અમેરિકામાં 12-15 વર્ષના બાળકોને લાગશે કોરોના વેક્સીન, FDAની મંજૂરી
વોશિંગ્ટન: હવે અમેરિકામાં પણ બાળકોને કોરોનાની વેક્સીન લગાવવાનો રસ્તો સાફ થઇ ગયો છે. અમેરિકાના ખાદ્ય અને ઔષધિ પ્રશાસન (FDA)એ ફાઇઝર-બાયોએનટેકની કોવિડ-19 વેક્સીનને 12થી 15 વર્ષના બાળકોને ઇમરજન્સી ઉપયોગની મંજૂરી આપી દીધી છે. મહત્વપૂર્ણ છે કે ભારતમાં કોરોના વાયરસ સંક્રમણની ત્રીજી લહેર સામે લડવાની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. જાણકારોની માનીએ તો ભારતમાં કોરોનાની ત્રીજી લહેર દરમિયાન બાળક સૌથી વધુ પ્રભાવિત થશે. એવામાં એફડીએ દ્વારા ઉઠાવવામાં આવેલુ આ પગલુ ઘણુ મહત્વપૂર્ણ છે.
અમેરિકાએ કોરોના વાયરસ વિરૂદ્ધ ચાલુ જંગમાં તેને એક મહત્વપૂર્ણ નિર્ણય ગણાવતા વેક્સીનના ઉપયોગની મંજૂરી આપી છે. એફડીએના કાર્યકારી કમિશનર ડૉક્ટર જેનેટ વુડકૉકે કહ્યુ, વેક્સીનના ઉપયોગને લઇને કરવામાં આવેલો આ નિર્ણય અમને સામાન્ય સ્થિતિમાં પરત ફરવાની નજીક લાવશે. માતા-પિતા અને પેરેન્ટ્સ આ વાત માટે આશ્વસ્ત થઇ શકે છે કે એજન્સીએ તમામ ઉપલબ્ધ ડેટાની સમીક્ષા કરી છે.
ફાઇઝર-બાયોએનટેકની કોવિડ-19 વેક્સીનનો ઉપયોગ આ સમયે ભારત સહિત કેટલાક દેશમાં વયસ્કો પર થઇ રહ્યો છે. બીજી તરફ અમેરિકામાં તેને 16 વર્ષ અથવા તેનાથી વધુ ઉંમરના લોકો માટે પહેલા જ મંજૂર કરવામાં આવી ચુક્યો છે. આ જાણવા મળ્યુ છે કે આ વેક્સીન નાના બાળકો માટે પણ ઉપલબ્ધ છે.
વૃદ્ધો અને વયસ્કોને કોરોના વેક્સીન આપવામાં આવ્યા બાદ હવે તમામ બાળકો માટે ચિંતિંત છે. એવુ માનવામાં આવી રહ્યુ છે કે કોરોના વાયરસ હવે બાળકોને પણ પોતાની પકડમાં લઇ શકે છે. એવામાં ફાઇઝરે માર્ચમાં આંકડા જાહેર કરીને જણાવ્યુ હતું કે 12-15 વર્ષના 2,260 વોલન્ટિયર્સને વેક્સીન આપવામાં આવી છે. ટેસ્ટના ડેટામાં જાણવા મળ્યુ કે પુરી વેક્સિનેશન બાદ આ બાળકોમાં કોરોના ઇન્ફેક્શનનો કોઇ કેસ નહતો મળ્યો. કંપનીએ દાવો કર્યો છે કે બાળકો પર તેની વેક્સીન 100 ટકા અસરદાર છે.
No comments:
Post a Comment