કોરોના સંકટની વચ્ચે ટી-20 વિશ્વકપના આયોજનને લઈને BCCIનું મોટું નિવેદન
posted on at
- BCCIનું મોટું નિવેદન
- ટી-20 વિશ્વકપના આયોજનને લઈને કહ્યું આવું
- ઓક્ટોબરમાં ભારતમાં 9ને બદલે 5 શહેરમાં યોજાશે
ભારતમાં વધતા કોરોના સંકટમાં બીસીસીઆઈને વિશ્વાસ છે કે ટી-20 વિશ્વ કપ ઓક્ટોબરમાં ભારતમાં થશે પણ તેને 9ને બદલે 5 શહેરમાં યોજવામાં આવી શકે છે. પરંપરા રહી છે કે આઈસીસી બેકઅપમાં વિકલ્પ તૈયાર રાખે છે અને સાથે એક વર્ષથી આ વિકલ્પ યૂએઈ છે.
આશા છે કે ભારતમાં જ થશે વિશ્વકપ
આઈપીએલ આ સમયે બાયો બબલમાં થઈ રહ્યો છે પણ બીસીસીઆઈની સામે ખાસ ચેલેન્જ હોય તો તે એ છે તે ટી-20 વર્લ્ડ કપ પ્રતિકૂળ પરિસ્થતિમાં કરાવવાની છે. બોર્ડના એક વરિષ્ઠ અધિકારીનું કહેવું છે કે અમને આશા છે કે હજુ પાંચ મહિનાનો સમય છે અને લોકોને વેક્સીન મળી રહી રહી છે તો વિશ્વકપ ભારતમાં જ યોજાશે. એવું શક્ય છે કે તેને 9 શહેરોને બદલે 5 શહેરોમાં યોજવામાં આવે.
આઈસીસી નિરીક્ષણ દળનો પ્રવાસ થયો કેન્સલ
આઈસીસીના એક નિરીક્ષક દળે 26 એપ્રિલે દિલ્હી આવીને આઈપીએલના બાયો બબલની મુલાકાત લેવાનું નક્કી કર્યું હતું પણ ભારત યાત્રા પર લાગેલા પ્રતિબંધના કારણે આ પ્રવાસ કેન્સલ કરાયો હતો. અધિકારીએ કહ્યું છે કે આ ટીમને આ અઠવાડિયે આવવાનું હતું પણ યાત્રા પ્રતિબંધ લાગૂ થવાથી તેઓ થોડા સમય પછી આવશે.
હાલમાં યૂએઈના આયોજન પર વિચાર નહીં
આઈસીસીના પ્રવક્તાએ કહ્યું કે ટૂર્નામેન્ટ યૂએઈમાં કરાવવાનો હાલમાં કોઈ વિચાર કરાયો નથી. તેઓએ કહ્યું કે અમે સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. આ સમયે નિર્ણય લેવો ઉતાવળ ભર્યું હોઈ શકે છે. ટીમ આવી નહીં કેમકે યૂએઈથી ભારતની યાત્રા પર પ્રતિબંધ મૂકાયો છે. અન્ય એક અધિકારીએ કહ્યું કે યૂએઈ વિકલ્પ રખાયો છે. પરંપરાના આધારે તે હંમેશા બીજો વિકલ્પ તૈયાર રહે છે.
જો સ્થિતિ નહીં સુધરે તો વિકલ્પ તૈયાર
તેઓએ કહ્યું કે આઈસીસી ટૂર્નામેન્ટ માટે હંમેશા એક વિકલ્પ રહે છે અને ગયા વર્ષે આઈસીસીની બેઠકમાં નક્કી કરાયા બાદ યૂએઈ વિકલ્પ છે. ધીરજે કહ્યું કે તેમાં કંઈ નવું નથી. જો આવનારા 5 મહિનામાં સ્થિતિ સામાન્ય ન થઈ તો અન્ય યોજના તૈયાર રાખવાની રહેશે.
9ને બદલે 5 શહેરોમાં થઈ શકે છે આયોજન
શ્રીલંકા, બાંગ્લાદેશ કે અન્ય દેશમાં આઈસીસી ટી-20 વિશ્વ કપ 3 કે 4 શહેરોમાં થાય છે પણ ભારતમાં બોર્ડની રાજનીતિના કારણે તે શક્ય નથી. વિશ્વ કપ 2021 અને ટી-20 વિશ્વકપ 2016ના આયોજનની સાથે જોડાયેલા બોર્ડના અધિકારીએ કહ્યું કે અહીં બોર્ડ અધ્યક્ષ સૌરવ ગાંગુલીનું શહેર કોલકત્તા, ઉપાધ્યક્ષ રાજીવ શુક્લનું શહેર લખનઉ, સચિવ જય શાહનું શહેર અમદાવાદ અને કોષાધ્યક્ષ અરુણ ધૂમલનું શહેર ધર્મશાળા છે. તેઓએ કહ્યું કે આ સિવાય મુંબઈ, ચેન્નઈ, દિલ્હી, બેંગલુરુ અને હૈદરાબાદ તો સામેલ છે જ.
No comments:
Post a Comment