બેન્ક ખાતામાં કમ સે કમ 342 રુપિયા રાખજો, નહીંતરને 4 લાખનો લાભ નહીં મળી શકે

કોરોનાકાળમાં સરકારની બે પ્રધાનમંત્રી યોજના ખાતાધારકના પરિવારને સહાયરુપ થઇ શકે
નવી દિલ્હીઃ કોરોનાકાળમાં બેન્ક ખાતામાં કમ સે કમ 342 રુપિયાનું બેલેન્સ રાખજો, નહીંતર 4 લાખ રુપિયાનો લાભ (PMJJBY PMSBY Scheme)મળી શકશે નહીં. વાસ્તવમાં કેન્દ્ર સરકારની બે યોજનાઓ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના (PMJJBY)અને પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના (PMSBY) હેઠળ બેન્ક ખાતેદારને વીમાની સુવિધા મળી છે. જો આ બંને યોજનાઓ લીધી હોય તો આ મહિને ખાતામાં 342 રુપિયાનું બેલેન્સ જરુર રાખવું.
બંને યોજનાના પ્રીમિયમની રકમ ખાતાધારકના સેવિંગ્સ એકાઉન્ટમાંથી બેન્ક દ્વારા આપમેળે કપાઇ જાય છે. કોઇ પણ વ્યક્તિ એક સેવિંગ્સ એકાઉન્ટ થકી આ યોજના માટે હકદાર હશે.
એક ટર્મ પ્રકારનો અને બીજી અકસ્માત વીમો
PMJJBY અને PMSBY યોજના હેઠળ કુલ 4 લાખ રુપિયાનો વીમો મળે છે. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજનામાં 55 વર્ષ સુધી લાઇફ કવર મળે છે. આ એક પ્રકારનો ટર્મ ઇન્શ્યોરન્સ છે. PMJJBY PMSBY Scheme
PMJJBYમાં કોરોના બીમારી પણ કવર
દર વર્ષે રિન્યુ કરાવવું પડે છે. તેમાં વીમાધારકનું મોત થતા પરિવારજનો સરકાર પાસે 2 લાખ રુપિયા માટે ક્લેમ કરી શકે છે. તેમાં અન્ય બીમારીઓ સહિત કોરોના મહામારીને પણ કવર કરવામાં આવી છે. તેથી જો કોઇ વ્યક્તિનું મોત કોરોનાથી થાય તો પણ પરિવારના સભ્યો 2 લાખ માટે ક્લેમ કરી શકે છે. આ યોજના દર વર્ષે રિન્યુ થાય છે. તેનું વાર્ષિક પ્રિમીયમ 330 રુપિયા છે.
જ્યારે PMSBY યોજના હેઠળ 18થી 70 વર્ષના લોકો અરજી કરી શકે છે. આ યોજનાનો લાભ લેવા માટે સેવિંગ્સ એકાઉન્ટ હોવું જરુરી છે. આ યોજના (PMJJBY PMSBY Scheme)માં વીમાધારકનું અકસ્માતે મોત થાય કે સંપૂર્ણપણે વિક્લાંગ થાય તો 2 લાખ રુપિયાનો અકસ્માત વીમો મળે છે. કાયમીપણે આંશિક વિક્લાંગની સ્થિતિમાં 1 લાખ રુપિયાનું કવર મળે છે. આ સ્કીમનું વાર્ષિક પ્રિમીયમ માત્ર 12 રુપિયા છે.
ખાતામાં બેલેન્સ ન હોય તો પોલિસી રદ, પછી રિન્યુ થતી નથી
જો આ યોજનાની પોલિસી લેવી હોય તો કોઇ પણ બેન્કમાં જઇ આ યોજના માટે અરજી કરી શકાય છે. અન્ય રીતે પણ પોલિસી લઇ શકાય છે. તેમાં બેન્ક મિત્ર, વીમા એજન્ટ અને સરકારી તેમજ ખાનગી વીમા કંપનીઓનો સમાવેશ થાય છે. જો સમયસર પ્રિમીયમ ભરાયેલું ન હોય તો પોલિસી રદ થઇ જાય છે. અને ફરી રિન્યુ થતી નથી.
પ્રિમીયમ બેન્ક એકાઉન્ટમાંથી સીધુ ઓટો ડેબિટ થાય છે. બેન્ક એકાઉન્ટમાં પ્રિમીયમ જેટલી રકમ ન હોવાથી પોલિસી રદ થઇ જાય છે. જો કોઇ કારણે બેન્ક એકાઉન્ટ બંધ થઇ ગયું હોય તો પણ પોલિસી રદ થઇ જાય છે.
No comments:
Post a Comment