22 લોકોના પરિવારમાંથી 15 થયાં કોરોના સંક્રમિત, જાણો ગુજરાતી પરિવારે કઇ રીતે આપી મ્હાત
posted on at
- રાજકોટના આ પરિવારને સલામ
- 15 સભ્યો હતા કોરોનાગ્રસ્ત
- તમામે આપી મ્હાત
મળતી જાણકારી પ્રમાણે, રાજકોટમાં જેમ્સ એન્ડ જ્વેલરીના માલિક પ્રવીણ વૈદ્યના પરિવારના 15 સભ્યને એકસાથે કોરોના થયો હતો. દર બીજા-ત્રીજા દિવસે એક પછી એક સભ્યના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.
1 વર્ષના બાળકને પણ થયો કોરોના
ઉલ્લેખનીય છે કે, 22 વ્યક્તિના પરિવારમાંથી 15 સભ્યો કોરોનાનો ભોગ બનતા ડરનો માહોલ બન્યો હતો. ખાસ કરીને 1 વર્ષનું બાળક પણ કોરોના સંક્રમિત થયો હતો તો પરિવારના કેટલા લોકો એવા પણ હતા જેઓ ડાયાબિટીસ, અસ્થમા અને કેન્સરથી પણ પીડિત હતા.
હિમંત હાર્યા વગર કોરોનાને આપી મ્હાત
જો કે, પરિવારજનો હિમ્મત હાર્યા નહોતા અને પોઝિટિવ વિચાર સાથે ઘરમાં જ સારવાર લેવાનું શરૂ કર્યુ અને તમામ સભ્યએ કોરોનાને હરાવ્યો અને ફરી પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. પરિવારનું મનોબળ તૂટ્યું નહીં અને કોરોના સામે જીત મેળવી.
પહેલા કરતાં કેસ ઘટ્યા (2 મે, 2021 મુજબ)
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં કોરોનાના 12,978 નવા કેસ નોંધાયા છે તો સંક્રમણના કારણે 153 લોકોના મોત નિપજ્યા છે. આ સાથે જ 11,146 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 4,40,276 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં 153 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 7508 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. રાજ્યમાં હાલ 722 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 1,46,818 પર પહોંચ્યો છે.
આ પણ વાંચો :- ઇલેક્શન / પરિણામો પછી બંગાળમાં ફરીથી હિંસા ભડકી, ચારના મોત, રાજ્યપાલે પણ વ્યક્ત કરી ચિંતા
Source link
No comments:
Post a Comment