Search This Website

Sunday, May 16, 2021

ભારત પહોચ્ચો કોરોના વેક્સીન સ્પૂતનિકનો બીજો જથ્થો, દર વર્ષે 85 કરોડ ડોઝ બનાવવાની આશા

 


ભારત પહોચ્ચો કોરોના વેક્સીન સ્પૂતનિકનો બીજો જથ્થો, દર વર્ષે 85 કરોડ ડોઝ બનાવવાની આશા






નવી દિલ્હી: રશિયાની કોરોના વાયરસની વેક્સીન સ્પૂતનિક V (Sputnik V)નો બીજો જથ્થો રવિવારે ભારત પહોચી ગયો છે. આ હૈદરાબાદમાં વિમાનથી લાવવામાં આવ્યો છે. આ સાથે જ ભારતમાં રશિયાના રાજદૂત એન કુદાશેવે કહ્યુ છે કે બારતમાં સ્પૂતનિક V વેક્સીનનું ઉત્પાદન વધારીને દર વર્ષે 85 કરોડ ડોઝ સુધી કરવાની આશા છે.

રશિયાના રાજદૂતે કહ્યુ કે સ્પૂતનિક V રશિયન-ભારતીય વેક્સીન છે. આ સાથે જ આશા છે કે ભારતમાં તેનું ઉત્પાદન ઝડપથી વધશે. આ સિવાયા તેમણે એમ પણ કહ્યુ કે જલ્દી રશિયાની સિંગલ ડોઝ કોરોના વેક્સીન સ્પૂતનિક લાઇટને પણ લાવવાનો પ્લાન છે.

રશિયાના રાજદૂતે કહ્યુ, રશિયામાં જુલાઇ, 2020થી લોકોના રસીકરણ માટે આ વેક્સીનનો ઉપયોગ થઇ રહ્યો છે. રશિયાના તબીબોએ કહ્યુ છે કે આ કોરોના વાયરસના નવા સ્ટ્રેન વિરૂદ્ધ પ્રભાવી છે.

રવિવારે હૈદરાબાદમાં સ્પૂતનિકનો બીજો જથ્થો પહોચશે. બીજી તરફ ભારતમાં પ્રથમ જથ્થો 1 મેએ સેન્ટ્રલ ડ્રગ્સ લેબોરેટરીની ક્લિયરન્સ બાદ પહોચ્યો હતો. દેશમાં વેક્સીનની કમી વચ્ચે ગુરૂવારે કેન્દ્ર સરકારે જાણકારી આપી છે કે સ્પૂતનિક V વેક્સીન આવતા અઠવાડિયાથી બજારમાં મળશે.

શુક્રવારે હૈદરાબાદની . રેડ્ડીઝ લેબે ભારતમાં સ્પૂતનિક લોન્ચ કરી હતી. આ ભારતમાં આ વેક્સીન માટે પાર્ટનર છે. જેની કિંમત 995 રૂપિયા હોઇ શકે છે. રેડ્ડીઝના મોટા અધિકારીઓએ કહ્યુ કે આગામી 8થી 10 મહિનામાં ભારતને સ્પૂતનિકની 25 કરોડ ડોઝ મળશે. ભારતમાં તેનું ઉત્પાદન જુલાઇમાં શરૂ થશે.

No comments:

Post a Comment