Search This Website

Saturday, May 8, 2021

મળવા જેવા માણસ:જેમની વાર્તા પરથી 'વિઠ્ઠલ તિડી' વેબ સિરીઝ બની એ લેખક મુકેશ સોજીત્રાએ કહ્યું- શિક્ષકની નોકરી સાથે મેં છેલ્લાં 5 વર્ષમાં 400થી વધુ વાર્તા લખી, 9 કિમી ચાલીને પુસ્તક વાંચવા જતો

મળવા જેવા માણસ:જેમની વાર્તા પરથી 'વિઠ્ઠલ તિડી' વેબ સિરીઝ બની એ લેખક મુકેશ સોજીત્રાએ કહ્યું- શિક્ષકની નોકરી સાથે મેં છેલ્લાં 5 વર્ષમાં 400થી વધુ વાર્તા લખી, 9 કિમી ચાલીને પુસ્તક વાંચવા જતો

ભાવનગરના ભમ્મરિયા ગામમાં જન્મેલા અને પ્રાથમિક શિક્ષકની નોકરી કરે છે
વાર્તા આર્થિક ઉપાર્જન માટે નહીં, પરંતુ શોખ ખાતર લખે છે

ગુજરાતી ડિજિટલ પ્લેટફોર્મ 'ઓહો' પર પહેલી વેબ સિરીઝ 'વિઠ્ઠલ તિડી' આજે (સાત મે)એ રિલીઝ થઈ રહી છે. આ સિરીઝ શોર્ટ સ્ટોરી 'વિઠ્ઠલ તિડી' પરથી બનાવવામાં આવી છે. 'વિઠ્ઠલ તિડી' ટૂંકી વાર્તા શિક્ષક તથા લેખક મુકેશ સોજીત્રાએ લખી છે. મુકેશ સોજીત્રાએ પાંચ વર્ષ પહેલાં આ વાર્તા લખી હતી. એક વર્ષ પહેલાં જ તેમણે ડિરેક્ટર અભિષેક જૈન સાથે આ વાર્તા અંગે ડીલ કરી હતી. મુકેશ સોજીત્રા ગરીબીમાંથી આગળ આવ્યા છે. તેમણે તેમના જીવનમાં પુષ્કળ વાંચન કર્યું છે. છેલ્લાં પાંચ વર્ષથી તેમણે લખવાની શરૂઆત કરી હતી. દિવ્યભાસ્કરે મુકેશ સોજીત્રા સાથે વાત કરીને તેમના જીવનમાં ડોકિયું કરવાનો પ્રયાસ કર્યો હતો.

તમને ક્યારથી વાર્તા લખવાનો વિચાર આવ્યો હતો?
હું પ્રાથમિક શિક્ષક છું અને હું 2016થી લખું છું. મેં 400થી વધુ શોર્ટ સ્ટોરી લખી છે અને ચારેક જેટલી નવલકથા લખી છે.

પિતા લાભુભાઈ સાથે મુકેશ સોજીત્રા

શોર્ટ સ્ટોરી 'વિઠ્ઠલ તિડી' સત્યઘટના પર આધારિત છે?
આખું ફિક્શન છે. 1980ના દાયકામાં મારું નાનપણ વિત્યું અને પછી જે નોકરીનો સમયગાળો હતો, તેમાંથી ઘણાં બધા પાત્રો લેવામાં આવ્યા છે. જોકે, આ ફિક્શન જ છે. કોઈ એક વ્યક્તિ પર ફોકસ કરવામાં આવ્યું નથી. આ વાર્તા મેં પાંચેક વર્ષ પહેલાં અંદાજે 2016માં લખી હતી.

અભિષેક જૈન સુધી આ વાર્તા કેવી રીતે પહોંચી?
હું સો.મીડિયામાં મારી વાર્તા પોસ્ટ શૅર કરતો હતો. હું મારી વાર્તા હું ક્યારેય કોઈ મેગેઝિનમાં મોકલતો નહોતો. સાહિત્યના લેખકો મહિને એકાદ બે વાર્તા લખે છે. જ્યારે હું મહિનાાં ઘણીવાર 15 કે 20 વાર્તા લખું છું. હું મારી રીતે લખું છું. હું વાર્તાના નિયમો પર ચાલીને લખતો નથી. અભિષેકને આ વાર્તા ગમી હતી અને પછી ગયા લૉકડાઉનમાં તેમની ઑફર આવી હતી કે તેમને આ વાર્તા ગમી છે. આ પાત્ર તેમને બહુ જ ગમ્યા છે. ત્યારે તો મને ખબર નથી કે અભિષેક જૈન ડિરેક્ટર છે અને તેમણે ત્રણ-ચાર ફિલ્મ ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં પ્રતીક ગાંધી ને શ્રદ્ધા ડાંગર કામ કરવાના છે, તેવી કંઈ જ ખબર નહોતી. આટલી જબરજસ્ત સિરીઝ બનશે, તેનો મને સહેજ પણ અંદાજો નહોતો. મને ટ્રેલર પરથી ખ્યાલ આવ્યો કે મારી આખી વાર્તા લેવામાં આવી છે અને તેને પૂરો ન્યાય આપ્યો છે. મને સિરીઝના સ્ક્રિનિંગમાં બોલાવ્યો હતો, પરંતુ કોરોનાને કારણે હું જઈ શક્યો નહીં. આથી મેં હજી સુધી સિરીઝ પૂરી જોઈ નથી.

