Search This Website

Sunday, May 30, 2021

આફત / કોરોના મુક્ત થયેલા બાળકોમાં નવા રોગના લક્ષણ જોવા મળતા ચિંતા વધી, અમદાવાદમાં 10 કેસ




આફત / કોરોના મુક્ત થયેલા બાળકોમાં નવા રોગના લક્ષણ જોવા મળતા ચિંતા વધી, અમદાવાદમાં 10 કેસ




આફત / કોરોના મુક્ત થયેલા બાળકોમાં નવા રોગના લક્ષણ જોવા મળતા ચિંતા વધી, અમદાવાદમાં 10 કેસ



અમદાવાદમાં 10 જેટલા મલ્ટી સિસ્ટમ ઈંફ્લામેન્ટ્રી સિન્ડ્રોમના કેસ નોંધાયા, કોરોના નેગેટિવ આવ્યા બાદ બાળકોમાં લક્ષણો જોવા મળી રહ્યા છે.


બાળકોમાં વધ્યું MIS-Cનુ સંક્રમણ
અમદાવાદમાં MIS-Cના 10 કેસ નોંધાયા
18 વર્ષ સુધીના બાળકોમાં થાય છે MIS-C રોગ

અમદાવાદમાં બાળકોમાં નવો રોગ જોવા મળ્યો છે. મ્યુકરમાઈકોસીસ જેવો મલ્ટી સિસ્ટમ ઈંફ્લામેન્ટ્રી સિન્ડ્રોમના કેસ નોંધાયા છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં 10 જેટલા મલ્ટી સિસ્ટમ ઈંફ્લામેન્ટ્રી સિન્ડ્રોમના કેસ નોંધાયા છે. કોરોના નેગેટિવ આવ્યા બાદ બાળકોમાં લક્ષણો જોવા મળી રહ્યા છે. આ રોગ MIS-C ના નામથી જાણીતો છે.




સિવિલ હોસ્પિટલના ડોક્ટરે આપ્યું નિવેદન







ઉલ્લેખનીય છે કે, સિવિલ હોસ્પિટલના ડોક્ટર રાકેશ જોષીએ આ મામલે VTV સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલના હાલ આ રોગને લઈને અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. જે બાળકો આ રોગનો ભોગ બન્યા છે તેમના કેસ પર સ્ટડી ચાલુ છે. જેમાં બાળકોમાં સામાન્ય રીતે 3 દિવસ સુધી તાવ આવે છે અને ડાયેરિયા થાય છે અને નબળાઈ પણ જોવા મળે છે. તો જે બાળકો ગંભીર છે તેમનું હૃદય પંપિંગ ઘટી જાય છે.

ક્યા બાળકોને થાય છે ?

જે બાળકોને કોરોના થયો છે અને મુક્ત થયાં છે તેવા બાળકો અને 18 વર્ષ સુધીના બાળકોમાં MIS-C રોગ થાય છે.




બાળકોમાં જોવા મળ્યો નવો રોગ

કોરોના બાદ બાળકોમાં નવા પ્રકારનો રોગ બહાર આવ્યો છે, જે અત્યારસુધી માત્ર અભ્યાસમાં જ દેખાયો છે. અને એક લાખે એક બાળકને અને એ પણ વિદેશમાં જ જોવા મળતો હતો. પરંતુ કોરોનાકાળમાં ભારતમાં આ રોગે દસ્તક દીધી છે. અમદાવાદના બાળરોગ નિષ્ણાત હાર્દિક પટેલના જણાવ્યા પ્રમાણે મલ્ટીસિસ્ટમ ઈન્ફ્લામેન્ટરી સિન્ડ્રોમ ઈન ચિલ્ડ્રન નામના આ રોગમાં બાળકોની આંખો લાલ થવી, જીભ લાલ થવી, દાણા નીકળવા, સોજા ચડવા તેમજ પેટ અને અન્ય અંગોમાં પાણી ભરાવા જેવી સમસ્યા અચાનક વધી જાય છે. અને આ બધુ બાળકના શરીરમાં કોરોના પછી એન્ટિબોડી વધી જવાને કારણે સર્જાય છે. બાળકોમાં આ એન્ટિબોડી હાઇપર એક્ટિવ થતાં શરીરના દરેક કોષ પર અસર કરે છે. શરીરનું રક્ષણ કરવાને બદલે ડેમેજ કરવા લાગે છે. ગુજરાતના ઘણા શહેરોના બાળકોમાં મલ્ટીસિસ્ટમ ઈન્ફ્લામેન્ટરી સિન્ડ્રોમ ઈન ચિલ્ડ્રન નામનો રોગ જોવા મળી રહ્યો છે.

રાજકોટમાં 15 કેસ નોંધાયા

રાજકોટમાં બાળકોમાં નવો રોગ જોવા મળ્યો છે. મ્યુકરમાઈકોસીસ જેવો મલ્ટી સિસ્ટમ ઈંફ્લામેન્ટ્રી સિન્ડ્રોમના કેસ નોંધાયા છે. રાજકોટમાં 15 જેટલા મલ્ટી સિસ્ટમ ઈંફ્લામેન્ટ્રી સિન્ડ્રોમના કેસ નોંધાયા છે. કોરોના નેગેટિવ આવ્યા બાદ બાળકોમાં લક્ષણો જોવા મળી રહ્યા છે. જેમાં શરીર લાલ થવું, સોજો આવવો અને તાવ આવવો જેવા લક્ષણો પ્રાથમિક રીતે સામે આવી રહ્યા છે.

મલ્ટિ સિસ્ટમ ઈન્ફ્લામેન્ટ્રી સિન્ડ્રોમ


મલ્ટિ સિસ્ટમ ઈન્ફ્લામેન્ટ્રી સિન્ડ્રોમ ઈન ચિલ્ડ્રનને મેડિકલની ભાષામાં MIS-C કહે છે
રોગ PIMS એટલે કે પીડિયાટ્રીક મલ્ટિસિસ્ટમ ઈન્ફલામેન્ટ્રી સિન્ડ્રોમ તરીકે પણ ઓળખાય
કોરોના બાદ 4થી 6 અઠવાડિયા પછી અમુક બાળકોમાં આ રોગ જોવા મળ્યો છે

મલ્ટિ સિસ્ટમ ઈન્ફ્લામેન્ટ્રી સિન્ડ્રોમના લક્ષણો
આંખો લાલ થવી, જીભ લાલ થવી, ઝાડા ઊલટી
શરીરમાં દાણા નીકળવા, સોજા ચડવા
પેટ અને અન્ય અંગોમાં પાણી ભરાવા જેવી સમસ્યા

એન્ટિબોડીને કારણે સર્જાય છે સમસ્યા?
બાળકોમાં કોરોના થયા બાદ 4થી 6 અઠવાડિયા રોગ જોવા મળે છે
બાળકોમાં કોરોના થયા બાદ શરીરમાં એન્ટિબોડી બને છે
બાળકોમાં એન્ટિબોડી હાઇપર એક્ટિવ થતા શરીરના કોષ પર અસર કરે છે
એન્ટિબોડી શરીરનું રક્ષણ કરવાને બદલે બાળકોને નુકસાન કરવા લાગે છે
વાયરસ વિરુદ્ધ બનેલા એન્ટિબોડી વધુ સક્રિય થઈ ફેફસા, હૃદય, કિડની, લિવરને નુકસાન કરી શકે છે
Source : Vtv ન્યૂઝ

No comments:

Post a Comment