ગુજરાતમાં ફરી કોરોનાના કેસ 11 હજારને પાર, આજે મોતનો આંકડો ઘટ્યો
posted on at
- ગુજરાતમાં કોરોના સંક્રમણમાં થયો ઘટાડો
- ગત 24 કલાક દરમિયાન નોંધાયા 11,017 નવા કેસ
- 15,198 દર્દીઓએ કોરોનાને આપી મ્હાત
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 11,017 નવા કેસ નોંધાયા છે, તો આજે ફરી એક વખત ગુજરાતમાં પ્રથમ ઘટના છે કે, કોરોનાની બીજી લહેરમાં કોરોનાના કેસ કરતા આજે સાજા થનારનો આંકડો વધુ છે.
છેલ્લા 24 કલાકમાં 102 દર્દીઓના મોત અને સાજા થનારનો આંકડો રાહત આપનારો
ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 102 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 8731 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં વધારો જોવા મળ્યો છે. જો કે, નવા કેસની સામે આજે ગુજરાતમાં 15,264 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 5,78,397 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. આમ આજે કેસ વધ્યા છે પરંતુ સાજા થનારનો આંકડો રાહત આપનારો છે. રાજ્યમાં હાલ 804 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 1,27,483 પર પહોંચ્યો છે.
ગઈ કાલે 22 દિવસ બાદ બીજી લહેરમાં એવું બન્યું હતું કે કોરોનાના કેસ 11 હજારની નીચે આવ્યા હોય. મહત્વનું છે કે ગઈ કાલે 10990 કેસ રાજ્યમાં નોંધાયા હતા પરંતુ આજે ફરી એક વખત કેસ 11017 આવ્યાં હતાં.
અત્યાર સુધીમાં 1,45,67,089 લોકોને અપાઇ રસી
સારા સમાચાર એ છે કે, આજે રાજ્યમાં 1,87,724 લોકોને રસી આપતાની સાથે અત્યાર સુધીમાં 1,45,67,089 લોકોનું કુલ રસીકરણ થઈ ગયું છે.
સુરત અને અમદાવાદમાં કોરોના સંક્રમણ ઘટ્યું
ગુજરાતમાં રસીકરણની કામગીરી ચાલુ હોવા છતાં બીજી તરફ પરિસ્થિતિ બેફામ છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 2795 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 88 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 781 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 264 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 664 કેસ, જ્યારે ગ્રામ્યમાં 484 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 335 કેસ અને ગ્રામ્યમાં 286 કેસ નોંધાયા છે.ત્યારે જાણો 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત…
No comments:
Post a Comment