Search This Website

Wednesday, May 26, 2021

રાજ્ય સરકારનું રાહત પેકેજ:વાવાઝોડાથી નુકસાન પામેલા પાક માટે ખેડૂતોને સહાય, નાશ પામેલા બાગાયતી વૃક્ષો માટે ખેડૂતને હેક્ટર દીઠ રૂ.1 લાખ મળશે

 

રાજ્ય સરકારનું રાહત પેકેજ:વાવાઝોડાથી નુકસાન પામેલા પાક માટે ખેડૂતોને સહાય, નાશ પામેલા બાગાયતી વૃક્ષો માટે ખેડૂતને હેક્ટર દીઠ રૂ.1 લાખ મળશે




બે હેક્ટરની મર્યાદામાં અપાશે સહાય
બાગાયતી પાકો ખરી ગયા છે તેને હેક્ટર દીઠ રૂ.30,000ની મદદ
ઉનાળુ પાકમાં 33 ટકાથી વધુ નુકસાની હશે તે ખેડૂતોને હેક્ટર દીઠ રૂ.20 હજારની સહાય



રાજ્ય સરકારે તાઉ-તે વાવાઝોડાને કારણે નુકસાન પામેલા પાકને લઈ ખેડૂતો માટે રાહત આપતો નિર્ણય કર્યો છે. જે ઝાડો નાશ પામ્યા છે તેને એક હેક્ટર દીઠ રૂપિયા 1 લાખની સહાય 2 હેક્ટરની મર્યાદામાં આપશે. જ્યારે જે બાગાયતી પાકો ખરી ગયા છે તેને હેક્ટર દીઠ રૂ.30,000ની બે હેક્ટરની મર્યાદામાં સહાય આપવામાં આવશે. જ્યારે ઉનાળુ પાકમાં 33 ટકાથી વધુ નુકસાની હશે તે ખેડૂતોને હેક્ટર દીઠ રૂ.20 હજારની સહાય કરવામાં આવશે.



કેરીના પાકને મોટું નુકસાન
એટલું જ નહીં બાગાયતી પાક એવા કેરીના પાકમાં પણ ખેડૂતોને મોટું નુકસાન વેઠવું પડ્યું છે. ત્યારે રાજ્યના ખેડૂતોને રાજ્ય સરકાર નુકસાનીનું વળતર આપે અને ખાસ પેકેજ જાહેર કરે તે માટે વિપક્ષ કોંગ્રેસ અને કિસાન સંઘ દ્વારા સરકાર સામે તબક્કાવાર માંગણી કરવામાં આવી હતી. જોકે આ સમગ્ર મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ રાજ્યના કૃષિ, બાગાયત, પશુપાલન અને મહેસૂલ વિભાગને સર્વે માટેના સીધા આદેશ કર્યા હતાં.



મગફળી, મગ, તલ, બાજરી જેવા પાકોમાં ભારે નુકસાન
જેના પગલે રાજ્યમાં હાલ કૃષિ ક્ષેત્રમાં થયેલા નુકસાનીના સર્વે માટે 600થી વધુ ટીમો કાર્યરત છે. તે પૈકી કેટલીક ટીમો વ્યાપક નુકસાન થયું છે, તેવા અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, ભાવનગર અને બોટાદ સહિત પ્રભાવિત જિલ્લાઓમાં નુકસાનનો સર્વે કરી રહી છે. ત્યારે હવે આગામી સમયમાં ખેડૂતોને ઝડપથી સહાય ચૂકવવામાં આવશે તેમ માનવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ભારતીય કિસાન સંઘે પણ તાજેતરમાં ખેડૂતોના ઉનાળુ પાક, મગફળી, મગ, તલ, બાજરી અને બાગાયતી પાકમાં પણ ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડ્યું છે.

No comments:

Post a Comment