ગુજરાતમાં કોરોનાના 3,187 નવા કેસ સાથે આ 17 જિલ્લામાં એક પણ મોત નહીં
posted on at
- ગુજરાતમાંથી સતત ઘટી રહ્યું છે કોરોના સંકટ
- 24 કલાકમાં કોરોનાના 3,187 નવા કેસ સાથે 45 દર્દીના થયાં મોત
- તૌકતે વાવાઝોડાના કારણે રસીકરણ બંધ રખાયું હતું
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 3,187 નવા કેસ નોંધાયા છે, તો 45 લોકોના સંક્રમણના કારણે મોત નિપજ્યા છે. આજે ફરી એક વખત ગુજરાતમાં, કોરોનાની બીજી લહેરમાં કોરોનાના કેસ કરતા આજે સાજા થનારનો આંકડો વધુ છે. જો કે, ગઈકાલ કરતા મોતની સંખ્યામાં ઘટાડો થયો છે.
છેલ્લા 24 કલાકમાં 45 દર્દીઓના મોત અને સાજા થનારનો આંકડો રાહત આપનારો
ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 45 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 9621 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. જો કે, નવા કેસની સામે આજે ગુજરાતમાં 9,305 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 7,13,065 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. આમ આજે કેસ પણ ઘટ્યા અને સાજા થનારનો આંકડો રાહત આપનારો છે. રાજ્યમાં હાલ 648 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 68,971 પર પહોંચ્યો છે.
અત્યાર સુધીમાં 1,56,01,373 લોકોને અપાઇ રસી
સારા સમાચાર એ છે કે, અત્યાર સુધીમાં 1,56,01,373 લોકોનું કુલ રસીકરણ થઈ ગયું છે. તો આજે 2,17,513 લોકોને વેક્સિન આપવામાં આવી છે.
સુરત અને અમદાવાદમાં કોરોના સંક્રમણ ઘટ્યું
ગુજરાતમાં રસીકરણની કામગીરી ચાલુ હોવા છતાં બીજી તરફ પરિસ્થિતિ બેફામ છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 459 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 16 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 181 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 86 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 337 કેસ, જ્યારે ગ્રામ્યમાં 118 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 152 કેસ અને ગ્રામ્યમાં 123 કેસ નોંધાયા છે.ત્યારે જાણો 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત…..
No comments:
Post a Comment