Search This Website

Monday, May 31, 2021

1 જૂનથી ઘણા મોટા ફેરફાર આવી રહ્યા છે. બેન્કિંગ અને રસોઈ ગેસના દામ સહીત ઘણા ફેરફાર જોવા મળી શકે છે1 જૂનથી ઘણા મોટા ફેરફાર આવી રહ્યા છે. બેન્કિંગ અને રસોઈ ગેસના દામ સહીત ઘણા ફેરફાર જોવા મળી શકે છે


Changes From 1st June: 1 જૂનથી ઘણા મોટા ફેરફાર આવી રહ્યા છે. બેન્કિંગ અને રસોઈ ગેસના દામ સહીત ઘણા ફેરફાર જોવા મળી શકે છે.
1 જૂનથી વિવિધ સ્તરે ભારતમાં ઘણા મોટા ફેરફાર આવી રહ્યા છે. કોરોના કાળમાં હવે લોકોના જીવનમાં આ બીજો મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. બેકિંગ સેક્ટરના નિયમો, પેમેન્ટની પદ્ધતિ, પૈસાની લેવડ-દેવડ, સોશલ મીડિયાના નિયમો, ઈનકમ ટેક્સના નિયમો અને છેક રાંધણ ગેસને પણ આવરી લઈને ઘણાં બધા બદલાવ થવા જઈ રહ્યાં છે. 1 જૂનથી બેન્કિંગ અને રસોઈ ગેસના દામ સહીત ઘણા ફેરફાર જોવા મળી શકે છે. તો ઇન્કમ ટેક્સ સંબંધિત કામ માટે પણ તમારે ધ્યાન રાખવું પડશે.રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં થશે ફેરફાર:
1 જૂનથી એલપીજી સિલિન્ડરના દરમાં ફેરફાર કરવાનું પણ શક્ય છે. ઓઇલ કંપનીઓ સામાન્ય રીતે દર મહિને નવા એલપીજી સિલિન્ડરના ભાવ ઇસ્યુ કરે છે. કેટલીકવાર મહિનામાં બે વાર ફેરફાર પણ જોવા મળે છે. જરૂરી નથી કે નવી કિંમતો 1 જૂને જાહેર થશે જ કેટલીકવાર દરો સમાન પણ રહે છે.
Income Tax સંબંધિત કામોમાં થશે બદલાવઃજો તમે Income Tax ઇ-ફાઇલિંગની તૈયારી કરી રહ્યા છો આ માહિતી ઉપર ધ્યાન આપો. આવકવેરા વિભાગે જણાવ્યું છે કે 1 જૂન, 2021 થી 6 જૂન 2021 સુધી, આવકવેરા વિભાગની ઇ-ફાઇલિંગ સેવા કામ કરશે નહીં. આવકવેરા વિભાગ કરદાતાઓની સુવિધાઓને ધ્યાનમાં રાખીને નવું ઇન્કમટેક્સ ઇ-ફાઇલિંગ પોર્ટલ શરૂ કરવા જઈ રહ્યું છે. આ પોર્ટલ પાછલી વેબસાઇટથી સંપૂર્ણપણે અલગ હશે. તે ઘણી નવી સુવિધાઓ મેળવશે જે પહેલાં ન હતી. આ નવું પોર્ટલ 7 જૂને એક નવા ઇન્ટરફેસ સાથે લોન્ચ કરવામાં આવશે. Www.incometaxindiaefiling.gov.in થી નવા પોર્ટલ www.incometaxgov.in તરફ માઈગ્રેશન કરવાનું કામ પૂર્ણ થઈ ગયું છે અને તે 7 જૂનથી કાર્યરત થશે.
1 જૂનથી બદલાઈ જશે પેમેન્ટની પદ્ધતિ:

બેંક ઓફ બરોડા 1 જૂન 2021 થી ગ્રાહકો માટે ચેકથી ચુકવણીની પદ્ધતિ બદલવા જઈ રહી છે. ગ્રાહકોને છેતરપિંડીનો શિકાર બનતા અટકાવવા બેંકે Positive Pay Confirmation ફરજિયાત કરી દીધી છે. BOB અધિકારીઓનું કહેવું છે કે ગ્રાહકોએ જ્યારે 2 લાખ કે તેથી વધુ રૂપિયાના બેંક ચેક આપે છે ત્યારે જ આ પ્રણાલી હેઠળ ચેકની વિગતોની ફરીથી પુષ્ટિ કરવામાં આવશે.


