ગુજરાતમાં કોરોનાના કેસમાં મોટો ઘટાડો, આજે નોંધાયા 9061 કેસ જ્યારે મોત 100ની નીચે
posted on at
- ગુજરાતમાંથી સતત ઘટી રહ્યું છે કોરોના સંકટ
- 24 કલાકમાં કોરોનાના 9,061 નવા કેસ સાથે 95 દર્દીના થયાં મોત
- અત્યાર સુધીમાં 1,47,18,861 લોકોને અપાઇ રસી
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 9,061 નવા કેસ નોંધાયા છે, તો 95 લોકોના સંક્રમણના કારણે મોત નિપજ્યા છે. આજે ફરી એક વખત ગુજરાતમાં, કોરોનાની બીજી લહેરમાં કોરોનાના કેસ કરતા આજે સાજા થનારનો આંકડો વધુ છે.
છેલ્લા 24 કલાકમાં 95 દર્દીઓના મોત અને સાજા થનારનો આંકડો રાહત આપનારો
ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 95 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 9039 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. જો કે, નવા કેસની સામે આજે ગુજરાતમાં 15,076 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 6,24,107 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. આમ આજે કેસ વધ્યા છે પરંતુ સાજા થનારનો આંકડો રાહત આપનારો છે. રાજ્યમાં હાલ 791 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 1,11,263 પર પહોંચ્યો છે.
અત્યાર સુધીમાં 1,47,51,911 લોકોને અપાઇ રસી
સારા સમાચાર એ છે કે, આજે રાજ્યમાં 31301 લોકોને રસી આપતાની સાથે અત્યાર સુધીમાં 1,47,83,212 લોકોનું કુલ રસીકરણ થઈ ગયું છે.
સુરત અને અમદાવાદમાં કોરોના સંક્રમણ ઘટ્યું
ગુજરાતમાં રસીકરણની કામગીરી ચાલુ હોવા છતાં બીજી તરફ પરિસ્થિતિ બેફામ છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 2396 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 64 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 598 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 208 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 569 કેસ, જ્યારે ગ્રામ્યમાં 465 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 274 કેસ અને ગ્રામ્યમાં 202 કેસ નોંધાયા છે.ત્યારે જાણો 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત….
No comments:
Post a Comment