દેશમાં લગભગ 6.9 લાખ એવા દર્દી જેમને પડી શકે કે ઓક્સિજનની જરુર, જાણો શું છે કેન્દ્રનો પ્લાન
posted on at
- દેશમાં 6.9 લાખ એવા દર્દી જેમને ઓક્સિજનની જરુર પડી શકે
- આગળની તૈયારી વધારે કેસોને ધ્યાનમાં રાખીને કરવાની રહેશે
- 3 કેટેગરીમાં વિભાજિત છે પ્લાન
દેશમાં 6.9 લાખ એવા દર્દી જેમને ઓક્સિજનની જરુર પડી શકે
કોરોનાની બીજી લહેરમાં અનેક દેશોમાં ઓક્સિજનની અછત વર્તાઈ રહી છે. ત્યારે એક ઓક્સિજન બેડ માટે સોશિયલ મીડિયા પર એસઓએસ મેસેજનુ પુર જોવા મળી શકે છે. કેન્દ્ર સરકાર ઓક્સિજન પ્રોડક્શન અને ડિસ્ટ્રીબ્યૂશનને લઈને ઝડપથી કામ કરી રહી છે. ઓક્સિજનની સપ્લાયને લઈને કેન્દ્ર દ્વારા તૈયાર કરવામાં આવેલા પ્લાન પર આધારિત આકલન મુજબ આ સમયે સમગ્ર દેશમાં લગભગ 6.9 લાખ એવા દર્દી છે. જેમને ઓક્સિજનની જરુર પડી શકે છે.
આગળની તૈયારી વધારે કેસોને ધ્યાનમાં રાખીને કરવાની રહેશે
એક્સપર્ટનું કહેવું છે કે એવું નથી કે તમામને એક જ સમયે ઓક્સિજનની જરુર પડી શકે છે. પરંતુ આગળની તૈયારી વધારે કેસોને ધ્યાનમાં રાખીને કરવાની રહેશે. આ સમયે કેન્દ્ર અને રાજ્ય બન્નેમાં વધારે મામલાને લઈને પ્લાન તૈયાર કરી રહ્યા છે. પરંતુ ગત 15 દિવસો દરમિયાન સપ્લાયને લઈને રાજ્યો તરફથી મોટા ભાગે ફરિયાદ સાંભળવા મળી છે.
3 કેટેગરીમાં વિભાજિત છે પ્લાન
ન્યૂઝ રિપોર્ટ કહે છે કે કેન્દ્ર મુજબ ઓક્સિજન સપ્લાયનો પ્લાન 3 કેટેગરીમાં વિભાજિત છે. આ કેટેગરીમાં પહેલા નંબર પર 80 ટકા માઈલ્ડ કેસોનું છે જેમને ઓક્સિજન બીજા નંબર પર આવે છે 17 ટકા મોડરેટ કેસ જેમને સારવાર દરમિયાન ઓક્સિજનની જરુર પડે છે. 3 ટકા ગંભીર મામલામાં વેન્ટિલેટરની જરુર હોય છે.
20 ટકા મામલામાં પડી શકે છે ઓક્સિજનની જરુર
ગત 3 મે સુધી દેશમાં કોરોનાના કુલ એક્ટિવ કેસ 34.4 લાખથી વધારે હતા. તેવાાં કેન્દ્રના ફોર્મ્યુલાના હિસાબે જોઈએ તો લગભગ 20 ટકા એવા મામલા છે કે જેમાં ઓક્સિજનની જરુર પડી શકે છે. કેન્દ્રનુ કહેવું છે કે રાજ્યોમાં વધારે એક્ટિવ કેસ મુજબ ઓક્સિજન સપ્લાય નક્કી કરવામાં આવ્યો છે. આ સમયે પુરા દેશમાં કુલ 8462 મેટ્રિક ટન મેડિકલ ઓક્સિજન સ્પાલયની જરુર છે.
ઉલ્લેખનીય છે કે દિલ્હી હાઈકોર્ટમાં મંગળવારે કેન્દ્ર સરકારને ફટકાર લગાવી છે. કોર્ટે કહ્યુ દેશમાં જે સ્થિતિ છે તેને જોતા તમે અંધ હોઈ શકો છો. અમે નહીં અમે લોકોને મરતા ન જોઈ શકીએ, દિલ્હી હાઈકોર્ટે કહ્યુ કેન્દ્રએ તો આંખે પાટો બાંધ્યો છે અમે એવું ન કરી શકીએ.
No comments:
Post a Comment