Search This Website

Wednesday, May 12, 2021

દરિયામાંથી આવી રહ્યું છે 2021નું પ્રથમ વાવાઝોડું, જાણો ગુજરાત પર ક્યારે ટકરાશે અને ક્યાં ક્યાં વરસાદ પડશે

 

દરિયામાંથી આવી રહ્યું છે 2021નું પ્રથમ વાવાઝોડું, જાણો ગુજરાત પર ક્યારે ટકરાશે અને ક્યાં ક્યાં વરસાદ પડશે

Tuesday, 11 May, 8.01 pm

અરબ સાગરમાંથી વર્ષ 2021નું પ્રથમ વાવાઝોડું (first cyclone of 2021) આવી રહ્યું છે. 14 મેની સવારે દક્ષિણ-પૂર્વ અરબ સાગરમાં નીચા દબાણવાળા ક્ષેત્રની રચના થવાની સંભાવના છે. તે 16 મેની આસપાસ પૂર્વ-મધ્ય અરબ સાગરમાં તીવ્ર વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરી શકે છે અને ઉત્તર પશ્ચિમમાં આગળ વધી શકે છે. એવું માનવામાં આવે છે કે 16 મેના રોજ આ વાવાઝોડાને કારણે કેરળ, કર્ણાટક, તામિલનાડુ અને મહારાષ્ટ્ર સહિતના ઘણા વિસ્તારોમાં 14 થી 16 મે દરમિયાન ભારે વરસાદ પડી શકે છે.

ગુજરાત પર ક્યારે ત્રાટકશે આ 'તોકતે' વાવઝોડું ?`
વર્ષ 2021નું પ્રથમ વાવાઝોડા (first cyclone of 2021) ને મ્યાનમારે 'તોકતે' વાવઝોડું નામ આપ્યું છે.એવી સંભાવના છે કે આ વર્ષનું આ પ્રથમ વાવાઝોડું 20 મેના રોજ ઉત્તર ગુજરાત અથવા કચ્છ વિસ્તારમાંથી પસાર થઈ શકે. એવું માનવામાં આવે છે કે 16 મેના રોજ આ વાવાઝોડાને કારણે કેરળ, કર્ણાટક, તામિલનાડુ અને મહારાષ્ટ્ર સહિતના ઘણા વિસ્તારોમાં 14 થી 16 મે દરમિયાન ભારે વરસાદ પડી શકે છે.

કેટલી ગતિએ અગાળ વધશે 'તોકતે' વાવઝોડું ?
હવામાન વિભાગે આગાહી કરી છે કે વર્ષ 2021નું પ્રથમ વાવાઝોડું (first cyclone of 2021) ને કારણે 14 મેની સવારે લક્ષદ્વીપ, માલદિવના વિસ્તારોમાં 40 થી 50 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની સાથે વરસાદ પડી શકે છે. 15 મેના રોજ, આ વિસ્તારોમાં તેની ગતિ 60 થી 70 કિમી / કલાક સુધીની હોઈ શકે છે. તે જ સમયે, 16 મેના રોજ, લક્ષદીપ વિસ્તારમાં પવનની ગતિ પ્રતિ કલાક 80 કિલોમીટર સુધી પહોંચી શકે છે. તેવી જ રીતે કેરળ, ગોવા, કર્ણાટક અને મહારાષ્ટ્રના દરિયાકાંઠે 14 થી 16 મે સુધી ભારે પવનની આગાહી પણ કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ નીચા દબાણનો વિસ્તાર ઉત્તર-પશ્ચિમમાં ખસેડાવાની અને ધીરે ધીરે દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર અને નજીકના લક્ષદ્વીપ ક્ષેત્રમાં તીવ્ર થવાની સંભાવના છે. તે 16 મેની આસપાસ પૂર્વ-મધ્ય અરબી સમુદ્ર પર ચક્રવાતી તોફાનમાં ફેરવી શકે છે અને તીવ્ર થઈ શકે છે, તેમજ ઉત્તર પશ્ચિમમાં આગળ વધવાનું ચાલુ રાખી શકે છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે લક્ષદ્વીપના મોટાભાગના સ્થળોએ 13 મેના રોજ અને કેટલાક સ્થળોએ અને 14 મેના રોજ ભારે વરસાદ પડી શકે છે. કેરળ, કર્ણાટક અને તમિલનાડુમાં 14 થી 15 મે દરમિયાન ભારે વરસાદની સંભાવના છે.

No comments:

Post a Comment