
ગુજરાતમાં કોરોનાના કેસમાં ઘટાડો, આજે નોંધાયા 7135, કુલ ઍક્ટિવ કેસ એક લાખની નીચે
posted on at
- ગુજરાતમાંથી સતત ઘટી રહ્યું છે કોરોના સંકટ
- 24 કલાકમાં કોરોનાના 7,135 નવા કેસ સાથે 81 દર્દીના થયાં મોત
- તૌકતે વાવાઝોડાના કારણે રસીકરણ બંધ રખાયું હતું
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 7,135 નવા કેસ નોંધાયા છે, તો 81 લોકોના સંક્રમણના કારણે મોત નિપજ્યા છે. આજે ફરી એક વખત ગુજરાતમાં, કોરોનાની બીજી લહેરમાં કોરોનાના કેસ કરતા આજે સાજા થનારનો આંકડો વધુ છે. જો કે, ગઈકાલ કરતા મોતની સંખ્યામા ઘટાડો થયો છે.
છેલ્લા 24 કલાકમાં 81 દર્દીઓના મોત અને સાજા થનારનો આંકડો રાહત આપનારો
ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 81 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 9202 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. જો કે, નવા કેસની સામે આજે ગુજરાતમાં 12,342 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 6,50,932 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. આમ આજે કેસ પણ ઘટ્યા અને સાજા થનારનો આંકડો રાહત આપનારો છે. રાજ્યમાં હાલ 762 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 99,620 પર પહોંચ્યો છે.
અત્યાર સુધીમાં 1,47,51,911 લોકોને અપાઇ રસી
સારા સમાચાર એ છે કે, અત્યાર સુધીમાં 1,47,83,212 લોકોનું કુલ રસીકરણ થઈ ગયું છે. મહત્વનું છે કે, તૌકતે વાવાઝોડાના કારણે ગુજરાતમાં રસીકરણ આજે બંધ રખાયું છે. જેને લઈ કોઈ નવા આંકડાઓ સામે આવ્યા નથી.
સુરત અને અમદાવાદમાં કોરોના સંક્રમણ ઘટ્યું
ગુજરાતમાં રસીકરણની કામગીરી ચાલુ હોવા છતાં બીજી તરફ પરિસ્થિતિ બેફામ છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 2338 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 39 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 356 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 162 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 455 કેસ, જ્યારે ગ્રામ્યમાં 246 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 119 કેસ અને ગ્રામ્યમાં 160 કેસ નોંધાયા છે.ત્યારે જાણો 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત….
No comments:
Post a Comment