Search This Website

Wednesday, May 19, 2021

કોરોનાની ત્રીજી લહેર પહેલા સરકારનો નિર્ણય, 10-12 દિવસોમાં બાળકો પર વૅક્સિનનું ટ્રાયલ શરૂ થશે




કોરોનાની ત્રીજી લહેર પહેલા સરકારનો નિર્ણય, 10-12 દિવસોમાં બાળકો પર વૅક્સિનનું ટ્રાયલ શરૂ થશે








નવી દિલ્હી: દેશમાં કોરોના વાઈરસની બીજી લહેરમાં બાળકો પણ સંક્રમિત થઈ રહ્યાં છે. એવામાં 2 થી 18 વર્ષ સુધીના બાળકો પર પણ વૅક્સિનનું ટ્રાયલ (Covaxin Trail) શરૂ થવા જઈ રહ્યું છે.

કેન્દ્ર સરકારે જણાવ્યું કે, 2-18 વર્ષની વયજૂથના બાળકો પર કોરોના વિરોધી રસી કોવેક્સિનનું ટ્રાયલ આગામી 10 થી 12 દિવસમાં શરૂ થઈ જશે. જ્યાં કોરોનાની પ્રથમ લહેરને બાળકો માટે ઓછી ઘાતક માનવામાં આવી, જ્યારે બીજી લહેરમાં મોટી સંખ્યામાં બાળકો પણ કોરોનાથી સંક્રમિત થઈ રહ્યાં છે. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, કોરોનાની ત્રીજી લહેર બાળકો માટે પણ વધારે ઘાતક સિદ્ધ થવાની છે. એવામાં બાળકોના વૅક્સિનેશનને લઈને કેન્દ્ર સરકારે ટ્રાયલ શરૂ કરવાની તૈયારી કરી રહી છે.


કોરોનાની બીજી લહેરના કહેર વચ્ચે એક સપ્તાહમાં બેગણી રફ્તારથી વધી બેરોજગારી




આ અંગે નીતિ આયોગના સભ્ય વીકે પૉલના જણાવ્યા મુજબ, કોવેક્સિનને 2 થી 18 વર્ષના વયજૂથ માટે ફેઝ 2 અને 3ના ક્લીનિકલ ટ્રાયલ માટે ભારતના ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઑફ ઈન્ડિયા (DCGI)ની મંજૂરી મળી ગઈ છે. પૉલનું કહેવું છે કે, તેમને કહેવામાં આવ્યું છે કે, ટ્રાયલ આગામી 10-12 દિવસોમાં શરૂ થવાનું છે. હૈદરાબાદમાં ભારત બાયોટેક દ્વારા તૈયાર કરવામાં આવી રહેલી કોવેક્સિનને કોરોનાના તમામ પ્રકારના નવા વેરિઅન્ટ સામે અસરકારક માનવામાં આવે છે.

No comments:

Post a Comment