બ્લેક ફંગસ’ બાદ હવે કોરોનાના દર્દીઓમાં નવી બીમારીનું સંકટ, ગુજરાતમાં ‘એસ્પરગિલોસિસ’ના 8 કેસ
નવી દિલ્હી/વડોદરા: સમગ્ર દેશ હાલ મહામારી કોરોના વાઈરસની બીજી લહેરનો સામનો કરી રહ્યો છે. કોરોનાના કહેરથી હજું માંડ ઉગર્યા, ત્યાં બ્લેક ફંગસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. દેશમાં અત્યાર સુધીમાં બ્લેક ફંગસના 11 હજારથી વધુ કેસો સામે આવી ચૂક્યાં છે. બ્લેક ફંગસ બાદ હવે કોરોનાના દર્દીઓ વધુ એક બીમારીમાં સપડાઈ રહ્યાં છે. આ નવી બીમારીનું નામ “એસ્પરગિલોસિસ” છે. બ્લેક ફંગસના જેમ જ એસ્પરગિલોસિસ પર કોવિડ-19થી રિકવર થયેલા દર્દીઓમાં જ જોવા મળે છે.
ગુજરાતમાં એસ્પરગિલોસિસના 8 દર્દી
દેશમાં ગુજરાત અને મહારાષ્ટ્રમાં બ્લેક ફંગસના કેસો અન્ય રાજ્યોની સરખામણીમાં સૌથી વધુ છે. બ્લેક ફંગસના કેસ ગુજરાતમાં ઝડપથી વધી રહ્યાં છે. છેલ્લા થોડા દિવસોમાં ગુજરાતના વડોદરામાં બ્લેક ફંગસના 262 નવા કેસો સામે આવ્યાં છે. જે પૈકી 8 લોકો એક નવા ફંગસ એસ્પરગિલોસિસથી પીડિત જણાયા છે. કોરોના મહામારી વચ્ચે અન્ય અનેક પ્રકારના ફંગલ ઈન્ફેક્શન ચિંતાનો વિષય બન્યાં છે.
No comments:
Post a Comment