
મહામારી / પ્રધાનમંત્રી મોદીએ આજે બીજા 4 મુખ્યમંત્રીઓને ઘુમાવ્યો ફોન, રાજ્યોને આપી આ મોટી ખાતરી
posted on at
- પ્રધાનમંત્રી મોદીએ પંજાબ,કર્ણાટક,બિહાર અને ઉત્તરાખંડના મુખ્યમંત્રીને ફોન કર્યો
- રાજ્યોની કોરોનાની સ્થિતિ વિશે જાણકારી મેળવી
- પંજાબના સીએમ કેપ્ટન અમરિન્દર, કર્ણાટકના સીએમ યેદિયુરપ્પા સાથે કરી વાત
- બિહારના સીએમ નીતિશ કુમાર તથા ઉત્તરાખંડના સીએમ રાવત પાસેથી પણ જાણકારી મેળવી
છેલ્લા કેટલાક દિવસથી પ્રધાનમંત્રી મોદી સતત રાજ્યોના મુખ્યમંત્રીઓને વાત કરીને કોરોનાની હાલતની જાતમાહિતી મેળવી રહ્યાં છે. રવિવારે પ્રધાનમંત્રીએ પંજાબના સીએમ કેપ્ટન અમરિન્દર સિંહ, કર્ણાટકના સીએમ બીએસ યેદિયુરપ્પા, બિહારના સીએમ નીતિશ કુમાર તથા ઉત્તરાખંડના સીએમ રાવતને ફોન કરીને તેમના રાજ્યોની કોરોનાની હાલત વિશે જાણકારી મેળવી હતી. પ્રધાનમંત્રીએ ચાર મુખ્યમંત્રીઓ પાસેથી મહામારીની સ્થિતિ, દર્દીઓની સંખ્યા, સારવારની હાલત તથા ઓક્સિજનની સ્થિતિ વિશે પૂછ્યું હતું.
ચાર રાજ્યના મુખ્યમંત્રીઓએ પ્રધાનમંત્રીને વેક્સિનેશન ડ્રાઈવ અંગે માહિતગાર કર્યાં
ચાર રાજ્યના મુખ્યમંત્રીઓએ પ્રધાનમંત્રીને વેક્સિનેશન ડ્રાઈવ અંગે માહિતગાર કર્યાં હતા. મુખ્યમંત્રીઓએ પ્રધાનમંત્રીને વેક્સિનેશન અભિયાન ઝડપી બનાવવા રાજ્યોને કોરોનાની વેક્સિનનો સપ્લાય વધારવાનો આગ્રહ કર્યો. મુખ્યમંત્રીઓની આ વિનંતીને પ્રધાનમંત્રીએ માથે ચડાવી હતી અને તેમને ઘટતું કરવાની ખાતરી આપી હતી.
આ પહેલા શનિવારે પ્રધાનમંત્રી મોદીએ મહારાષ્ટ્રના સીએમ ઠાકરે, તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિન, એમપીના સીએમ શિવરાજ સિંહ ચોહાણ તથા હિમાચલના સીએમ જયરામ ઠાકુરને અલગ અલગ ફોન કર્યો અને તેમના રાજ્યોના હાલ જાણ્યાં હતા.
કોરોનાને રોકવા મહારાષ્ટ્ર સરકારના પગલાંના વખાણ કર્યાં
પ્રધાનમંત્રી મોદીએ સીએમ ઠાકરેને ફોન કરીને બીજી લહેરને રોકવા માટે મહારાષ્ટ્ર સરકારે ભરેલા પગલાંના વખાણ કર્યાં. મુખ્યમંત્રી ઠાકરેએ પ્રધાનમંત્રી મોદીને રાજ્ય સરકાર દ્વારા ઉઠાવાયેલા પગલાંની જાણકારી આપી. તેમણે મહારાષ્ટ્રને વધારેમાં વધારે ઓક્સિજન સપ્લાય આપવાની પણ વિનંતી કરી.
No comments:
Post a Comment