પત્ની પ્રભા, દીકરા દર્શન સાથે મુકેશ સોજીત્રા

જ્યારે વાર્તા પરથી સિરીઝ બની તો તમારામાં મનમાં કેવો વિચાર આવ્યો?
જ્યારે વાર્તા પરથી સિરીઝ બની તો મને ઘણું જ ગમ્યું હતું. જ્યારે મેં લખવાનું શરૂ કર્યું ત્યારે જ નક્કી કર્યું હતું કે હું સામેથી કોઈ મેગેઝિન કે ક્યાંય મોકલાવીશ નહીં. લોકો સામેથી માગશે તો જ હું આપીશ. આ મારો શોખનો વિષય છે. હું આર્થિક ઉપાર્જન માટે લખતો નથી. હું સો.મીડિયામાં મારી વાર્તા પોસ્ટ કરતો હતો. 2016થી લખતો ત્યારે એક સપનું હતું કે મારી વાર્તા પરથી કોઈ ફિલ્મ બને. એ લોકોએ સામેથી મારી વાર્તા પસંદ કરી છે અને આ રીતે મારું સપનું પૂરું થયું છે. કોન્ટ્રાક્ટ કરતી વખતે મને જે રકમ મળી તેનાથી ઘણો જ સંતોષ થયો. જોકે, પૈસા કરતાં મને આનંદ થયો કે મારી વાર્તા પરથી સિરીઝ બની. મારી વાર્તામાં પ્રતીક ગાંધી કામ કરે તે જ વાત મહત્ત્વનુ છે. આ સિરીઝ બાદ મને મુંબઈમાંથી બે-ત્રણ ઑફર પણ આવી છે.

આટલી બધી વાર્તા લખવાનો સમય કેવી રીતે મળે છે?
મારા પિતાજી રેશનિંગની દુકાનમાં હતાં ત્યારે સ્થિતિ નબળી હતી. હું ધોરણ ચોથામાં હતો ત્યારથી નિરંજન, ફૂલવાડી,ચંપક, ચિત્રલેખા જેવા મેગેઝિન વાંચતો હતો. પાંચમા ધોરણમાં અમારા બે શિક્ષકો હતા, તે લોકો નવલકથા વાંચવા લાવતા હતા. હું પાંચમા ધોરણથી હરકિશન મહેતાની નવલકથા વાંચતો હતો. અશ્વિની ભટ્ટને વાંચતો અને મેં 45 વર્ષથી સુધી સતત વાંચન કર્યું છે. મેં ગુજરાતી, હિંદી તથા અંગ્રેજીના ઘણાં પુસ્તકો વાંચ્યા છે. લખવાનું તો મેં છેલ્લાં પાંચેક વર્ષથી શરૂ કર્યું છે. તે પહેલાં મેં અઢળક વાંચન કર્યું છે. હું વેકેશનમાં રોજ નવ કિમી ચાલીને માત્ર પુસ્તક વાંચવા જતો હતો.

મુકેશભાઈએ પહેલેથી જ નક્કી કર્યુ હતું કે તે ક્યારેય સામેથી કોઈ જગ્યાએ પોતાની વાર્તા મોકલવાશે નહીં

ડૉક્ટર બનવાને બદલે કેવી રીતે શિક્ષક ને લેખક બની ગયા?
મારું વતન ભાવનગરમાં આવેલું ભમ્મરિયા ગામ છે અને અહીંયા જ પ્રાથમિક શિક્ષણ લીધું છે. માનપુર સંસ્થામાં માધ્યમિક શિક્ષણ લીધું. ડૉક્ટર બનવાની ઈચ્છા હતી અને 11 સાયન્સમાં એડમિશન પણ લીધું હતું. જોકે, તે સમયે પરિસ્થિતિ એવી આવી કે ટ્યૂશનના પૈસા નહોતા. મારા પપ્પા રેશનિંગમાં કામ કરતાં અને તેથી જ ત્યાંના મામલતદારે એવું કહ્યું કે તમારા છોકરાને એકવાર શિક્ષક બનાવી દો પછી તેને જે ભણવું હશે તે ભણશે. મેં સાયન્સ મૂકીને PTC કર્યું. PTCનું પરિણામ આવ્યું અને તેના બીજા જ દિવસે મને સરકારી નોકરી મળી ગઈ હતી. મને જૂનાગઢમાં નોકરી મળી હતી. અહીંયા મેં ત્રણેક વર્ષ કામ કર્યું હતું. ત્યારબાદ ભાવનગર ગયો હતો. પછી ગઢડા ગયો હતો. અત્યારે હું ભંડારિયા પ્રાથમિક શાળામાં છું. વાંચન તથા સમાજને એટલો નજીકથી જોયો છે ને. નાનો હતો ત્યારે હું વૃદ્ધો સાથે બેસતો હતો. તેમને સાંભળ્યા છે. બસમાં બેસતો ત્યારે પણ લોકોને સાંભળતો હતો. મેં લોકોને બહુ જ સાંભળ્યા છે.

પૂરા પરિવાર સાથે મુકેશ સોજીત્રા

પરિવારમાં કોણ કોણ છે?
મારા પરિવારની વાત કરું તો હું પત્ની ને દીકરા સાથે ગામડે રહું છું, જ્યારે મારા બે ભાઈઓ સુરતમાં રહે છે. મારા મમ્મી પપ્પા પણ મારા ભાઈઓ સાથે સુરતમાં જ છે.

No comments:

Post a Comment