Search This Website

Wednesday, May 5, 2021

ગુજરાતના આ ગામમાં 20 દિવસમાં 90 લોકોએ ગુમાવ્યો જીવ, લોકોએ ખુદ લગાવ્યુ લૉકડાઉન




ગુજરાતના આ ગામમાં 20 દિવસમાં 90 લોકોએ ગુમાવ્યો જીવ, લોકોએ ખુદ લગાવ્યુ લૉકડાઉન








ગાંધીનગર: એક તરફ કોરોનાની બીજી લહેર મોટા મોટા શહેરોને પોતાની ઝપટમાં લઇ રહી છે. બીજી તરફ આ વખતે ગામ પણ કોરોનાની ઝપટમાં આવી રહ્યા છે. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ દરમિયાન કહ્યુ હતું કે ગામ સુધી કોરોના ના ફેલાય તેનું ખાસ ધ્યાન રાખવુ પડશે પરંતુ હવે ગુજરાતમાં સ્થિતિ એવી છે કે કોરોના ગામ સુધી ફેલાઇ ગયુ છે. અત્યાર સુધી કેટલાક ગામમાં કોરોનાને કારણે લોકો જીવ ગુમાવી રહ્યા છે.આવો જ એક ગામ છે ચોગઠ. ભાવનગર જિલ્લામાં સ્થિત ચોગઠ ગામની વસ્તી 13 હજારની છે. આ ગામમાં કોરોનાને કારણે છેલ્લા 20 દિવસમાં અત્યાર સુધી 90 લોકો પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે. છેલ્લા 20 દિવસથી આ ગામમાં સ્મશાનમાં ચિતા ઓલવાઇ નથી. કોરોનાના કહેરે આ પુરા ગામની ચિંતા વધારી દીધી છે. ગામમાં એવી કોઇ હોસ્પિટલ નથી, જ્યા લોકો પોતાનો ટેસ્ટ કરાવી શકે અથવા સમય રહેતા તેમણે સારવાર મળી શકે. સ્થિતિ કઇક એવી બની ગઇ છે કે ગામમાં દરરોજ 5થી 6 લોકોના મોત થઇ રહ્યા છે.

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું કહેવુ છે કે ગામમાં કોરોના સંક્રમણને રોકવુ ગુજરાત સરકારની પ્રાથમિકતા છે. ગામમાં આઇસોલેશન વોર્ડ બનાવવામાં આવે. સ્કૂલો અથવા પંચાયત કાર્યાલયનો ઉપયોગ આઇસોલેશન સેન્ટર તરીકે કરવામાં આવે. જોકે, અત્યાર સુધી અહી કોવિડ કેર સેન્ટર શરૂ થયુ નથી. જેને કારણે લોકોને ખબર પડતી નથી કે તેમનું ઓક્સિજન લેવલ ક્યારે ઓછુ થઇ ગયુ. જ્યાર સુધી તેમણે હોસ્પિટલ પહોચાડવા વિશે વિચારવામાં આવે તેમનું મોત થઇ જાય છે.ભાવનગર જિલ્લાના ચોગઠ ગામમાં સ્મશાનમાં અંતિમ ક્રિયાનું કામ કરનારા નિવૃત શિક્ષક ગિરિજાશંકરનું કહેવુ છે કે છેલ્લા 20 દિવસમાં 90થી 100 લોકોના અંતિમ સંસ્કાર આ ગામમાં કરવામાં આવ્યા છે. એક દિવસ એવો નથી પસાર થયો જ્યારે સ્મશાનની આગ ઓલવાઇ હોય.

ગામમાં થઇ રહેલી સતત મોતને કારણે લોકોમાં ડરનો માહોલ છે. ગામના લોકોએ ખુદ અહી લોકડાઉન જાહેર કરી દીધુ છે. સ્થિતિ એવી છે કે ગામમાં મોટાભાગના ઘરની અંદર એક અથવા બે લોકો કોરોના સંક્રમિત છે.

જોકે, ભાવનગર જિલ્લા વિકાસ અધિકારી વરૂણ બર્નાવાલ આ માનવા તૈયાર નથી કે અહી છેલ્લા 20 દિવસમાં 90 લોકોના મોત થયા છે પરંતુ આ વાત જરૂર કહી રહ્યા છે કે ચોગઢ ગામમાં કેસ વધુ છે અને જેને કારણે ધનવંતરી રથ સાથે 8 મેડિકલ ટીમને તૈનાત કરવામાં આવી છે. સાથે જ વધુમાં વધુ લોકોની ટેસ્ટિંગ અને ટ્રેસિંગ કરવામાં આવી રહી છે જેથી ગામમાં કોોરનાના કેસ ઘટાડી શકાય.

No comments:

Post a Comment