નાની બચત યોજનાઓના વ્યાજના દરમાં ફેરફાર:


PPF, NSC, KVP અને સુકન્યા સમૃધિ જેવી નાની બચત યોજનાઓના વ્યાજના દર પણ આ મહિનામાં બદલવાના છે. સરકાર દર ત્રણ મહિને નાની બચત યોજનાઓ પર નવા વ્યાજ દર જાહેર થાય છે. કેટલીકવાર જુના વ્યાજ દરમાં સુધારો કરવામાં આવે છે. 31 માર્ચ નાણાકીય વર્ષ 2020-21 ના ​​અંતિમ ક્વાર્ટરના અંતે નવા વ્યાજ દર ઘટાડવામાં આવ્યા હતા જે 24 કલાકની અંદર પાછા ખેંચી લેવામાં આવ્યા હતા.
1 જૂનથી બદલાઈ જશે Gmail ના નિયમો:
ગૂગલ 1 જૂનથી મોટા ફેરફારો કરી રહ્યું છે. હવે તમે 1 જૂન પછી ગૂગલ ફોટોઝ પર અમર્યાદિત ફોટા અપલોડ કરી શકશો નહીં. ગૂગલ અનુસાર દરેક જીમેલ યુઝરને 15 જીબી સ્પેસ આપવામાં આવશે. આ જગ્યામાં Gmail ઇમેઇલ્સ તેમજ તમારા ફોટા અને ગૂગલ ડ્રાઇવ શામેલ છે જ્યાં તમે બેકઅપ લો છો. જો તમે 15 જીબીથી વધુ જગ્યાનો ઉપયોગ કરવા માંગતા હોય તો તમારે તેના માટે ચૂકવણી કરવી પડશે.

1 જૂનથી ગૂગલની સ્ટોરેજ પોલિસીમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. ગૂગલ ફોટોઝ પર બેક-અપ ફાઈલ હવે ગૂગલના 15GB ફ્રી સ્ટોરેજમાં કાઉન્ટ થશે. અત્યારસુધી ફોટોઝ પર હાઇ ક્વોલિટીમાં બેક-અપ માટે ગૂગલ અનલિમિટેડ સ્ટોરેજની સુવિધા મળતી હતી અર્થાત ફોટોઝના સ્ટોરેજ સિવાય 15GBનું સ્ટોરેજ મળતું હતું.
આ પોલિસી લાગુ થતાં કેવી રીતે ગૂગલનો ઉપયોગ બદલાઈ જશે? કેવી રીતે તમે ગૂગલ સ્પેસ મેનેજ કરી શકશો? એક્સ્ટ્રા સ્પેસ માટે તમારે ગૂગલને કેટલા પૈસા આપવા પડશે? આ તમામ સવાલોના જવાબ વિસ્તારથી જાણીએ...

પોલિસીમાં શું ફેરફાર થઈ રહ્યા છે?

ગૂગલ હવે તમને ડેટા સ્ટોરેજ માટે કુલ 15GBનું જ ફ્રી સ્ટોરેજ આપશે. એક અકાઉન્ટથી તમે જીમેલ, ડ્રાઈવ, ફોટોઝ અને ગૂગલની અન્ય સર્વિસનો લાભ મેળવી શકો છે. હાલ ગૂગલ ફોટોઝ પર જે પણ કન્ટેન્ટ અપલોડ થાય છે એને 15GBના ફ્રી સ્ટોરેજમાં કાઉન્ટ કરવામાં આવતું નહોતું. 1 જૂનથી ફોટોઝ પર બેક-અપ કરેલા હાઈ ક્વોલિટી ફોટો અને વીડિયોને પણ ગૂગલ 15GB ફ્રી સ્ટોરેજમાં કાઉન્ટ કરશે. જીમેલ, ડ્રાઈવ, ફોટોઝ અને અન્ય ગૂગલ સર્વિસ મળી એક અકાઉન્ટ પર કુલ 15GB ડેટા જ સ્ટોર કરવાની સુવિધા મળશે.

1 જૂનથી સમગ્ર દેશમાં ઘણા ફેરફારો થવાના છે. એની સીધી અસર તમારા ખિસ્સા પર અને તમારા જીવન પર પડશે, તેથી નિયમોની માહિતી પહેલાંથી જ તમારી પાસે રાખવી જરૂરી છે.

