મહામારી / સાવધાન ! AC અને કૂલર પણ કોરોનાને ફેલાવી શકે છે, કેન્દ્ર સરકારની નવી ગાઈડલાઈનમાં ચેતવણી
posted on at
- કોરોનાના ફેલાવા પર કેન્દ્ર સરકારની નવી ગાઈડલાઈન
- એરોસોલ અને ડ્રોપલેટ્સથી પણ કોરોના ફેલાઈ શકે છે
- છીંક કે ખાંસી કોરોનાને 10 મીટર દૂર લઈ જઈ શકે છે
છીંક કે ખાંસી વખતે નીકળેલા છાંટામાંથી વાયરસ 10 મીટર દૂર જઈ શકે છે
કેન્દ્ર સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારોએ એક એડવાઈઝરી જારી કરીને જણાવ્યું કે કોઈ વ્યક્તિ જ્યારે છીંકે અથવા ખાંસી લેતો હોય ત્યારે તેમાંથી જે નાના અને થોડા છાંટા ઉડે છે તેમાંથી વાયરસ 10 મીટર સુધી દૂર ફેલાતો હોય છે. તેનાથી બીજા લોકોને પણ ચેપ લાગે છે.
વાયરસથી સંક્રમિત વ્યક્તિની લાળમાંથી કોરોના ફેલાઈ શકે છે
કેન્દ્ર સરકારના દિશાનિર્દેશો અનુસાર, વાયરસથી સંક્રમિત વ્યક્તિની લાળ અને નાકમાંથી નીકળેલા ડ્રોપલેટ્સ તથા એરોસેલ, વાયરસ સંક્રમણની પ્રાથમિક રીતે છે. સરકાર દ્વારા નિર્ધારીત ગાઈડલાઈનમાં કહેવાયું કે લક્ષણો વગરનો એક માણસ પણ કોરોનાનો ફેલાવો કરી શકે છે.
એસી અને કૂલરના ઉપયોગથી પણ કોરોના ફેલાઈ શકે
કેન્દ્ર સરકારે ગાઈડલાઈનમાં જણાવ્યું કે જે રુમમાં વેન્ટિલેશનનો અભાવ હોય અથવા તો વધારે એસી અને કૂલરના ઉપયોગથી પણ કોરોનાના ફેલાવાનો ખતરો વધી જતો હોય છે.
10 મીટર દૂર સુધી સંક્રમણનો ભય
કેન્દ્રના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારના જણાવ્યા અનુસાર, કોઈ પણ કોરોના સંક્રમિત દર્દીની લાળ, નેજલ ડિસ્ચાર્જ, ડ્રૉપલેટ અને એયરોસોલના રૂપે કોરોનાનું સંક્રમણ ફેલાય છે તે મુખ્ય કારણ છે. ડ્રૉપલેટ જ્યાં 2 મીટર સુધી જઈ એક જગ્યા પર બેસી જાય છે અને એયરોસોલ 10 મીટર સુધી હવામાં ફેલાઈ શકે છે. એટલે જ કોરોનાના નિયમોનું ચુસ્તપણે પાલન કરવાની સલાહ આપવામાં આવી છે. સાથે સાથે એ પણ કહેવામાં આવ્યું છે કે માસ્ક, સેનેટાઈઝર, સોશ્યલ ડિસ્ટનસિંગની સાથે સાથે વેન્ટિલેશન જેવી સામાન્ય બાબતોનું પણ ધ્યાન રાખીને જ આપણે મહામારીમાંથી બહાર આવીશું. ગાઈડલાઇનમાં કહ્યું છે કે શહેર અને ગામડાના ઘરમાં, ઑફિસ અને બીજા જાહેર સ્થળો પર ઝડપથી વેન્ટિલેશન કરવું જરૂરી છે. ઘરમાં, ઑફિસ અને સેન્ટ્રલાઇઝ્ડ બિલ્ડીંગોમાં પંખા લગાવી, દરવાજા અને બારીઓ ખોલી, હવાની અવર જવર વધારવાની વાત કરી છે.
વેન્ટિલેશન વધવાથી કોરોના ફેલાવવાનો ખતરો ઓછો
વૈજ્ઞાનિક સલાહકારના જણાવ્યા અનુસાર કોઈ પણ કોરોના દર્દીના બોલવા સમયે, હસવા સમયે, ઉધરસ સમયે જે ડ્રૉપલેટ કે એયરોસૉલ નીકળે છે, તે જ વાયરસ ટ્રાન્સમિશનનું મુખ્ય કારણ બને છે. જે રીતે કોઈ પણ જગ્યા પર હવાની અવર જવર વધવાથી ત્યાંની દુર્ગંધ જતી રહે છે તે જ રીતે કોઈ પણ જગ્યાએ વેન્ટિલેશન વધવાથી કોરોના ફેલાવવાનો ખતરો ઓછો થઈ જાય છે.
No comments:
Post a Comment