ગુજરાતના આ જિલ્લામાં કલેક્ટરે વધુ 7 ગામોને સંપૂર્ણ પ્રતિબંધિત કરી ભારે પોલીસ તૈનાત કરી, કોરોનાએ મચાવ્યો કહેર
posted on at
- ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનો વધતો કહેર
- ભાવનગરમાં 7 ગામો સંપૂર્ણ બંધ, 18 થી 66 ટકા લોકો સંક્રમિત
- ગામની બહાર બેરીકેટ અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
ગુજરાત સહિત આખા દેશમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે ત્યારે હવે ગ્રામીણ વિસ્તારોમાં કોરોના વાયરસ કાળો કહેર વર્તાઇ રહ્યો છે. ગામડાઓમાં સુવિધા તથા જાગરૂકતાના અભાવે વધારે લોકો વાયરસનો ભોગ બની રહ્યા છે ત્યારે ભાવનગરના ગામડાઓમાં ટેન્શન વધ્યું છે. ગામડાઓમાં સતત વધતાં કેસના કારણે ભાવનગરના સાત ગામડાઓને સંપૂર્ણ પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરી દેવાની ફરજ પડી છે.
કુલ મળીને 14 ગામો સંપૂર્ણ રીતે પ્રતિબંધિત
ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના વધતા તાજેતરમાં વધુ 7 ગામો ને સંપૂર્ણ પણે પ્રતિબંધિત વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. અગાઉ પણ 7 ગામો ને પ્રતિબન્ધિત કરવામાં આવેલ આમ કુલ હવે જિલ્લાના 14 ગામોને જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડીને સંપૂર્ણ પણે પ્રતિબંધિત તરીકે જાહેર કરાયા છે.
લોકોને ઘરમાં જ રહેવા સલાહ
કોરોના વાયરસના વધતાં કહેરના કારણે જે ગામો પ્રતિબંધિત જાહેર થયા છે તેમાં ઘોઘા,તગડી, તણસા, ભનડારીયા,પીથલપુર,જસપર,અને ભુમભલી ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ગામોમાં કોરોના એટલી બધી હદે વકર્યો છે કે વસ્તીના પ્રમાણમાં 18 ટકા થઈ લઇ ને 66 ટકા સુધી લોકો કોરોના સંક્રમિત થયા છે. આ ગામોમાં આજ સવારથી જ બેરીકેટ,ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને લોકોની અવર જવર ઉપર પ્રતિબંધ પણ મુકવામાં આવ્યો છે.
ભારતના ગામડાઓમાં કોરોનાનો કહેર
ભારતમાં કોરોના વાયરસના વધતાં કેસ વચ્ચે સામે આવ્યું છે કે દેશના 700 જિલ્લામાંથી 533 જિલ્લામાં કોરોના વાયરસનો પોઝિટિવિટી રેટ 10 ટકાથી પણ વધારે છે. આ જાણકારી સરકાર તરફથી જ આપવામાં આવી છે અને કોરોના વાયરસના આ આંકડા પરથી જ બીજી લહેર કેટલી ખતરનાક છે તે જાણી શકાય છે. કોરોના વાયરસની બીજી લહેરમાં ગ્રામીણ વિસ્તારોમાં ખૂબ તેજીથી સંક્રમણ ફેલાઈ રહ્યું છે. ભારતમાં અત્યારે 13 રાજ્યો એવા છે જ્યાં એક લાખ કરતાં પણ વધારે એક્ટિવ કેસ સામે આવ્યા છે, જ્યારે 6 રાજ્યોમાં 50 હજારથી એક લાખની વચ્ચે કોરોના વાયરસના એક્ટિવ કેસ છે. આ સિવાયના બાકીના રાજ્યોના કોરોના વાયરસના એક્ટિવ કેસની સાથે ભારતમા હાલમાંઆ 37 લાખ કોરોના વાયરસના એક્ટિવ કેસ છે.
No comments:
Post a Comment