈએ અને જો કોઈ ભાગમાં દર્દ થાય તે ઉપરાંત દાંત પડી રહ્યાં હોય અથવા તો મોંની અંદર સોજા હોય અથવા તો કાળો ભાગ દેખાતો હોય તો ડોક્ટરની સહાય લેવી જોઈએ.
બ્લેક ફંગસની શંકા હોય તો શું કરવું
– બ્લેક ફંગસની તપાસ બાદ શક હોય તો તરત ઈએનટી ડોક્ટરનો સંપર્ક સાધવો
– ડોક્ટરની સલાહ અનુસાર ઉપચાર કરાવવો
– બ્લડ સુગરને કન્ટ્રોલમાં રાખવાનો પ્રયાસ કરો
– કોઈ બીજી બીમારી હોય તો દવાઓનું સેવન કરવું
– ડોક્ટર સલાહ આપે તો એમઆરઆઈ કે સીટી સ્કેન કરાવવો
– ઓક્સિજન સપોર્ટ પર રહેલા લોકોને બ્લેક ફંગસનો વધારે ખતરો રહેતો હોય છે.
રાજસ્થાન અને તેલંગાણામાં મ્યુકોર્માઈકોસીસ મહામારી જાહેર થઈ ચૂકી છે
હેલ્થ મિનિસ્ટ્રીએ જણાવ્યું કે તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલો તથા હેલ્થ સેન્ટર, મેડિકલ કોલેજોએ હેલ્થ મિનિસ્ટ્રી અને આઈસીએમઆર દ્વારા જારી મ્યુકોર્માઈકોસીસના નિદાન, તપાસ અને વ્યવસ્થાપન માટેની ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે. હેલ્થ મિનિસ્ટ્રીએ જણાવ્યું કે દિલ્હી સહિત દેશના ઘણા રાજ્યોમાં મ્યુકોર્માઈકોસીસ (બ્લેક ફંગસ)નો કેર વધતો જાય છે.
કયા રાજ્યોએ મ્યુકોર્માઈકોસીસ રોગને મહામારી જાહેર કરી
રાજસ્થાન અને તેલંગાણા સરકારે મ્યુકોર્માઈકોસીસ રોગને મહામારી જાહેર કરી દીધો છે. કોરોનામાંથી સાજા થનાર લોકોને ઝપેટમાં લેતી મ્યુકોર્માઈકોસીસ બીમારી હવે રાજસ્થાનમાં મહામારી બની છે. સરકારી અધિકારીઓએ જણાવ્યું કે રાજ્યમાં હાલમાં 100 કરતા પણ વધારે કેસો મ્યુકોર્માઈકોસીસના છે.
રાજ્યમાં 100 કરતા પણ વધારે દર્દીઓ મ્યુકોર્માઈકોસીસના
જયપુરની સવાઈ માનસિંહ હોસ્પિટલમાં મ્યુકોર્માઈકોસીસ માટે એક અલગ વોર્ડ બનાવાયો છે અને ત્યાં દર્દીઓની સારવાર ચાલી રહી છે.રાજસ્થાન સરકારે રાજસ્થાન એપેડેમિક એક્ટ, 2020 હેઠળ આ રોગને મહામારી જાહેર કર્યાં છે. રાજ્યના પ્રિન્સિપલ હેલ્થ સેક્રેટરી અખીલ અરોરા દ્વારા જારી નોટિફિકેશનમાં આવું જણાવાયું હતું. પ્રિન્સિપલ હેલ્થ સેક્રેટરી અરોરાએ જણાવ્યું કે બ્લેક ફંગસ અને કોરોના વાયરસની એકીકૃત અને સંકલિત સારવાર સુનિશ્ચિત કરવા માટેના તમામ પગલાંઓ લેવાયા છે.
No comments:
Post a Comment