નવો ખતરો: રાજકોટમાં મ્યૂકોરમાઈકોસિસના 200થી વધુ કેસ, સિવિલમાં અલગ વોર્ડ ઉભો કરાયો
-May 07, 2021
રાજકોટ: કોરોનાની બીજી લહેર વચ્ચે જ્યાં પ્રતિદિન રેકોર્ડ બ્રેક પોઝિટિવ કેસો સામે આવી રહ્યાં છે, ત્યાં હવે જીવલેણ બીમારી મ્યુકોરમાઈકોસિસના નવા કેસોમાં પણ ઝડપથી વધારો થઈ રહ્યો છે. રાજ્યના દરેક મોટા શહેરોમાં મ્યુકોરમાઈકોસિસના નવા કેસો નોંધાઈ રહ્યાં છે. Mucormycosis Treatment
કોરોનાથી સંક્રમિત દર્દીઓ ઉપર હવે મ્યુકોરમાઈકોસિસ નામની ફૂગના ઈન્ફેક્શન ફેલાઈ રહ્યું છે. છેલ્લા 15 દિવસમાં આ મ્યુકોરમાઈકોસિસે અનેક લોકોનો ભોગ લીધો છે. જેના કારણે હવે લોકોમાં ફફડાટ ફેલાયો છે. Mucormycosis Treatment
જો રાજકોટની વાત કરીએ તો, રાજકોટમાં મ્યુકોરમાઈકોસિસનો સૌથી વધુ પ્રકોપ જોવા મળી રહ્યો છે. હાલ રાજકોટમાં આવા 200થી વધુ કેસ નોંધાયા છે. જેના પગલે આરોગ્ય તંત્ર પણ દોડતુ થઈ ગયું છે. આ રોગના નિવારણ માટે હાલ સિવિલ હોસ્પિટલમાં અલાયદો 30 બેડનો અલગ વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી મ્યોકોરમાઈકોસિસના 80 જેટલા કેસો સામે આવી ચૂક્યાં છે. જેમાંથી 9ના મોત થયા છે, જ્યારે 3 દર્દીઓએ પોતાની આંખોની રોશની ગુમાવવાનો વારો આવ્યો છે.
અમદાવાદ સિવિલ ડેન્ટલ કૉલેજના ડીન ગિરીશ પરમારના જણાવ્યા મુજબ, મ્યૂકોરમાઈકોસિસ જેવા જીવલેણ રોગનો સૌથી વધુ ખતરો ડાયાબિટીસના એવા દર્દીઓને છે, જેમણે કોરોનાની સારવારમાં સ્ટેરૉઈડ લીધુ હોય. સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 80માંથી 60 દર્દીઓ આવા જ છે.
શું છે મ્યૂકોરમાઈકોસિસ? Mucormycosis Treatment
ડાયાબિટીસ ધરાવતા દર્દીઓમાં કોરોનાના કારણે ફંગલ ઈન્ફેક્શન થઈ જાય છે. જે મોટાભાગે નાકથી શરૂ થાય છે અને નેજલ બોન અને આંખોને નુક્સાન કરી શકે છે. આ ઈન્ફેક્શન જડબાને પણ અસર કરે છે. એવામાં દર્દીઓને નાકમાં સોજો આવવાથી વધારે દર્દ થાય અને આંખોથી ધુધળુ દેખાવા લાગે, તો તાત્કાલીક ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. વધારે દિવસો થઈ જાય તો મગજમાં પણ ઈન્ફેક્શન વધવાનું જોખમ રહે છે.
દેશના અનેક રાજ્યોમાં કોવિડ પેશન્ટમાં મ્યૂકોરમાઈકોસિસ ડિસિઝ હોવાના કેસો સામે આવી ચૂક્યા છે. સાઈનસના અનેક દર્દીઓમાં આ સમસ્યા આવે છે, પરંતુ કોવિડ દર્દીઓ માટે વધુ જોખમી છે. ખાસ કરીને જે લોકોને ડાયાબિટીસ છે અથવા જેમની ઈમ્યુનિટી નબળી છે. કોરોના થયા બાદ આવા લોકોને ડાયાબિટીસ પર કંટ્રોલ કરવો જરૂરી થઈ જાય છે. આ માટે ઈમ્યુનિટી વધારવી જ શ્રેષ્ઠ વિકલ્પ છે. જો ઈન્ફેક્શન થાય છે, તો મેનિનજાઈટિસ અને સાઈનસમાં ક્લોટિંગનું જોખમ વધી જાય છે. આથી લક્ષણો જણાય તો ઘરેલુ ઉપાસ કરવાની જગ્યાએ સીધા ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.
મ્યૂકોરમાઈકોસિસથી બચવાના ઉપાય Mucormycosis Treatment
આ ઈન્ફેક્શનથી બચવા માટે તમારે સ્વચ્છતા જાળવી રાખવાની આવશ્યક્તા છે. આ સિવાય દરેક જાહેર સ્થળો પર માસ્ક પહેરવું અને નિયમિત હાથ ધોતા રહેવા જોઈએ. વારંવાર આંખો અને નાકનો સ્પર્શ કરવાથી બચવું જોઈએ. જો તમને નાક, આંખ કે ગળામાં કોઈ પણ પ્રકારનો સોજો કે કોઈ સમસ્યા આવે તો તાત્કાલીક ડૉક્ટર પાસે જવું જોઈએ.
No comments:
Post a Comment