1 જૂનથી બેંક ઓફ બરોડામાં ચેકથી પેમેન્ટ કરવાની રીત બદલાઈ જશે. અમે તમને એવા 5 ફેરફાર વિશે જણાવી રહ્યા છીએ, જેની અસર તમારા પર પડશે.બેંક ઓફ બરોડામાં 1 જૂનથી પોઝિટિવ પે સિસ્ટમ લાગુ થશે
બેંક ઓફ બરોડામાં 1 જૂનથી ચેકથી પેમેન્ટની રીત બદલાઈ જશે. છેતરપિંડીથી બચાવવા માટે બેંકે ગ્રાહકો માટે પોઝિટિવ પે કન્ફર્મેશન ફરજિયાત કર્યું છે. આ સિસ્ટમને લાગુ કરવાનો હેતુ ચેક દ્વારા થતી છેતરપિંડીને રોકવાનો છે. ગ્રાહકોને પોઝિટિવ પે સિસ્ટમ અંતર્ગત ચેકની ડિટેલ્સ રિકન્ફર્મ કરવી પડશે, જ્યારે તેઓ 2 લાખ રૂપિયા અથવા એનાથી વધુનો ચેક આપે છે.

પોઝિટિવ પે સિસ્ટમ અંતર્ગત ચેક જારી કરનારને એ ચેકથી સંબંધિત કેટલીક જાણકારી ઈલેક્ટ્રોનિક રીતે ચુકવણી કરતી બેંકને આપવી પડશે. આ જાણકારી SMS, મોબાઈલ એપ, ઈન્ટરનેટ બેંકિંગ અથવા ATM દ્વારા આપવામાં આવી શકે છે.

ગેસ-સિલિન્ડરની કિંમતમાં ફેરફાર થશેદેશની સરકારી ઓઈલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે LPG સિલિન્ડરની કિંમતો નક્કી કરે છે. કિંમતોમાં વધારો પણ થઈ શકે છે અને રાહત પણ મળી શકે છે. આવી સ્થિતિમાં 1 જૂનના રોજ સિલિન્ડરની કિંમતોમાં ફેરફાર થઈ શકે છે.વધુ ગૂગલને સ્ટોરેજ માટે અલગથી પૈસા આપવા પડશે
ગૂગલ ફોટોમાં 1 જૂન બાદ અનલિમિટેડ ફોટો અપલોડ નહીં કરી શકાય. ગૂગલના જણાવ્યા અનુસાર, 15GBની સ્પેસ દરેક જીમેલ યુઝર્સને આપવામાં આવશે. આ સ્પેસમાં જીમેલનું ઈમેલ પણ સામેલ છે અને એ ઉપરાંત તમારા ફોટો પણ. એમાં ગૂગલ ડ્રાઈવ પણ સામેલ છે. જો 15GBથી વધારે સ્પેસ યુઝ કરવી હોય તો એના માટે પૈસા આપવા પડશે. અત્યારસુધી અનલિમિટેડ સ્ટોરેજ ફ્રી હતું.
1 જૂનથી ઈન્કમ ટેક્સ ઈ-ફાઈલિંગની સાઈટ બંધ રહેશે

1થી 6 જૂન સુધી ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટનું ઈ-ફાઈલિંગ પોર્ટલ કામ નહીં કરે તેમજ 7 જૂનના રોજ ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ ટેક્સપેયર્સ માટે ઈન્કમ ટેક્સ ઈ-ફાઈલિંગનું નવું પોર્ટલ લોન્ચ કરશે. ડાયરેક્ટર ઓફ ઈન્કમ ટેક્સના અનુસાર, ITR ફાઈલ કરવાની સત્તાવાર વેબસાઈટ 7 જૂન 2021ના રોજ બદલાઈ જશે. 7 જૂનથી તે http://INCOMETAX.GOV.IN થઈ જશે. અત્યારે એ http://incometaxindiaefiling.gov.in છે.અનલોક પ્રોસેસ શરૂ થશે.કોરોનાના વધતા કેસોને કારણે દેશમાં જ્યાં લોકડાઉન છે ત્યાં 1 જૂનથી લોકડાઉનથી રાહત મળી શકે છે. દેશમાં કોરોનાના કેસ ઓછા થવા લાગ્યા છે. એને ધ્યાનમાં રાખતાં લોકડાઉનથી રાહત આપવાનો નિર્ણય લેવામાં આવી શકે છે. જોકે જે શહેરોમાં વધારે કેસ છે ત્યાં રાહત મળે એવી સંભાવના ઓછી છે.
No comments:

Post a Comment