વેક્સીનેશનને લઈને એક્સપર્ટનું નિવેદન, કહ્યું ભારતે હજુ 51 કરોડ લોકોને વેક્સીનેટ કરવાની જરૂરઃ જાણો કેટલો સમય લાગશે
posted on at
- વેક્સીનેશનને લઈને એક્સપર્ટનું નિવેદન
- ભારતે હજુ 51 કરોડ લોકોને વેક્સીનેટ કરવાની જરૂર
- આ કામ 2-3 મહિનામાં કરી શકાય છે
કોરોનાની બીજી લહેરની વચ્ચે સ્વાસ્થ્ય સેવાઓ પ્રભાવિત થઈ રહી છે. બીજી લહેરના કારણે મોતની વચ્ચે ત્રીજી લહેરની પણ આશા રખાઈ રહી છે. નારાયણા હેલ્થના ચેરપર્સન ડો. દેવી શેટ્ટીનું કહેવું છે કે આવનારા 2-3 મહિનામાં વ્યાપક વેક્સીનેશન અભિયાન જ પ્રભાવી અને આર્થિક સોર્સ છે તેનાથી ભારતને ત્રીજી લહેરથી બચાવી શકાય છે.
આ કામ 2-3 મહિનામાં કરી શકાય છે
ડો. શેટ્ટીએ કહ્યું કે ભારતે ફક્ત 51 કરોડ લોકોને વેક્સીનેટ કરવાની જરૂર છે અને આ કામ 2-3 મહિનામાં કરી શકાય છે. તેઓએ કહ્યું કે ભારતને માટે કોરોના મહામારીને ખતમ કરવાનું મુશ્કેલ નથી. આ માટે સસ્તા અને ઝડપથી વેક્સીનેશન એ જ ઉપાય છે. 18 વર્ષથી ઉપરના વ્યક્તિઓને વેક્સીન લગાવવાની જરૂર રહે છે.
ડોક્ટર અને નર્સની ખામીને દૂર કરવાની જરૂર
આ સિવાય કોરોના વાયરસની ત્રીજી લહેરથી બચવા માટે ભારતમા કયા ઉપાયો કરી શકાય છે તેને લઈને ડો. શેટ્ટી કહે છે કે ભારતે જલ્દી દેશમાં ડોક્ટર અને નર્સની ખામીને દૂર કરવાની રહેશે જેથી દર્દીને યોગ્ય સારવાર મળી રહે. તેમની દેખરખ થશે તો તેમને મોતથી બચાવી શકાશે.
વેક્સીનેશનમાં 70 હજાર કરોડથી પણ ઓછો ખર્ચ
તેઓએ કહ્યું કે અહીં જનસંખ્યા વધારે છે પણ દેશ પાસે સોર્સ છે. 13 કરોડ લોકોને પહેલાથી વેક્સીન અપાઈ છે અને 18 વર્ષથી નાની ઉંમરના લોકોને પણ વેક્સીન અપાઈ રહી છે. એવામાં 51 કરોડ લોકોનું વેક્સીનેશન બાકી છે અને તેમને બંને ડોઝ આપવાના છે, આ માટે 70 હજાર કરોડથી ઓછો ખર્ચ આવી શકે છે. જ્યાં દેશની જીડીપી 200 લાખ કરોડની છે ત્યારે આ ખર્ચ કંઈ નથી.
વેક્સીનેશન એક માત્ર ઉપાય
ડો. શેટ્ટીએ કહ્યું કે ત્રીજી લહેરથી દેશને બચાવવા માટે વેક્સીનેશન એક માત્ર ઉપાય છે. તેઓએ કહ્યું કે આ સૌથી સસ્તો રસ્તો છે. કોરોનાની ત્રીજી લહેરમાં બાળકોમાં સંક્રમણ વધી રહ્યું છે. તેમને માટે પણ જલ્દી વેક્સીન લાવવાની જરૂર છે.
No comments:
Post a Comment