કાબૂલની ગર્લ્સ સ્કૂલ નજીક બ્લાસ્ટ મામલો, 50થી વધુ લોકોના મોત, વીડિયો જોઇને કાળજું કંપી ઉઠશે
posted on at
- અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં બ્લાસ્ટ
- 45થી વધુ લોકોના મૃત્યુ
- ગૃહમંત્રાલયે સત્તાવારી રીતે આપ્યું નિવેદન
ઉલ્લેખનીય છે કે, અફઘાનિસ્તાનના ગૃહમંત્રાલયે આ માહિતી આપી છે. કાબુલ જિલ્લાના દસ્તર-એ-બાર્ચીમાં સૈયદ અલ શુહદા ગર્લ્સ હાઇ સ્કૂલને નિશાન બનાવીને બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો, જ્યારે છોકરીઓ શાળાઓની બહાર નીકળી રહી હતી. પહેલા કાર બોમ્બ વિસ્ફોટ થયો અને ત્યારબાદ બે રોકેટ ચલાવવામાં આવ્યા હતા.હવે સુધી કોઈ પણ આતંકી સંગઠને જવાબદારી લીધી નથી. પોલીસ આતંકવાદી હુમલો તરીકે તપાસ કરી રહી છે.
અફઘાન મંત્રાલયના પ્રવક્તાનું નિવેદન
અફઘાનિસ્તાનના ગૃહ મંત્રાલયના પ્રવક્તા તારીક એરીઅને કહ્યું કે આ હુમલામાં 45થી વધુ લોકો માર્યા ગયા અને ડઝનેક ઘાયલ થયા. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પશ્ચિમ કાબુલમાં દાસ્તા-એ-બારચી જિલ્લામાં આ વિસ્ફોટ થયો, જ્યારે પછીના અઠવાડિયામાં લોકો ઈદ ઉલ ફિતરની ખરીદવા માટે તેમના ઘરની બહાર નીકળ્યા. ઈદ ઉલ ફિત્ર પવિત્ર રમજાન મહિનાના અંતમાં ઉજવવામાં આવે છે. શિયા હજારા સમાજના લોકો મોટી સંખ્યામાં આ વિસ્તારમાં રહે છે. આ સમુદાય સુન્ની ઇસ્લામી કટ્ટરવાદીઓનું નિશાન બની રહ્યું છે.
No comments:
Post a Comment